ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Asia Cup બાદ વધુ એક સિરીઝમાંથી રિષભ પંત આઉટ, સામે આવી સૌથી મોટી અપડેટ

સ્પોર્ટ્સ / Asia Cup બાદ વધુ એક સિરીઝમાંથી રિષભ પંત આઉટ, સામે આવી સૌથી મોટી અપડેટ

Published By: Shilpa Parmar

Last Updated: 09:18 AM, 23 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND Vs WI : રિષભ પંતના ફેન્સ માટે એક દુઃખના સમાચાર છે. ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત Asia Cup બાદ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝમાં પણ ટીમનો ભાગ બની શકશે નહીં. જાણો શું છે કારણ?

ADVERTISEMENT

ભારતીય ટીમ એશિયા કપ 2025માં સતત જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે અને ખિતાબની દાવેદાર ગણાઈ રહી છે. પરંતુ આ દરમિયાન પંતને લઈને નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. એશિયા કપમાંથી બહાર થયા પછી હવે ખબર આવી છે કે તેઓ વેસ્ટ ઈન્ડિઝ સામેની આવનારી ટેસ્ટ સિરીઝમાં પણ રમી શકશે નહીં. જાણો શું છે કારણ?

શા માટે બહાર થયા પંત?

હકીકતમાં પંત હજુ સુધી તેમના પગની ઈજામાંથી પુરી રીતે બહાર આવ્યા નથી. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ચોથા ટેસ્ટમાં ક્રિસ વોક્સનો બોલ વાગવાથી તેમના પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. જેના કારણે તેઓ એશિયા કપ રમી શક્યા ન હતાં. હાલ એક રિપોર્ટ મુજબ, 2 ઓક્ટોબરથી શરૂ થતી વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ સિરીઝ માટેની પસંદગીની રેસમાંથી પણ તેઓ બહાર થઈ ગયા છે.

અજીત અગરકરની આગેવાની હેઠળ પસંદગી સમિતિ 24 સપ્ટેમ્બરે વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરશે, પરંતુ એ પહેલાંથી જ સંકેત મળી રહ્યા છે કે પંતને ટીમમાં સ્થાન નહીં મળે. કારણ કે BCCIની મેડિકલ ટીમે તેમને હજી સુધી ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું નથી.

પ્રેક્ટિસ પણ નથી શરૂ કરી

હાલમાં પંત બેંગલોરની નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA)માં પોતાની ઈજાનું રિહેબિલિટેશન કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ તેમણે હજી સુધી બેટિંગ કે વિકેટકીપિંગની પ્રેક્ટિસ શરૂ કરી નથી. એવામાં ટેસ્ટ સિરીઝ માટે તેમની તૈયારી અધૂરી રહી જશે.

હવે નજર ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર

મોટો સવાલ એ છે કે રિષભ પંત ટીમ ઈન્ડિયામાં ક્યારે વાપસી કરશે? વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પછી ભારતને ઑસ્ટ્રેલિયા પ્રવાસ કરવો છે, જ્યાં વનડે અને T20 મેચ યોજાશે. આશા છે કે પંતને ઑસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં ફિટનેસ ક્લિયરન્સ મળી જશે. જો એવું બન્યું તો જ તેઓ ફરીથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકશે.

વધુ વાંચો : 'ફરહાને AK-47 ચલાવી તો ભારતે બ્રહ્મોસ મિસાઈલ છોડી...' પૂર્વ પાક ખેલાડીએ પોતાની ટીમની જ ઉડાવી મજાક

ટીમ માટે પંતની અગત્યતા

27 વર્ષના રિષભ પંત માત્ર ભારતીય ટેસ્ટ ટીમના ઉપ-કેપ્ટન જ નથી, પરંતુ તેમની બેટિંગ અને વિકેટકીપિંગ બંને ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમની ગેરહાજરીમાં ટીમ મેનેજમેન્ટને વિકેટકીપિંગ માટે કે.એલ. રાહુલ અથવા સંજુ સેમસન જેવા વિકલ્પો પર વિચારવું પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2025 IND Vs WI Rishabh Pant out of West Indies Test series

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ