ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપ 2025: પાકિસ્તાન માટે હજુ પણ ફાઈનલનો રસ્તો મુશ્કેલ, બાંગ્લાદેશ બની શકે છે ગેમચેન્જર
Last Updated: 03:49 AM, 24 September 2025
ADVERTISEMENT
એશિયા કપ 2025ના સુપર-4 રાઉન્ડમાં રોમાંચ વધતો જ રહ્યો છે. 23 સપ્ટેમ્બરે પાકિસ્તાને શ્રીલંકાને હરાવીને પોતાની ફાઇનલ આશાઓને જીવંત રાખી છે. અબુધાબીમાં રમાયેલા આ મુકાબલામાં શ્રીલંકાએ માત્ર 133 રન બનાવ્યા હતા, જેને પાકિસ્તાને 18 ઓવરમાં જ 5 વિકેટ બાકી રાખીને ચેઝ કરી લીધા.
ADVERTISEMENT

શ્રીલંકાની બેટિંગ અને બોલિંગ બંને જ ફેલ રહ્યા. કમિંદુ મેન્ડિસની અડધી સદી સિવાય કોઈ ખેલાડી ટકી શક્યો નહીં. પાકિસ્તાન માટે હુસેન તલત અને મોહમ્મદ નવાઝે શાનદાર ભાગીદારી કરીને જીત સુનિશ્ચિત કરી. આ હાર સાથે જ શ્રીલંકા ફાઇનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જીત છતાં પાકિસ્તાનનું ફાઇનલમાં સ્થાન નિશ્ચિત નથી થયું. હવે બાંગ્લાદેશ ટીમ આખા ટુર્નામેન્ટનો ગેમચેન્જર સાબિત થઈ શકે છે. જો બાંગ્લાદેશ 24 સપ્ટેમ્બરે ભારત સામે જીતે તો તે સીધું જ ફાઇનલનું મજબૂત દાવેદાર બની જશે. એ જ નહીં, જો ભારત સામે હારી પણ જાય તો પણ પાકિસ્તાન પર જીત બાંગ્લાદેશને ફાઇનલમાં પહોંચાડી શકે છે.
વધુ વાંચો : એશિયા કપ 2025 : પાકિસ્તાનનું સુપર-4 માં ખાતું ખુલ્યું, લંકાને 5 વિકેટે હરાવ્યું
ADVERTISEMENT
ટલે કે હવે આખા ટુર્નામેન્ટની ફાઇનલ રેસ ભારત-બાંગ્લાદેશ મુકાબલાની જીત-હાર પર આધાર રાખે છે. પાકિસ્તાનને હજુ રાહ જોવી પડશે કે બાંગ્લાદેશ શું કમાલ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT