ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:35 AM, 3 September 2025
ADVERTISEMENT
US Open 2025: નોવાક જોકોવિચે ગર્દનમાં તકલીફ હોવા છતાં પણ યાન લેનાર્ડ સ્ટ્રફને હરાવીને રેકોર્ડ 64 માં ગ્રાન્ડ સ્લેમ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. તેમણે એક જ સીઝનમાં ચારેય ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવનાર સૌથી મોટી ઉંમરના મેલ પ્લેયર બનીને ઇતિહાસ રચ્યો. જોકોવિચ 40, 15-0 થી આગળ હતા ત્યારે જ 24 વાર ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયને ગર્દનની પાછળ હાથ રાખ્યો અને માથું ફેરવવા લાગ્યા. 38 વર્ષીય જોકોએ આમ તો ગેમ ચાલુ જ રાખી પણ વચ્ચે વચ્ચ તે તેની ગર્દન પર હાથ ફેરવતો રહ્યો હતો.
ADVERTISEMENT

નોવાક જોકોવિચ યુએસ ઓપન 2024ના રનર-અપ ટેલર ફ્રિટ્ઝનો સામનો કરવા માટે તૈયાર છે. ચોથા ક્રમાંકિત ફ્રિટ્ઝે ચેક રિપબ્લિકના ટોમસ માચાકને 6-4,6-3,6-3 થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ દરમિયાન લેનાર્ડ સ્ટ્રફ સામેની મેચમાં જોકોવિચને થોડી મુશ્કેલી પડી તેણે ફિઝિયોની મદદ પણ લેવી પડી. પરંતુ તેણે લય પાછી મેળવી લીધી અને મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું.
ADVERTISEMENT
વધુ વાંચો: ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કોચ ટીમ ઈન્ડિયા માટે ખતરો! એશિયા કપમાં થશે સામનો

ADVERTISEMENT
જોકોવિચે બનાવ્યો રેકોર્ડ
આ જીત સાથે જોકોવિચે અનેક રેકોર્ડ બનાવ્યા છે. તે એક જ સિઝનમાં ચારેય ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર સૌથી મોટી ઉંમરનો પુરુષ ખેલાડી બન્યો છે. આ પહેલા પાંચો ગોન્ઝાલેઝ, કેન રોઝવોલ અને જીમી કોનર્સ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. કોનર્સે 1991માં 39 વર્ષની ઉંમરે સેમિફાઇનલ સુધીની સફર દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. આ સિવાય જોકોવિચના કરિયરનો આ 14મો યુએસ ઓપન સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલ છે. આ સિદ્ધિ સાથે તેણે રોજર ફેડરર અને આન્દ્રે અગાસી (13 વખત) ને પાછળ છોડી દીધા છે. ઓપન એરાના પુરુષોની યાદીમાં જીમી કોનર્સ 17 વખત યુએસ ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને જોકોવિચથી આગળ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.