ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / UAE વિરૂદ્ધ મેચ પહેલા જ પાકિસ્તાનને મોટો ઝટકો, લેવાયા એક્શન

Asia Cup 2025 / UAE વિરૂદ્ધ મેચ પહેલા જ પાકિસ્તાનને મોટો ઝટકો, લેવાયા એક્શન

Published By: Shilpa Parmar

Last Updated: 11:29 AM, 17 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2025 : એશિયા કપ 2025 દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના દબાણ પછી મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને પાકિસ્તાન અને UAE વચ્ચેના મુકાબલામાંથી હટાવી દેવામાં આવ્યા છે. જાણો શું છે સમગ્ર મામલો?

ADVERTISEMENT

એશિયા કપ 2025માં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. ICCના એલિટ પેનલના મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ હવે પાકિસ્તાન અને UAE વચ્ચે આજે એટલે કે 17 સપ્ટેમ્બરના મહત્વપૂર્ણ મુકાબલામાં હાજર નહીં રહે.

અહેવાલ મુજબ આ નિર્ણય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના દબાણ બાદ લેવાયો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, હવે પાયક્રોફ્ટ પાકિસ્તાનના તમામ મુકાબલાઓમાંથી બહાર થઈ ગયા છે. તેમની જગ્યાએ UAE સામેના મેચમાં રિચી રિચાર્ડસનને મેચ રેફરી તરીકે જોવામાં આવી શકે છે.

મુકાબલામાંથી બહાર થયા એન્ડી પાયક્રોફ્ટ

ભારત-પાકિસ્તાન મેચ બાદ નો હેન્ડશેક વિવાદ ઊભો થયો હતો. જેમાં 7 વિકેટથી જીત્યા બાદ ભારતીય ખેલાડીઓએ પહલગામ આતંકી હુમલાના શહીદોના સન્માનમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો ન હતો.

તેનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) નારાજ થઈ ગયું હતું અને તેમનો આક્ષેપ હતો કે આ બધું પાયક્રોફ્ટના કહેવા પર થયું છે. PCBનું કહેવુ હતું કે ટોસ દરમિયાન પાયક્રોફ્ટે પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાને ભારતીય કેપ્ટન સૂર્યા સાથે હાથ ન મિલાવવા કહ્યું હતું.

આ કારણસર પાકિસ્તાને ICCમાં એન્ડી પાયક્રોફ્ટની ફરિયાદ પણ કરી હતી. તેમણે આખા ટુર્નામેન્ટમાંથી પાયક્રોફ્ટને હટાવવાની માંગ કરી હતી, જેને ICCએ નામંજૂર કરી. પરંતુ હવે સમાધાનરૂપે તેમને UAE સામેના મુકાબલામાંથી હટાવી દેવામાં આવ્યા છે.

આ નિર્ણય પાછળ એક કારણ એ પણ હોઈ શકે છે કે PCBએ ધમકી આપી હતી કે જો એન્ડીને નહીં હટાવાય તો તેઓ આ ટુર્નામેનનો બહિષ્કાર કરશે.

કોણ કરશે સુપર-4માં પ્રવેશ?

પાકિસ્તાન અને UAE માટે આજનો મુકાબલો ‘કરો કે મરો’ જેવો છે. જે ટીમ જીતશે, તે સીધું એશિયા કપ 2025ના સુપર-4માં પ્રવેશ કરશે. જો પાકિસ્તાન UAEને હરાવશે તો 21 સપ્ટેમ્બરે તેનો મુકાબલો ફરી એકવાર ભારત સાથે થશે.

જાણાવી દઈએ કે આજનો મુકાબલો દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં ભારતે તાજેતરમાં પાકિસ્તાનને 7 વિકેટથી પરાજય આપ્યો હતો.

વધુ વાંચો : અફઘાનિસ્તાનની હારથી સુપર-4માં પહોંચવાની રેસ બની રોમાંચક, બદલાયા સમીકરણ

હાલ પાકિસ્તાને બે મેચમાંથી એકમાં જીત મેળવી છે અને ગ્રૂપ-A ના પોઈન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે છે. બીજી તરફ UAEએ પણ બેમાંથી એક મેચ જીતી છે, પરંતુ ખરાબ નેટ રન રેટને કારણે તે ત્રીજા સ્થાને છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2025 PAK vs UAE Pakistan vs UAE match referee controversy

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ