ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / Video: 'મુંબઈ ચા રાજા' ના કહો, રોહિત શર્માએ કેમ હાથ જોડીને ફેન્સને કરી આવી અપીલ
Last Updated: 03:14 PM, 6 September 2025
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં રોહિત શર્માનો જે વીડિયો ફરી રહ્યો છે તેમાં રોહિત હાથ જોડીને અપીલ કરતાં નજરે પડી રહ્યા છે. જાણો શું છે વીડિયોમાં?
ADVERTISEMENT
શું છે ઘટના?
રોહિત શર્માના ચાહકોની યાદી ખૂબ જ લાંબી છે. પરંતુ ગણપતિ પંડાલમાં રોહિતે જે કર્યું તે જાણ્યા પછી તેમની ઈજ્જત તમારા દિલમાં ચોક્કસ વધી જશે. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ‘હિટમેન’ રોહિત શર્મા ગણપતિ પંડાલમાં પૂજા-પાઠ કરતાં નજરે પડી રહ્યા છે.
ADVERTISEMENT
પંડાલમાં પૂજા દરમિયાન તેમના કેટલાક ચાહકો નારો લગાવવા લાગ્યા, "મુંબઈનો રાજા કોણ?" અને જવાબમાં ચાહકો રોહિતનું નામ બોલવા લાગ્યા, પરંતુ આ વાત તેમને પસંદ આવી નહીં. રોહિતે માથું ઉંચું કરી ઇશારો કર્યો કે આ બંધ કરો અને હાથ જોડીને નમ્રતાપૂર્વક ચાહકોને વિનંતી કરવા લાગ્યા.
અહીં જુઓ વાયરલ વીડિયો
ADVERTISEMENT
Rohit stopped everyone to chant Mumbai Cha Raja in front of Bappa🥺
— Shikha (@Shikha_003) September 5, 2025
He is so down to earth, humble person. 🥹🤌 pic.twitter.com/gPKWyPg8Fy
રોહિત શર્માએ પાસ કર્યો ટેસ્ટ
ADVERTISEMENT
હાલમાં ભારતીય ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ લેવામાં આવ્યો હતો, જેમાં રોહિત શર્મા ફિટનેસ અને તંદુરસ્તી ટેસ્ટ પાસ કરી ચૂક્યા છે. કહેવાય છે કે રજાના દિવસોમાં પણ તેમણે પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપ્યું હતું.
ટેસ્ટ અને T20 ફોર્મેટને કહ્યું અલવિદા
ADVERTISEMENT
રોહિત શર્મા પહેલેથી જ ટેસ્ટ અને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે, પરંતુ તેઓ હજુ પણ વનડે ફોર્મેટમાં સક્રિય છે.
વધુ વાંચો : એવાં 2 ખેલાડીઓ, જેને BCCI આપે છે રોહિત-કોહલી સમકક્ષ સેલરી, નામ ચોંકાવનારા
ADVERTISEMENT
‘હિટમેન’ રોહિત શર્માએ સૌપ્રથમ ભારતીય ટીમને 2024માં T20 વર્લ્ડ કપનો ખિતાબ અપાવ્યા બાદ T20 ફોર્મેટને અલવિદા કહ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં તેમણે રેડ બૉલ ક્રિકેટને પણ અલવિદા કહી દીધું. હવે તેઓ માત્ર વનડે ફોર્મેટમાં જ સક્રિય રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ