ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / હૈદરાબાદની માલકણના એક નિર્ણયથી આ ખેલાડીઓને કરોડોનું નુકસાન! જુઓ લિસ્ટ

સ્પોર્ટ્સ / હૈદરાબાદની માલકણના એક નિર્ણયથી આ ખેલાડીઓને કરોડોનું નુકસાન! જુઓ લિસ્ટ

Last Updated: 07:43 PM, 26 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sunrisers Hyderabad: IPL ફ્રેન્ચાઈઝી દરેક સિઝન બાદ જે ખેલાડીઓ અપેક્ષા અનુસાર પ્રદર્શન નથી કરતાં તેમને રીલીઝ કરે છે. SRH માં પણ અમુક ખેલાડીઓને રીલીઝ કરવા પર વિચાર કરી શકે છે, જેમાં મોહમ્મદ શમી અને કામીંદુ મેન્ડિસ જેવા મોટા ખેલાડીઓના નામ સામેલ હોઈ શકે છે.

ADVERTISEMENT

IPL 2025 SRH માટે યોગ્ય નથી રહ્યું. 14 મેચમાંથી માત્ર 6 જીતેલી આ ટીમ પ્લેઓફથી ચૂકી ગઈ. જેથી તેમનો આઇપીએલની આ સિઝનનો પ્રવાસ અહીં પૂરો થઈ ગયો છે. એવામાં ટીમની ઓનર કાવ્યા મારન અને મેનેજમેન્ટ આગામી સિઝન માટે રણનીતિની તૈયારી શરૂ કરી દીધી છે. આમાં અમુક કમજોર પ્રદર્શન કરનાર ખેલાડીઑને રિલીઝ કરવા અને ટ્રેડ વિન્ડોના માધ્યમે નવા ચહેરા સામેલ કરવાનું હોઈ શકે છે. ત્યારે, મીની ઓક્શનમાં તેની નજર અમુક સ્ટાર ખેલાડીઓ પર રહેશે.  

srh

કયા ખેલાડીઑને રીલીઝ કરી શકે છે કાવ્યા મારન?

આઇપીએલ ફ્રેન્ચાઈઝી દરેક સિઝન બાદ જે ખેલાડીઓ અપેક્ષા અનુસાર પ્રદર્શન નથી કરતાં તેમને રીલીઝ કરે છે. SRH માં પણ અમુક ખેલાડીઓને રીલીઝ કરવા પર વિચાર કરી શકે છે, જેમાં મોહમ્મદ શમી અને કામીંદુ મેન્ડિસ જેવા મોટા ખેલાડીઓના નામ સામેલ હોઈ શકે છે. મોહમ્મદ શમી માટે આ સિઝન ખૂબ ખરાબ રહ્યું. તે 9 મેચોમાં માત્ર 6 વિકેટ જ મેળવી શક્યો. ત્યારે તેની ઈકોનોમી પણ 11 થી વધારે રહી. બીજી બાજુ કામીંદુ મેન્ડિસ પણ 5 મેચમાં 92 રન જ બનાવી શક્યો અને 2 વિકેટ લીધી.    

app promo2

અથર્વ તાયડેને પણ મુક્ત કરી શકાય છે. જોકે, તેને વધારે તકો મળી નહીં, અને જ્યારે તેને તક મળી, ત્યારે તે નિષ્ફળ ગયો. તેને ફક્ત એક જ વાર પ્લેઇંગ 11 માં સામેલ કરવામાં આવ્યો હતો. એટલે કે ટીમે તેના પર વધુ વિશ્વાસ દર્શાવ્યો ન હતો, જેના કારણે તેને રીલીઝ કરી શકાય છે. સચિન બેબીને પણ ફક્ત 1 મેચ રમવાની તક મળી, એટલે કે તે પણ ટીમની યોજનાઓમાં ફિટ બેસતો ન હતો. રાહુલ ચહર અને વિઆન મુલ્ડરને પણ 1-1 મેચ રમવાની તક મળી, તેથી તેમના નામ પણ રિલીઝ થનારા ખેલાડીઓની લિસ્ટમાં હોઈ શકે છે.

વધુ વાંચો : ટ્રાન્સફરની લાલચ કે ફરજ પાડી? ભાજપ નેતા મનોહર ધાકડે 'લેડી ટીચર'ને કેવી રીતે ફસાવી? મોટો ઘટસ્ફોટ

કોર ગ્રુપને કન્ટીન્યુ રાખી શકે છે SRH

SRH એ 2025 ના ઓક્શનમાં પોતાના કોર ગ્રુપને કન્ટીન્યુ રાખતા હેનરિચ ક્લાસેન (23 કરોડ રૂપિયા), ટ્રેવીસ હેડ (14 કરોડ રૂપિયા), અભિષેક શર્મા(14 કરોડ રૂપિયા) અને નીતિશ કુમાર રેડ્ડી (6 કરોડ) ને રિટેન કર્યું હતું. આ ખેલાડીઓનું પ્રદર્શન સારું પણ ર્યુ, એવામાં ટીમ આ સ્ટાર ખેલાડીઓને કન્ટીન્યુ રાખી શકે છે. આ સિવાય ઇશાન કિશન અને હર્ષલ પટેલ પણ પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો.  

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cricket News Sunrisers Hyderabad IPL 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ