ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs PAK: કારમી હાર બાદ પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાનું નિવેદન, ફોડ્યું પરાજયનું ઠીકરું

સ્પોર્ટ્સ / IND vs PAK: કારમી હાર બાદ પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાનું નિવેદન, ફોડ્યું પરાજયનું ઠીકરું

Published By: Shilpa Parmar

Last Updated: 12:43 PM, 22 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs PAK: ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને એશિયા કપ 2025ના સુપર-4 મુકાબલામાં 6 વિકેટથી હરાવીને શાનદાર જીત મેળવી છે. હાર બાદ પાકિસ્તાન ટીમના કેપ્ટન સલમાન આગાનું નિવેદન સામે આવી રહ્યું છે, જણાવ્યું હારનું કારણ.

ADVERTISEMENT

એશિયા કપ 2025નો સુપર-4નો બીજો મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયો હતો. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ બીજી ટક્કર હતી. જેમાં ફરીથી પાકિસ્તાનને ભારત સામે હાર સ્વીકારવી પડી છે.

હાર બાદ પાકિસ્તાન ટીમના કેપ્ટન સલમાન આગાએ એક ઇન્ટરવ્યૂમાં તેમની હારનું કારણ જણાવ્યું છે. જાણો શું કહ્યું પાકિસ્તાની કેપ્ટનએ?

હાર બાદ શું બોલ્યા પાકિસ્તાની કેપ્ટન?

ભારત સામે મળેલી હાર બાદ પાકિસ્તાન ટીમના કેપ્ટન સલમાન આગાએ કહ્યું,

“અમારે હજુ પણ એક પરફેક્ટ રમત રમવાની બાકી છે, પરંતુ અમે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. એક શાનદાર રમત હતી, પરંતુ પાવરપ્લેમાં તેમણે અમારી પાસેથી મેચ છીનવી લીધી. 10 ઓવરના અંતે અમે જે સ્થિતિમાં હતા, તેને જોતા 10-15 રન વધુ કરી શકતા. 170-180 સારો સ્કોર થાત, પણ પાવરપ્લેમાં તેમણે અદ્ભુત બેટિંગ કરી અને તેના કારણે જ ફરક પડ્યો.”

તેમણે આગળ ઉમેર્યું કે,

“જો તમને લાગે કે બોલર રન લૂંટે છે, તો બદલાવ કરવાની જરૂર પડે છે, T20માં આવું જ થાય છે. ઘણા પોઝિટિવ પાસાં છે, જેમ ફખરે બેટિંગ કરી, ફરહાને બેટિંગ કરી અને હૈરીએ બોલિંગ કરી. હવે શ્રીલંકા સામેના આગામી મુકાબલાની આતુરતાથી રાહ છે.”

પાકની બીજી વાર ભારત સામે હાર

પાકિસ્તાનને એશિયા કપ 2025માં બીજી વાર ભારત સામે હારનો સામનો કરવો પડ્યો છે. તે પહેલાં લીગ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યુ હતું. જ્યારે હવે સુપર-4માં 6 વિકેટથી હરાવ્યું છે.

વધુ વાંચો : VIDEO: પાકિસ્તાનનું નાક કાપ્યું! કેપ્ટન સૂર્યકુમાર યાદવે શબ્દોના ગોળા છોડ્યા, દિલ પર ઘા કર્યો

આ મેચમાં પાકિસ્તાને પહેલા બેટિંગ કરતાં 171 રન બનાવ્યા હતા અને ટીમ ઇન્ડિયાને જીત માટે 172 રનનું લક્ષ્ય આપ્યું હતું, પરંતુ ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવીને 18.5 ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કરી લીધું. ટીમ ઇન્ડિયાની તરફથી અભિષેક શર્માએ સૌથી વધુ 74 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, જેમાં તેમણે 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India vs Pakistan Super 4 match result Salman Aga post match interview IND vs PAK Asia Cup 2025

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ