ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપ 2025 : પાકિસ્તાનનું સુપર-4 માં ખાતું ખુલ્યું, લંકાને 5 વિકેટે હરાવ્યું

ક્રિકેટ / એશિયા કપ 2025 : પાકિસ્તાનનું સુપર-4 માં ખાતું ખુલ્યું, લંકાને 5 વિકેટે હરાવ્યું

Last Updated: 03:30 AM, 24 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમાયેલા રોમાંચક મુકાબલામાં પાકિસ્તાને શ્રીલંકાને 5 વિકેટથી હરાવીને સુપર-4માં પોતાની આશા જાળવી રાખી છે.

ADVERTISEMENT

અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમાયેલા રોમાંચક મુકાબલામાં પાકિસ્તાને શ્રીલંકાને 5 વિકેટથી હરાવીને સુપર-4માં પોતાની આશા જાળવી રાખી છે. ભારત સામેની પહેલી જ મેચમાં હાર્યા બાદ પાકિસ્તાન માટે આ જીત ખુબ જ જરૂરી હતી. બીજી તરફ, સતત બીજી હાર બાદ પૂર્વ ચેમ્પિયન શ્રીલંકાની ફાઇનલમાં પહોંચવાની સંભાવના લગભગ ખતમ થઈ ગઈ છે.

પાકિસ્તાનના પેસરોનો કમાલ

મેચની શરૂઆતથી જ પાકિસ્તાનના બોલરો છવાઈ ગયા. શાહીન શાહ આફ્રીદીએ 3 વિકેટ (3/28) ઝડપીને શ્રીલંકાની ટોચની બેટિંગ લાઇનને ખખડાવી દીધી. ત્યારબાદ હુસેને પોતાની પહેલેજ ઓવરમાં બે વિકેટ લઈ શ્રીલંકાને ભારે દબાણમાં મૂકી દીધું. કમિંદુ મેન્ડિસની અડધી સદી (50)ના સહારે શ્રીલંકા માત્ર 133 રન સુધી પહોંચી શકી હતી.

pakistan-team

લક્ષ્ય નાનું હતું, પણ મધ્ય ક્રમમાં પડેલી વિકેટ્સે પાકિસ્તાનની સ્થિતિ કથળી ગઈ હતી. સાહિબજાદા ફરહાને શરૂઆતમાં તાબડતોબ રન બનાવી 45 રનની ભાગીદારી કરી, પરંતુ સ્પિનરો હસરંગા અને તીક્ષ્ણાએ પાકિસ્તાનને દબાણમાં મૂકી દીધું. 80 રનના સ્કોર પર પાંચમી વિકેટ પડતા મેચ હાથમાંથી નીકળી રહી હોય તેવી સ્થિતિ થઈ હતી. એવા સમયે મોહમ્મદ નવાઝ (38) અને હુસેન તલત (32) એ ધીરજ રાખી 58 રનની નાબાદ ભાગીદારી કરી અને ટીમને માત્ર 18 ઓવરમાં જ જીત અપાવી દીધી.

આ પણ વાંચોઃ Asia Cup 2025 / ભારત-પાક.ની મેચ બાદ સૂર્યકુમાર યાદવે શેર કર્યો મજેદાર વીડિયો, કહ્યું 'દેખો યે કુત્તા...'

આ જીત સાથે પાકિસ્તાનની ફાઇનલ રેસની આશા જીવંત રહી છે, જ્યારે શ્રીલંકાને સતત બે હાર બાદ ફાઇનલમાં પહોંચવું હવે અશક્ય લાગે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PakistanSriLankaMatch AsiaCup2025 Pakistan beat Sri Lanka
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ