ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એવાં 2 ખેલાડીઓ, જેને BCCI આપે છે રોહિત-કોહલી સમકક્ષ સેલરી, નામ ચોંકાવનારા

સ્પોર્ટ્સ / એવાં 2 ખેલાડીઓ, જેને BCCI આપે છે રોહિત-કોહલી સમકક્ષ સેલરી, નામ ચોંકાવનારા

Last Updated: 12:09 PM, 6 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCI પોતાની મેન્સ ક્રિકેટ ટીમના પ્લેયર્સને ગ્રેડ મુજબ સેલરી આપે છે. જેમાં રોહિત અને કોહલી બે ફોર્મેટમાં નિવૃતિ બાદ પણ સૌથી ટોપના ગ્રેડમાં સામેલ છે. રોહિત - કોહલી જેટલો પગાર માત્ર બીજા બે ક્રિકેટર્સને જ આપવામાં આવે છે.

ADVERTISEMENT

ભારતની ક્રિકેટ ટીમને અનેક મેચમાં વિજય અપાવનાર રોહિત શર્મા અને વિરાટ કોહલી ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. હવે આ બંને પ્લેયર્સ માત્ર ODI જ રમે છે, જેને BCCI મોટો પગાર આપે છે. BCCI ની સેલરી સિસ્ટમમાં ચાર ગ્રેડ પાડવામાં આવ્યા છે. જેમાં ભારતીય ક્રિકેટરર્સમાં ફક્ત 2 ખેલાડીઓ એવા છે જેને રોહિત અને વિરાટ જેટલો પગાર આપવામાં આવે છે.

  • રોહિત અને કોહલીને કેટલો અપાય છે પગાર?

BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ક્રિકેટર્સને ચાર ગ્રેડમાં ડિવાઇડ કરાયા છે. આ પ્લેયર્સને ગ્રેડ A+, ગ્રેડ A, ગ્રેડ B અને ગ્રેડ C મુજબ પગાર આપવામાં આવે છે. ગ્રેડ A+ વાળા ક્રિકેટર્સને વાર્ષિક 7 કરોડ રૂપિયા, ગ્રેડ A ક્રિકેટર્સને 5 કરોડ રૂપિયા, ગ્રેડ B ક્રિકેટર્સને 3 કરોડ રૂપિયા અને ગ્રેડ C ક્રિકેટર્સને 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ગ્રેડ A+ માં આવતા હોવાથી BCCI તેમને એક વર્ષનો 7 કરોડ રૂપિયાનો પગાર આપે છે.

  • રોહિત કોહલી સિવાય આ 2 ક્રિકેટર્સને મળે છે 7 કરોડ

રોહિત શર્મા અને વિરાટ કોહલી સિવાય ફક્ત જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને ગ્રેડ A+ માં સામેલ કરાયા છે. આથી રોહિત શર્મા અને વિરાટ સાથે ફક્ત બુમરાહ અને જાડેજાને BCCI દ્વારા વાર્ષિક 7 કરોડ રૂપિયાનો પગાર અપાય છે.

વધુ વાંચો : માત્ર 17 રન અને હાર્દિક પંડ્યા રચશે ઈતિહાસ, એશિયા કપમાં પહેલી વખત સર્જાશે મહારેકોર્ડ

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયા તરફથી રમતા જોવા મળ્યા હતા. આ બંને પ્લેયર્સ T20 ફોર્મેટમાં યોજાનારા એશિયા કપમાં નહીં રમે, કેમ કે, તેમને T20 ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી છે. જો રોહિત અને કોહલી આ વર્ષે ટીમ ઇન્ડિયા તરફથી દરેક ODI મેચ રમશે તો તેઓ માત્ર 6 મેચમાં જ જોવા મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Salary Rohit Sharma Virat Kohli
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ