ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: પાકિસ્તાનનું નાક કાપ્યું! કેપ્ટન સૂર્યકુમાર યાદવે શબ્દોના ગોળા છોડ્યા, દિલ પર ઘા કર્યો

IND vs PAK / VIDEO: પાકિસ્તાનનું નાક કાપ્યું! કેપ્ટન સૂર્યકુમાર યાદવે શબ્દોના ગોળા છોડ્યા, દિલ પર ઘા કર્યો

Published By: Vidhata Gothi

Last Updated: 10:47 AM, 22 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2025: 21 સપ્ટેમ્બરની સાંજે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર 4 મેચ રમાઈ, જેમાં ભારતે પાકિસ્તાન સામે 172 રનનો ટાર્ગેટ માત્ર 18.5 ઓવરમાં હાંસલ કરીને શાનદાર જીત નોંધાવી. ત્યારે આ પછી પ્રેસ કોન્ફરન્સમાં ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે એવી વાત કરી દીધી કે પાકિસ્તાનને મરચાં લાગ્યા હશે!

ADVERTISEMENT

IND vs PAK Asia Cup 2025: રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં એશિયા કપ 2025ની સુપર ફોર મેચમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ, જેમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવી દીધું. એશિયા કપ 2025માં ભારતે બીજી વાર પાકિસ્તાન સામે જીત મેળવી. અગાઉ ગ્રુપ સ્ટેજની 14 સપ્ટેમ્બરે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હટાવ્યું હતું. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાન સામે આ ભારતની આ 12ની જીત રહી. અત્યાર સુધીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 T20 મેચ રમાઈ છે. જેમાંથી 12 મેચમાં ભારતની જીત થઈ છે, જ્યારે પાકિસ્તાનને માત્ર 3 મેચમાં જ જીત મળી છે.

કેપ્ટન સૂર્યાએ ધોઈ નાખ્યા

ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં પોતાના શબ્દોથી પાકિસ્તાનને ખરાબ રીતે ધોઈ નાખ્યું. ભારત સામેની શરમજનક હાર બાદ, પાકિસ્તાન ક્રિકેટ ટીમ હવે મોઢું બતાવવાને લાયક પણ નથી રહી. જીત પછીની પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરતા સૂર્યકુમાર યાદવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની રાઇવલરીના સવાલ પર જોરદાર જવાબ આપ્યો છે, જેનાથી પાકિસ્તાનને ભારે મરચાં લાગ્યા હશે. સુર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને આગ્રહ કર્યો કે હવે તમારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાઇવલરીને લઈને સવાલો પૂછવાનું બંધ કરી દેવું જોઈએ.

પાકિસ્તાન પર કર્યો શાબ્દિક પ્રહાર

સૂર્યકુમાર યાદવે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાઇવલરીને લઈને કહ્યું,

'હવે તમારે લોકો (પત્રકારો)એ ભારત અને પાકિસ્તાન વચ્ચેની રાઇવલરી વિશે સવાલો પૂછવાનું બંધ કરી દેવું જોઈએ. મારા હિસાબથી જો બે ટીમો 15-20 મેચ રમે છે અને સ્કોર બરાબર રહે, તો તે રાઇવલરી છે. 10-0, 10-1, મને નથી ખબર કે આંકડા શું છે, પરંતુ હવે તે રાઇવલરી નથી રહી. મને લાગે છે કે અમે તેમના (પાકિસ્તાન) કરતા વધુ સારી ક્રિકેટ રમ્યા, અને બોલિંગના દૃષ્ટિકોણથી પણ.'

સૂર્યકુમાર યાદવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાન સામે ભારતના પ્રભાવશાળી રેકોર્ડનો પણ ઉલ્લેખ કર્યો, જે હવે 12-3 પર છે.

vtv app promotion

ભારતની ફિલ્ડિંગ પર કેપ્ટનનું મોટું નિવેદન

ભારતે પાકિસ્તાનની ઇનિંગ દરમિયાન કેટલાક ફિલ્ડિંગ પડકારોનો સામનો કરવો પડ્યો, શરૂઆતમાં ઘણા કેચ પણ છૂટી ગયા. કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ ભૂલો પર મજાક ઉડાવતા કહ્યું,

"મને લાગે છે કે ફિલ્ડિંગ કોચે એવા ખેલાડીઓને પહેલાથી જ ઇમેઇલ કરી દીધા છે જેમના હાથ પર માખણ લાગ્યું હતું. એ સારું છે કે આ શરૂઆતમાં થયું, કારણ કે આગળ અમારી પાસે વધુ મહત્ત્વપૂર્ણ મેચો છે."

સૂર્યકુમાર યાદવે એ વાતને પણ ફગાવી દીધી કે ફ્લડલાઇટ્સને દોષ આપવામાં આવે. તેમણે કહ્યું, "ફ્લડલાઇટ્સ કોઈ બહાનું ન હોઈ શકે."

આ પણ વાંચો: રઉફ-અભિષેક વચ્ચે ચાલુ મેચે શું થયું? શર્માજીએ બોલાચાલીનું કારણ જણાવ્યું, કહેશો બરોબર કર્યું

ભારતે પાકિસ્તાનનો 172 રનનો ટાર્ગેટ 18.5 ઓવરમાં છ વિકેટ બાકી રહીને હાંસલ કરી લીધો. ભારતના ધારદાર બેટ્સમેન અભિષેક શર્માએ રન ચેઝમાં મુખ્ય ભૂમિકા ભજવી, 39 બોલમાં 74 રન બનાવ્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવે અભિષેક શર્માની પ્રશંસા કરતા કહ્યું,

"તે ખૂબ જ નિઃસ્વાર્થ છે. પાવરપ્લે પછી પણ તે એ જ રીતે બેટિંગ કરી શકે છે. તે દરરોજ શીખી રહ્યો છે. બેટિંગના દૃષ્ટિકોણથી વિકેટ સારી હતી."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2025 Suryakumar Yadav Ind vs Pak

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ