બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Asia Cup 2025 : પાકિસ્તાને શ્રીલંકાને 5 વિકેટથી હરાવ્યું, ફાઇનલમાં ભારતનો સામનો?
Last Updated: 07:25 AM, 24 September 2025
એશિયા કપ સુપર 4ના મહત્વપૂર્ણ મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 5 વિકેટથી હરાવી પોતાની ફાઇનલમાં પહોંચવાની આશા જળવાઈ રાખી છે. મંગળવારે અબુ ધાબીના શેખ ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાન સામે જીત માટે 134 રનનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો.
ADVERTISEMENT

પાકિસ્તાને શરૂઆતમાં સાહિબજાદા ફરહાન અને ફખર ઝમાન સાથે મજબૂત સ્ટાર્ટ લીધી. બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 45 રનની ભાગીદારી નોંધાવી. ફરહાનને આઉટ થતા પછી વિકેટો ઝડપથી પડવા લાગ્યા અને ટીમે માત્ર 80 રન સુધીમાં પાંચ વિકેટ ગુમાવી દીધા. ત્યારબાદ હુસૈન તલત અને મોહમ્મદ નવાઝએ જોડી સંભાળી અને 58 રનની અણનમ ભાગીદારી કરી, જે પાકિસ્તાને અંતે 18 ઓવરમાં 138 રન બનાવીને 5 વિકેટથી જીત મેળવી. હુસૈન તલતે 32 રન અને મોહમ્મદ નવાઝે 38 રન બનાવ્યા.
ADVERTISEMENT

શ્રીલંકાની બેટિંગની શરૂઆત ખરાબ રહી. ઓપનર નિસાન્કા અને કુસલ મેન્ડિસને શાહીન આફ્રિદીએ અનુક્રમે 8 અને 0 રન પર આઉટ કર્યો. ત્રીજા નંબર પર બેટિંગ કરનાર કુસલ પરેરાને હરિસ રૌફે 12 બોલમાં 15 રન પર પછાડ્યો. કેપ્ટન ચારિથ અસલંકા 19 બોલમાં 20 રન બનાવી આઉટ થયા અને ભૂતપૂર્વ કેપ્ટન શનાકા 0 રન પર આઉટ થયા. હસરંગાએ 15 રન બનાવ્યા.
ADVERTISEMENT

કમિન્ડુ મેન્ડિસ અને ચમિકા કરુણારત્નેએ સાતમી વિકેટ માટે 43 રનનો સહયોગ આપ્યો. કમિન્ડુ મેન્ડિસે 44 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અડધી સદી ફટકારી. અંતે શ્રીલંકાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા. બોલિંગમાં શાહીન આફ્રિદીએ 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ લીધા. હુસૈન તલતે 3 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ, હરિસ રઉફે 4 ઓવરમાં 37 રન આપીને 2 વિકેટ અને અબરાર અહેમદે 4 ઓવરમાં 8 રન આપીને 1 વિકેટ લીધી.
ADVERTISEMENT
આ જીત સાથે પાકિસ્તાને ફાઇનલમાં પહોંચવાની આશા જળવાઈ રાખી છે, જ્યારે શ્રીલંકાની જીતની આશાઓ તૂટી ગઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.