બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / IPLમાં સૂર્યકુમાર યાદવનો નવો કિર્તીમાન, સચિન તેંડુલકરનો તોડ્યો મહારેકોર્ડ

IPL 2025 / IPLમાં સૂર્યકુમાર યાદવનો નવો કિર્તીમાન, સચિન તેંડુલકરનો તોડ્યો મહારેકોર્ડ

Last Updated: 09:26 PM, 26 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Suryakumar Yadav Runs in IPL 2025: સૂર્યકુમાર IPL ઇતિહાસમાં એવો પહેલો ખેલાડી બની ગયો છે, જેને મુંબઈ ઇન્ડિયન્સ માટે રમતા એકથી વધારે સિઝનમાં 600 કરતાં વધુ રન બનાવ્યા છે. ત્યારે, કોઈ સિઝનમાં સૌથી વધારે વખત 600 થી વધારે રન બનાવવાના મામલામાં તેને સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યો છે.

સૂર્યકુમાર યાદવે IPL માં ઇતિહાસ રચ્યો છે. તેને પંજાબ કિંગ્સ વિરુદ્ધ મેચમાં 17 રન બનાવતા જ ઐતિહાસિક કારનામું કરી બતાવ્યું છે. હકીકતમાં પંજાબ વિરુદ્ધ મેચ પહેલા સૂર્યાએ આ સિઝનમાં 583 રન બનાવી લીધા હતા અને 17 રન બનાવતા જ તે IPL 2025 માં 600 રન કરનાર ત્રીજો પ્લેયર બની ગયો છે. ત્યારે કોઈ સિઝનમાં સૌથી વધારે વખત 600 થી વધારે રન બનાવવાના મામલામાં તેને સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યો છે.

surykumar-2

સૂર્યકુમાર IPLના ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતી વખતે એકથી વધુ સિઝનમાં 600 થી વધુ રન બનાવનાર પહેલો ખેલાડી બન્યો છે. હકીકતમાં, અત્યાર સુધીમાં સૂર્યા અને સચિન તેંડુલકરે MI તરફથી રમતી વખતે IPL સીઝનમાં એક-એક વાર 600 થી વધુ રન બનાવ્યા છે. હવે સૂર્યાએ MI તરફથી રમતી વખતે 2 અલગ અલગ સીઝનમાં 600 થી વધુ રન બનાવવાની કારનામું કર્યું છે.

સૂર્યકુમાર યાદવે સચિન તેંડુલકરનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે કારણ કે તેંડુલકરે IPL 2010 માં 618 રન બનાવ્યા હતા. તે પછી, તે IPL નિવૃત્તિ સુધી કોઈપણ સિઝનમાં 600 રનનો આંકડો સ્પર્શી શક્યો ન હતો. બીજી તરફ, સૂર્યાની વાત કરીએ તો, તેને IPL 2023 માં 605 રન બનાવ્યા હતા. અને IPL 2025 માં, તેને ફરીથી આ કારનાં કર્યું છે.

app promo2

સચિનનો વધુ એક રેકોર્ડ તોડ્યો

સૂર્યકુમાર યાદવ હવે એક જ સિઝનમાં MI માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. સચિન તેંડુલકરે 2010 માં IPL માં 618 રન બનાવ્યા હતા, પરંતુ સૂર્યકુમાર હવે તેમને પાછળ છોડી ચૂક્યા છે. એક જ સિઝનમાં MI માટે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં રોહિત શર્માનું નામ ક્યાંય જોવા મળતું નથી.

વધુ વાંચો: હૈદરાબાદની માલકણના એક નિર્ણયથી આ ખેલાડીઓને કરોડોનું નુકસાન! જુઓ લિસ્ટ

સૂર્યકુમાર યાદવ - 619+ રન (IPL 2025)

સચિન તેંડુલકર - 618 રન (IPL 2010)

સૂર્યકુમાર યાદવ- 605 રન (IPL 2023)

સચિન તેંડુલકર - 553 રન (IPL 2011)

લેંડલ સિમંસ - 540 રન (IPL 2015)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2025 Sports News PBKS Vs MI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ