ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભારત-પાક.ની મેચ બાદ સૂર્યકુમાર યાદવે શેર કર્યો મજેદાર વીડિયો, કહ્યું 'દેખો યે કુત્તા...'

Asia Cup 2025 / ભારત-પાક.ની મેચ બાદ સૂર્યકુમાર યાદવે શેર કર્યો મજેદાર વીડિયો, કહ્યું 'દેખો યે કુત્તા...'

Published By: Shilpa Parmar

Last Updated: 02:48 PM, 23 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SuryaKumar Yadav Viral Video: ભારતે એશિયા કપના સુપર ફોર મુકાબલામાં પાકિસ્તાનને છ વિકેટે હરાવીને જીત મેળવી છે. અભિષેક શર્માને પ્લેયર ઑફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યા છે. શાનદાર જીત બાદ સૂર્યકુમાર યાદવનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જુઓ શું છે વાયરલ વીડિયોમાં?

ADVERTISEMENT

21 સપ્ટેમ્બર, રવિવારના રોજ એશિયા કપના સુપર ફોરના મુકાબલામાં ભારતે પાકિસ્તાન પર છ વિકેટે જીત મેળવી હતી. ત્યારબાદ ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ ખૂબ ખુશ દેખાયા હતાં.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન તેમની પરિપક્વતા માટે જાણીતા છે. એશિયા કપ દરમિયાન થયેલા બધા વિવાદોમાં તેમણે ખૂબ જ સમજદારીથી જવાબ આપ્યો છે.

હાલ સુપર 4ના મુકાબલામાં ભારત સામે અપમાનજનક હરકત કરનાર પાકિસ્તાની બોલર હરિસ રઉફ અને તેમની ટીમને સૂર્યકુમારે ઈશારાઓમાં જબરદસ્ત જવાબ આપ્યો છે. વીડિયોમાં ભલે સૂર્યકુમાર મસ્તીમાં દેખાઈ રહ્યા હોય, પરંતુ કૂતરાં સાથેનો તેમનો વીડિયો અને તેનું ટાઈમિંગ ઘણું બધું કહી જાય છે. જુઓ શું છે વાયરલ વીડિયોમાં?

શું છે સૂર્યકુમાર યાદવના વાયરલ વીડિયોમાં?

પાકિસ્તાન સામે સુપર 4ની મોટી જીત બાદ ભારતીય કેપ્ટને મસ્તીના પળોને શેર કર્યા છે. સૂર્યાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં એક કૂતરું દેખાય છે અને તેને “એન્ટરટેઈનમેન્ટ” તરીકે રજૂ કરવામાં આવ્યું છે. વીડિયોની શરૂઆત તેમણે “આ કૂતરું બોલે છે” કહીને કરી અને કૂતરાં સાથે મજાકીયા અંદાજમાં વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. ફેન્સને કેપ્ટનનો આ મસ્તીભર્યો અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત

સુપર ફોર મેચમાં પાકિસ્તાને 5 વિકેટે 171 રન બનાવ્યા હતા. સાહિબજાદા ફરહાને 58 બોલમાં 58 રન કર્યા. ભારતની ઓપનિંગ જોડી અભિષેક શર્મા અને ઉપ-કેપ્ટન શુભમન ગિલે મેદાનમાં ધમાલ મચાવી. આ જબરદસ્ત જોડીને કારણે ભારતે પાકિસ્તાન સામે જીત મેળવી. 18.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ભારતે લક્ષ્ય હાંસલ કર્યું. સૂર્યકુમાર યાદવે ભારત-પાકિસ્તાનની ટક્કર વિશે કહ્યું,

“હવે આ પ્રતિસ્પર્ધા રહી નથી. પ્રતિસ્પર્ધા ત્યારે કહેવાય જ્યારે બંને વચ્ચે 15-20 મેચ રમાય અને સ્કોર 8-7 કે 10-9 જેવો હોય. 3-0, 10-1… હવે આ પ્રતિસ્પર્ધા રહી નથી.”

વધુ વાંચો : Asia Cup બાદ વધુ એક સિરીઝમાંથી રિષભ પંત આઉટ, સામે આવી સૌથી મોટી અપડેટ

રન ચેઝ દરમિયાન અભિષેક અને ગિલે પહેલી દસ ઓવરમાં પાકિસ્તાની બોલિંગ હુમલાનો તગડો જવાબ આપ્યો. તિલક વર્મા અને હાર્દિકે ભારતને જીત સુધી પહોંચાડ્યું. અભિષેક શર્માની શાનદાર ઇનિંગ્સને કારણે તેમને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SuryaKumar Yadav Viral Video Asia cup 2025 India Vs Pakistan

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ