બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / જેટલી છે IPL ના 5 પ્લેયર્સની સેલરી, એનાથી ઓછામાં વેચાઈ ગઈ PSL ની 2 ટીમ

ક્રિકેટ / જેટલી છે IPL ના 5 પ્લેયર્સની સેલરી, એનાથી ઓછામાં વેચાઈ ગઈ PSL ની 2 ટીમ

Nirav Kumar

Last Updated: 11:07 PM, 8 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન સુપર લીગમાં બે નવી ટીમ એડ થઈ છે. આ બે ટીમોની કિંમત IPLના પાંચ પ્લેયર્સ કરતા પણ ઓછી છે.

પાકિસ્તાન સુપર લીગ (PSL)માં હવે 6 ની જગ્યાએ 8 ટીમો કરવામાં આવી છે. 8 જાન્યુઆરી 2026 ના રોજ યોજાયેલી હરાજીમાં 2 નવી ફ્રેન્ચાઇઝી મોટી કિંમતો સાથે વેચાઈ હતી. જેમાં હૈદરાબાદ ટીમ 1.75 અબજ પાકિસ્તાની રૂપિયામાં FKS ગ્રુપ પાસે ગઈ હતી. તો સિયાલકોટ ટીમને OZ ગ્રુપે 1.85 અબજ પાકિસ્તાની રૂપિયામાં ખરીદવામાં આવી હતી. આ બંને ટીમની વેલ્યુ આશરે 3.6 અબજ પાકિસ્તાની રૂપિયા હતું.

આ રકમ આમ તો મોટી લાગે છે પરંતુ જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના સંદર્ભમાં જોવામાં આવે છે તો એક રસપ્રદ વાત સામે આવે છે. કેમ કે, IPL ના અમુક સ્ટાર ખેલાડીઓના પગાર એટલા ઊંચા છે કે માત્ર 5 ખેલાડીઓની સંયુક્ત કમાણી આ બે PSL ટીમોના વેલ્યુ જેટલી છે. આ 2 પાકિસ્તાન સુપર લીગ ટીમો ભારતીય રૂપિયામાં કુલ 115 કરોડ રૂપિયામાં વેચાઈ હતી. તો વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત, રોહિત શર્મા અને કેમેરોન ગ્રીનનો IPLનો પગાર આ 2 ટીમોની વેલ્યુ જેટલી જ છે.

vtv app promotion

જેમાં લખનૌ સુપર જાયન્ટ્સે ઋષભ પંતને એક સીઝન માટે 27 કરોડ રૂપિયા (2.7 અબજ રૂપિયા) ચૂકવવામાં આવે છે. શ્રેયસ ઐયરનો IPL પગાર 26.75 કરોડ રૂપિયા (2.675 મિલિયન રૂપિયા) છે. કેમેરોન ગ્રીનને આ વર્ષે KKRએ  25.20 કરોડ રૂપિયા (2.52 મિલિયન રૂપિયા)માં ખરીદ્યો હતો. તો વિરાટ કહલીને પણ એક સીઝન માટે 21 કરોડ રૂપિયા મળે છે અને રોહિતને MI 16.30 કરોડ રૂપિયા (1.63 અબજ રૂપિયા) આપવામાં આવે છે. આ 5 ખેલાડીઓનો કુલ પગાર 116 કરોડ રૂપિયા  (1.16 અબજ રૂપિયા) કરતાં વધુ થાય છે. આ રકમ 3.6 અબજ પાકિસ્તાની રૂપિયા કરતાં વધુ છે, જે PSLની બે ટીમોને વેચવામાં આવી હતી.

વધુ વાંચો : ભારત-ન્યુઝીલેન્ડ T20 સિરીઝ પહેલા ભારતને મોટો ફટકો, તિલક વર્મા ત્રણ મેચમાંથી બહાર

આ કંપેરીઝન ક્રિકેટની 2 મુખ્ય લીગ વચ્ચેનો મોટો તફાવત દર્શાવે છે. IPLમાં એક ખેલાડીનો પગાર કરોડોમાં હોય છે જ્યારે PSLમાં આખી ફ્રેન્ચાઇઝીનો ખર્ચ ઓછો છે. પરંતુ સાથે PSLનું બે ટીમોનું વિસ્તરણ લીગની વધતી જતી લોકપ્રિયતાનો સંકેત છે અને નવી ટીમોના એડ થવાથી પાકિસ્તાની ક્રિકેટમાં નવી પ્રતિભાઓને મોકા મળશે. લીગમાં હવે વધુ મેચો રમાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pakistan Super League IPL New Franchises
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ