બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ક્યારે થશે તિલક વર્માની વાપસી? ટીમ ઇન્ડિયા પણ એલર્ટ, જુઓ પ્લાન B

સ્પોર્ટ્સ / ક્યારે થશે તિલક વર્માની વાપસી? ટીમ ઇન્ડિયા પણ એલર્ટ, જુઓ પ્લાન B

Jinal Chauhan

Last Updated: 08:59 AM, 9 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તિલક વર્માની રાજકોટમાં સર્જરી પછી તેમના કોચે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેમની સર્જરી સામાન્ય છે. અને તે ત્રણ ચાર દિવસમાં સાજા થઈને મેદાન પર પાછા ફરશે.

તિલક વર્મા એક મેચ વિનર ખેલાડી છે. માત્ર સાડા ત્રણ મહિના પહેલા એશિયા કપના હાઈ વોલ્ટેજ ફાઈનલમાં પાકિસ્તાન સામે ભારતે 20 રનની અંદર અભિષેક શર્મા, શુભમન ગિલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવની વિકેટ પડી ગઈ હતી. ભારતીય ફેન્સ ચિંતામાં હતા એવામાં તિલક વર્માએ 53 બોલ પર અણનમ 69 રનની ટોપ ક્લાસ યાદગાર ઈનિંગ રમી હતી અને ફાઈનલ મેચને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારત એશિયા કપનું ચેમ્પિયન છે અને તિલક વર્મા ફાઈનલના મેચ ઓફ ધ મેચ.

સર્જરી પછી મેસેજ

ટી 20 વર્લ્ડ કપ શરૂ થવાના પહેલા ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા હતા. ટી 20 વર્લ્ડકપ માટે મિડલ ઓર્ડરમાં ટીમ ઈન્ડિયાના સૌથી મજબૂત ખેલાડી તિલક વર્માની સર્જરી ભારતીય ક્રિકેટની દુનિયાને હચમચાવી નાંખી છે. એવી અટકળો પણ છે કે તિલકને ઠીક થવામાં ત્રણથી ચાર સપ્તાહનો સમય લાગે છે અને ક્યાંક તે ટી 20 વર્લ્ડકપની બહાર તો નહીં થઈ જાયને.

સાંજ પડતાની સાથે જ ટીમ ઈન્ડિયાના રજનીકાંતે ફેન્સને ખુશ કરી દીધા હતા. 23 વર્ષના લેફ્ટ હેન્ડ બેટ્સમેને સેલ્ફી સાથે ઈન્ટાગ્રામ પર લખ્યું કે, આપ સૌનું પ્રેમ મળ્યો તેના માટે ભાર અને તમને જેટલી ખબર છે એના કરતા ઝડપથી હું પાછો આવીશ.

suryajal  (1)

તિલક વર્માની રાજકોટમાં સર્જરી પછી તેમના કોચે કહ્યું કે, ઈન્જરી સામાન્ય છે અને તે ઝડપથી ત્રણ ચાર દિવસમાં સાજા થઈને પાછા મેદાન પર આવી જશે.

તિલક વર્માને શું થયું?

BCCI ની પ્રેસ રિલીઝ મુજબ, તિલક વર્માએ 7 જાન્યુઆરીએ રાજકોટની એક હોસ્પિટલમાં પેટની ફરિયાદ માટે સર્જરી કરાવી હતી. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ આજે હૈદરાબાદ પાછા ફરશે. જોકે તેમને ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝની પ્રથમ ત્રણ મેચમાંથી બહાર કરવામાં આવ્યા છે.

vtv app promotion

આ પણ વાંચોઃ જેટલી છે IPL ના 5 પ્લેયર્સની સેલરી, એનાથી ઓછામાં વેચાઈ ગઈ PSL ની 2 ટીમ

ટીમ ઇન્ડિયા સાવધાન!

તિલક વર્મા રાજકોટમાં વિજય હજારે ટ્રોફીમાં બંગાળ સામે હૈદરાબાદ તરફથી રમી રહ્યા હતા ત્યારે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. આ ઘટનાએ ટીમ ઇન્ડિયાને બેકઅપ પ્લાન તૈયાર કરવાની અથવા પ્લાન B પર વિચાર કરવાની તક આપી છે.

ન્યુઝીલેન્ડ સામે આગામી પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી 21 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. તિલક ચોથી અને પાંચમી T20I (28 જાન્યુઆરી વિશાખાપટ્ટનમ અને 31 જાન્યુઆરી તિરુવનંતપુરમ) માટે પણ પરત ફરી શકે છે.જોકે એ જોવાનું રસપ્રદ રહેશે કે ભારત પ્રથમ ત્રણ T20 મેચ (21 જાન્યુઆરી નાગપુર, 23 જાન્યુઆરી રાયપુર અને 25 જાન્યુઆરી ગુવાહાટી) માં તિલકની જગ્યાએ કોને લેશે - શ્રેયસ ઐયર, રુતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, દેવદત્ત પડિકલ, અથવા કોઈ અન્ય ખેલાડી. આ પસંદગીઓ ટીમની વર્તમાન વિચારસરણી અને T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની દિશાનો ઈશારો હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

return update Tilak Verma T20 World Cup 2026
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ