બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ધોનીની ભડકાઉ તસવીરથી લઇને..., જાણો IND vs BAN ના 5 મોટા વિવાદ

Asia Cup 2025 / ધોનીની ભડકાઉ તસવીરથી લઇને..., જાણો IND vs BAN ના 5 મોટા વિવાદ

Vidhata Gothi

Last Updated: 08:14 AM, 24 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2025 IND vs BAN: ભારત-પાકિસ્તાનની રાઇવલરી ખૂબ જ ચર્ચામાં રહે છે. ત્યારે બાંગ્લાદેશ પણ પાકિસ્તાન કરતા ઓછું નથી. જયારે-જયારે ભારત-બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ ત્યારે ઘણા પ્રસંગોએ વિવાદ ઉભો થયો છે. ચાલો જાણીએ આવા 5 વિવાદો વિશે કે જે ભારત-બાંગ્લાદેશ મેચ દરમિયાન થયા.

Asia Cup 2025: હાલમાં યુએઈમાં ચાલી રહેલી એશિયા કપ 2025 હવે તેના અંતિમ તબક્કામાં છે. ગ્રુપ સ્ટેજ પછી હવે સુપર-4 મેચો રમાઈ રહી છે. આજે સુપર-4માં ટીમ ભારત અને બાંગ્લાદેશ આમને-સામને આવશે. પાકિસ્તાનને હરાવ્યા પછી સુપર-4માં આ ભારતની બીજી મેચ હશે. આ બાંગ્લાદેશની પણ બીજી મેચ છે, તેને પહેલી મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું. ત્યારે હવે આજે જે ટીમ મેચ જીતશે એ ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે. એવામાં આજની મેચ ખૂબ જ રોમાંચક થવાની આશા છે.

Asia Cup 2025 IND vs BAN

સાથે જ આ મેચમાં વિવાદ પણ જોવા મળી શકે છે. પાકિસ્તાનની જેમ જ બાંગ્લાદેશ અને ભારતની ટીમો જયારે-આમને-સામને હોય છે, ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળે છે. એવા કેટલાય ઉદાહરણ છે કે જયારે બંને દેશો વચ્ચે થયેલી મેચમાં ખૂબ જ ગરમાગરમી રહી છે. અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલથી લઈને સિનિયર ટીમો વચ્ચેની મેચો દરમિયાન આવી ઘણી ઘટનાઓ બની છે. ત્યારે આજે જાણીએ ભારત-બાંગ્લાદેશ મેચો દરમિયાન થયેલા પાંચ મોટા વિવાદો વિશે...

IND vs BAN: 2020 અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલ

2020 અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલની મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. આ મેચ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓએ વચ્ચે ખૂબ જ ગાળાગાળી થઈ. જોકે, ટાઇટલ જીત્યા પછી, બાંગ્લાદેશના ખેલાડીઓએ ભારતીય ખેલાડીઓ સાથે ખૂબ જ અસભ્ય વર્તન કર્યું. માહોલ એટલો ગરમાઈ ગયો હતો કે બંને ટીમોના ખેલાડીઓ સ્ટમ્પ અને બેટ લીએન એકબીજાની સામે આવી ગયા હતા. વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી.

2015ના વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઇનલમાં વિવાદ

IND vs BAN: ઢાકાના ફાસ્ટ બોલર રુબેલ હુસૈનના બોલ પર રોહિત શર્માને કેચ આઉટ આપવામાં આવ્યો હતો, પરંતુ અમ્પાયરે બોલને નો-બોલ જાહેર કર્યો. રિપ્લેમાં આ નિર્ણય ખોટો સાબિત થયો, જેનાથી બાંગ્લાદેશ ટીમ અને બોર્ડ ગુસ્સે થયા. જો કે ભારતે આ મેચ 109 રનથી જીતી લીધી. પરંતુ આ અંગે ઘણો હોબાળો થયો.

2016 એશિયા કપ ફાઇનલ પહેલા વિવાદાસ્પદ ફોટોશોપ

એશિયા કપ 2016ની ફાઇનલ ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN) વચ્ચે રમવાની હતી. ફાઇનલ પહેલા, બાંગ્લાદેશી ચાહકોએ સોશિયલ મીડિયા પર મહેન્દ્ર સિંહ ધોનીનું માથું કપાયેલું ફોટોશોપ ઇમેજ પોસ્ટ કરી. આ ઘટનાથી બંને ટીમો વચ્ચે તણાવ વધી ગયો.

vtv app promotion

વિરાટ કોહલી સાથે રુબેલ હુસૈને કરી બબાલ

વિરાટ કોહલી અને રૂબેલ હુસૈન વચ્ચે ઘણી વાર બબાલ થઈ. એક સમયે, રુબેલે ગુસ્સાથી કોહલીને મેદાનની બહાર જતા રહેવાનો ઇશારો કરી દીધો. આનાથી બંને દેશોના ચાહકો વચ્ચે પણ માહોલ ગરમ થઈ ગયો. દરમિયાન, 2022માં T20 વર્લ્ડ કપ દરમિયાન, બાંગ્લાદેશના નુરુલ હસને વિરાટ કોહલી પર નકલી ફિલ્ડિંગનો આરોપ લગાવ્યો. ICCના નિયમો અનુસાર, જો આ સાબિત થયું હોત, તો ભારતને 5 રનનો દંડ ફટકારવામાં આવ્યો હોત. આ મેચ ભારતે (IND vs BAN) માત્ર 5 રનથી જીતી, જેનાથી વિવાદ વધી ગયો. 2011 અને 2015ના વર્લ્ડ કપ દરમિયાન પણ વિરાટ કોહલી અને બાંગ્લાદેશના બોલર રૂબેલ હુસૈન વચ્ચે ઘણી બોલાચાલી થઈ. એક પ્રસંગે, રુબેલે ગુસ્સામાં કોહલીને પેવેલિયન મોકલી દીધો. આવી ઘટનાઓથી બંને ટીમો વચ્ચેની રાઇવલરી વધી ગઈ.

આ પણ વાંચો: Asia Cup 2025 : પાકિસ્તાને શ્રીલંકાને 5 વિકેટથી હરાવ્યું, ફાઇનલમાં ભારતનો સામનો?

રુબેલની આક્રમક ઉજવણી

2011માં રુબેલનો કોહલી સાથે ઝઘડો થઈ ચૂક્યો હતો, અને 2015ના વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઇનલમાં પ્રતિષ્ઠિત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટીમો ફરી આમને-સામને આવી હતી. જ્યાં રુબેલે તેને મુશફિકુર રહીમના હાથે કેચ કરાવ્યો. ત્યારે કોહલી આઠ બોલમાં ફક્ત ત્રણ રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. જેવો કોહલીએ તેની પાસેથી પસાર થયો કે ​​રુબેલે આક્રમક રીતે ઉજવણી કરી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2025 India vs Bangladesh match IND vs BAN
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ