ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / શ્રીલંકા તો એશિયા કપમાંથી OUT! તો હવે કોના ફાળે જશે ફાઇનલની ટિકિટ, ભારત vs પાકિસ્તાન?
Last Updated: 08:38 AM, 24 September 2025
ADVERTISEMENT
પાકિસ્તાનની શ્રીલંકા પરની જીત પછી એશિયા કપ ફાઇનલની દોડ વધુ રસપ્રદ બની ગઈ છે. સુપર-4માં પહોંચેલી ચાર ટીમોમાંથી એક શ્રીલંકા હવે લગભગ બહાર થઈ ગઈ છે.
ADVERTISEMENT
જો કોઈ ચમત્કાર નહીં બને તો ફાઇનલમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી જ બે ટીમો એકબીજાને ટક્કર આપવા સામસામે મેદાનમાં ઊતરશે. ભારતની દાવેદારી સૌથી મજબૂત છે, કારણ કે તેનો નેટ રન રેટ સારો છે અને ટીમ પણ ખુબ જ મજબૂત છે. અસલી ટક્કર બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે જોવા મળશે.
શ્રીલંકાની પાકિસ્તાન સામે હાર
ADVERTISEMENT
પાકિસ્તાનને સુપર-4માં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ત્યારબાદ તેણે શ્રીલંકાને હરાવીને સ્પર્ધાને વધુ જ રસપ્રદ બનાવી દીધી છે. ત્રણ સતત જીત બાદ થયેલી બે હારે શ્રીલંકાની સફર લગભગ પૂરી કરી દીધી છે. હવે ભારતીય ટીમ આજે બાંગ્લાદેશ સામે મેદાનમાં ઊતરશે. બંને ટીમો પાસે 1-1 જીત છે, એટલે આજે જે જીતશે તે સીધી ફાઇનલમાં પહોંચશે. હારનાર ટીમ પાસે એક છેલ્લો મોકો રહેશે.
Extremely difficult for Sri Lanka to qualify for the final from here #AsiaCup2025 pic.twitter.com/KuJDOx2JeO
— ESPNcricinfo (@ESPNcricinfo) September 24, 2025
ADVERTISEMENT
ફાઇનલની દોડ બનશે વધુ શાનદાર
હાલ પોઇન્ટ ટેબલમાં ભારત 2 પોઇન્ટ સાથે અને 0.689 નેટ રન રેટ ધરાવીને પ્રથમ સ્થાને છે. પાકિસ્તાન, શ્રીલંકાને હરાવ્યા પછી 2 પોઇન્ટ અને 0.226 નેટ રન રેટ સાથે બીજા ક્રમે છે. બાંગ્લાદેશ 2 પોઇન્ટ અને 0.121 નેટ રન રેટ સાથે ત્રીજા ક્રમે છે. શ્રીલંકા તેના બંને સુપર-4 મુકાબલા હારીને હવે લગભગ બહાર છે. આજે ભારત અને બાંગ્લાદેશનો મુકાબલો એક ફાઇનલિસ્ટ ટીમનું નામ નક્કી કરી દેશે.
ADVERTISEMENT
શું છે ફાઇનલનું સમીકરણ?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે જીતશે તે 4 પોઇન્ટ મેળવી ફાઇનલમાં પ્રવેશ મેળવી લેશે. જેમાં હાર થશે તેની સ્થિતિ મુશ્કેલ બનશે. જો બાંગ્લાદેશ હારે તો ભારત ફાઇનલમાં પહોંચી જશે અને ત્યારબાદ તેને પાકિસ્તાન સામે રમવું પડશે. અહીં જે જીતશે તે ફાઇનલની ટિકિટ ઝડપી લેશે.
ADVERTISEMENT
વધુ વાંચો : Asia Cup 2025 : પાકિસ્તાને શ્રીલંકાને 5 વિકેટથી હરાવ્યું, ફાઇનલમાં ભારતનો સામનો?
ફાઇનલમાં કોણ જશે?
ADVERTISEMENT
જો ભારતીય ટીમ આજે હારી જાય તો તેને છેલ્લો મુકાબલો શ્રીલંકા સામે રમવો પડશે. તે પહેલાં એક દિવસ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેનો મુકાબલો થશે. જો પાકિસ્તાન જીતે તો ભારતને શ્રીલંકા સામે મોટી જીત સાથે નેટ રન રેટ સુધારીને જ ફાઇનલમાં પહોંચવું પડશે. જ્યારે જો બાંગ્લાદેશ પાકિસ્તાનને હરાવે તો ભારત ફક્ત શ્રીલંકાને હરાવીને ફાઇનલમાં પહોંચી જશે. પરંતુ જો અંતમાં પાકિસ્તાન અને ભારત બંને તેમના છેલ્લા મુકાબલામાં હારી જાય તો ફાઇનલમાં કોણ જશે તેનો નિર્ણય નેટ રન રેટના આધારે થશે.
સંકળાયેલા મુદ્દાઓ