ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / 'તે 14 વર્ષનો છે કે નહીં?', વૈભવ સૂર્યવંશીની ઉંમર પર આ કોને સવાલ ઉઠાવ્યો, અને કેમ?
Last Updated: 11:40 AM, 3 September 2025
ADVERTISEMENT
વૈભવ સૂર્યવંશીની ઉંમરને લઈને શરૂઆતથી જ ખૂબ ચર્ચાઓ થતી આવી છે. થોડા સમય પહેલા BCCIએ વૈભવનો બોન ટેસ્ટ પણ કરાવ્યો હતો, જેમાં તેમને BCCI તરફથી લીલી ઝંડી મળી હતી. છતાંય લોકો વારંવાર આ યુવા ક્રિકેટરની ઉંમર પર સવાલ કરે છે. હાલ વધુ એક ક્રિકેટરે વૈભવ સૂર્યવંશીની ઉંમરને લઈને સવાલો કર્યો છે.
ADVERTISEMENT
કોણ કરી રહ્યું છે વૈભવની ઉંમર પર શંકા?
યુવા ક્રિકેટર વૈભવની ઉંમર પર શંકા કરનાર ખેલાડી IPL ટીમ રાજસ્થાન રોયલ્સના નીતીશ રાણાછે. તેઓ વૈભવ સાથે IPLમાં રમ્યા હતાં. તેમણે પણ હવે આ ઓપનર વિશે કહ્યું કે
ADVERTISEMENT
“એ ખરેખર 14 વર્ષનો છે કે નહીં?”
IPLમાં રમનારો સૌથી નાનો ખેલાડી
ADVERTISEMENT
14 વર્ષીય વૈભવ સૂર્યવંશી IPLમાં રમનારો સૌથી નાનો ખેલાડી બની ગયો છે. ત્યારબાદ તેણે ઉંમર સંબંધિત ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. જેમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારનારો ખેલાડી બનવાનો રેકોર્ડ પણ સામેલ છે. પોતાના ડેબ્યૂ IPL સીઝનમાં તેણે માત્ર 38 બોલમાં 101 રનની અદ્ભુત ઇનિંગ રમી હતી, જે ટૂર્નામેન્ટના ઇતિહાસની બીજી સૌથી ઝડપી સદી છે.

ADVERTISEMENT
શું છે વૈભવની ઉંમર પાછળનું સત્ય?
કેટલાક લોકોના મનમાં આ સવાલ હતો કે શું વૈભવ સાચે જ 14 વર્ષનો છે? ભારતમાં ક્રિકેટમાં ઉંમર સંબંધિત છેતરપિંડીનો ઇતિહાસ રહી ચૂક્યો છે. વૈભવ સૂર્યવંશીના પરિવારજનો આ વાતનો સ્પષ્ટ ઈનકાર કરી ચૂક્યા છે. તેમણે જન્મતારીખનું પ્રમાણપત્ર પણ બતાવ્યું છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે નાની ઉંમરમાં આટલી અદભૂત પ્રતિભા ભારતીય ક્રિકેટમાં પહેલા કદી જોવા મળી નથી.
ADVERTISEMENT
નીતીશ રાણાએ વૈભવ વિશે શું કહ્યું?
હાલમાં પોતાની કેપ્ટનશીપ હેઠળ વેસ્ટ દિલ્હી લાયન્સને દિલ્હી પ્રીમિયર લીગનું ખિતાબ જીતાડનારા નીતીશ રાણાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન વૈભવ સૂર્યવંશી સહિત રાજસ્થાન રોયલ્સના કેટલાક સાથી ખેલાડીઓ વિશે વાત કરી. જ્યારે નીતિશને પૂછવામાં આવ્યું કે "બિહારના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી વિશે એવી કઈ વાત છે જે દુનિયા નથી જાણતી?" તો રાણાએ તરત કહ્યું
ADVERTISEMENT
“એ ખરેખર 14 વર્ષનો જ છે કે નહીં?”
જોકે પછી તરત જ ઉમેર્યું કે
"હું તો મજાક કરી રહ્યો હતો."
નીતીશ રાણાએ સંજુ સેમસન અંગે શું કહ્યું?
પાછલા વર્ષે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રહેલા સંજુ સેમસન અંગે પણ નીતીશ રાણાને એવો જ સવાલ પૂછવામાં આવ્યો. તો રાણાએ ફરી મજાકમાં કહ્યું
"એ આવતા વર્ષે ક્યાં રમશે?"

આ જવાબથી તેઓ તાજેતરની એવી અફવાઓ તરફ ઈશારો કરી રહ્યા હતા, જેમાં કહેવાતું હતું કે સેમસન રોયલ્સ છોડી દેવાનો વિચાર કરી રહ્યા છે. રિયાન પરાગ વિશેનો તેમનો જવાબ વધુ સ્પષ્ટ હતો. આ સીઝનમાં સંજુ સેમસનની ગેરહાજરીમાં રિયાન પરાગે રાજસ્થાનની કેપ્ટનશીપ સંભાળી હતી. એવી ખબર છે કે ફ્રેન્ચાઇઝીમાં બધા લોકો તેના પક્ષમાં ન હતાં.
નીતીશ રાણાએ આગળ કહ્યું કે ,
“જેવો એ દેખાય છે એવો એ નથી. વાસ્તવિક જીવનમાં એ ખૂબ સરળ છે, ખૂબ સારું બોલે છે. કદાચ ટીવી પર તેનો એટીટ્યુડ અલગ રીતે દેખાય છે. પરંતુ એ એવો નથી.”
પોતાના વિશે બોલતાં રાણાએ કહ્યું,
“મને લાગે છે કે ક્રિકેટથી મોટું બીજું કંઈ નથી. આ રમત કોઈપણ મેચથી, કોઈપણ ખેલાડીથી કે કોઈ પણ વસ્તુથી પણ મોટી છે. ક્રિકેટને મેં એવી જગ્યાએ જોયું છે જ્યાં મેં ન પોતાને જોયો છે, ન મારા પરિવારને અને ન કોઈ બીજાને. ક્રિકેટ મારા માટે સર્વોચ્ચ છે.”
વધુ વાંચો: ગરદનમાં ભયંકર દુખાવો, છતાંય 38 વર્ષની ઉંમરે નોવાક જોકોવિચે સર્જી કાઢ્યો ઈતિહાસ
નીતીશ રાણાએ મજાકીયા અંદાઝમાં ઘણા ક્રિકેટર્સ વિશે વાત કરી અને તેમના માટે ક્રિકેટ શું છે તેની પણ વાત કરી. હવે જોવું રહ્યું કે તેમની કરેલી આ વાતો માત્ર મજાક હતી કે આવનાર સમયમાં થનાર કોઈ મોટાં બદલાવ અંગે ઈશારો છે?
સંકળાયેલા મુદ્દાઓ