ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:08 AM, 17 September 2025
ADVERTISEMENT
એશિયા કપ 2025 માં ગઈકાલની મેચમાં બાંગ્લાદેશની અફઘાનિસ્તાન સામેની જીતથી પોઇન્ટ ટેબલમાં લડાઈ રોમાંચક દેખાઈ રહી છે. આ કપમાં માત્ર ભારતીય ટીમ જ સુપર-4 માં પોતાનું સ્થાન સુરક્ષિત કરી શકી છે. ગૃપ-B માં આગામી રાઉન્ડમાં પહોંચવાની લડાઈ ઈન્ટરેસ્ટિંગ બની છે. કેમ કે, 16 સપ્ટેમ્બરના રોજ બાંગ્લાદેશે 8 રનથી જીત મેળવી હતી અને સુપર-4 માં પહોંચવાની રેસમાં પોતાને બનાવી રાખ્યું હતુ. જેથી હવે ગૃપ-B માં બાકી રહેલી છેલ્લી મેચ અફઘાનિસ્તાન માટે ખૂબ જ મહત્વની સાબિત થશે.
ADVERTISEMENT
Bangladesh get over the line! ✌️
— AsianCricketCouncil (@ACCMedia1) September 16, 2025
It went down to the wire but 🇧🇩 channeled their Tiger spirit to fight until the end, picking up a win and staying alive in the tournament.#BANvAFG #DPWorldAsiaCup2025 #ACC pic.twitter.com/eNNBUO9B0i
ગૃપ B માં ત્રણ ટીમો વચ્ચે આ સમીકરણો
ADVERTISEMENT
બાંગ્લાદેશની ટીમે ગૃપ B માં તેની ત્રણ મેચ રમી છે, જેમાં આ ટીમ 2 જીત અને એક હાર બાદ -0.270 નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે. તો શ્રીલંકા 2 મેચ રમીને બંને જીત સાથે 4 પોઈન્ટ અને 1.546 નેટ રન રેટ સાથે પ્રથમ સ્થાને છે. હોંગકોંગ તેની ત્રણેય મેચ હાર્યા બાદ સુપર-4ની રેસમાંથી બહાર થઈ ગયું છે. તો અફઘાનિસ્તાન બે મેચમાં એક જીત અને એક હાર સાથે ત્રીજા નંબર પર છે, જેમાં તેનો નેટ રન રેટ 2.150 છે.
Tanzid takes heavy toll! 💥
— AsianCricketCouncil (@ACCMedia1) September 16, 2025
In the battle of the lefties, Tanzid Hasan Tamim won this phase, sending the ball to the fence 4️⃣ times this over. 🤯 #BANvAFG #DPWorldAsiaCup2025 #ACC pic.twitter.com/MouZ5MsDVL
ADVERTISEMENT
આવી સ્થિતિમાં જો અફઘાનિસ્તાન 18 સપ્ટેમ્બરે શ્રીલંકા સામેની મેચમાં હારનો સામનો કરે છે તો બાંગ્લાદેશ અને શ્રીલંકા બંને સુપર-4 માં સામેલ થઈ જશે. બીજી તરફ જો અફઘાનિસ્તાન શ્રીલંકા સામે જીતશે તો તે સુપર-4માં પહોંચશે. અને શ્રીલંકા અને બાંગ્લાદેશમાં જેની નેટ રન રેટ વધુ સારી હશે તે ટીમ આગામી રાઉન્ડમાં પહોંચશે. પરંતુ શ્રીલંકાનો નેટ રન રેટ ઘણો સારો છે, જેથી શ્રીલંકા જો અફઘાનિસ્તાન સામેની મેચમાં ઓછામાં ઓછા 70 રનથી અથવા 50 બોલ બાકી હોય ત્યારે હારે તો જ તેનો નેટ રન રેટ બાંગ્લાદેશ કરતા ઓછો થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગૃપ Aમાં ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં પહેલા નંબર પર છે, ભારત તેની બંને મેચ જીતીને સુપર-4 માટે પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી ચૂકી છે ત્યારે બીજી ટીમનો નિર્ણય 17 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને UAE વચ્ચેની મેચથી થશે. અત્યારે પોઇન્ટ ટેબલમાં પાકિસ્તાનની ટીમ 2 પોઈન્ટ અને 1.649 નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે ત્યારે UAEની ટીમ 2 પોઈન્ટ અને -2.030 નેટ રન રેટ સાથે ત્રીજા સ્થાને છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ