ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / રઉફ-અભિષેક વચ્ચે ચાલુ મેચે શું થયું? શર્માજીએ બોલાચાલીનું કારણ જણાવ્યું, કહેશો બરોબર કર્યું

IND vs PAK / રઉફ-અભિષેક વચ્ચે ચાલુ મેચે શું થયું? શર્માજીએ બોલાચાલીનું કારણ જણાવ્યું, કહેશો બરોબર કર્યું

Published By: Vidhata Gothi

Last Updated: 08:22 AM, 22 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચોમાં ખેલાડીઓ વચ્ચે બબાલ થવી સામાન્ય છે. એશિયા કપ 2025ના સુપર-4 મેચમાં પણ આવી જ ઘટના બની, જ્યારે અભિષેક શર્મા અને હરિસ રઉફ વચ્ચે ઝઘડો થઈ ગયો. મેચ પછી હરિસ સાથે થયેલી બબાલ અંગે અભિષેક શર્માએ નિવેદન આપ્યું છે.

ADVERTISEMENT

Abhishek Sharma vs Haris Rauf: ભારત-પાકિસ્તાન મેચ હોય અને માહોલ ગરમ ન થાય, એવું તો કેવી રીતે બને! 21 સપ્ટેમ્બરની સાંજે દુબઈમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં સુપર 4 મેચ રમાઈ, જે સંપૂર્ણપણે ભારતના નામે રહી. રવિવારે, ભારતે પાકિસ્તાન સામે 172 રનનો ટાર્ગેટ માત્ર 18.5 ઓવરમાં હાંસલ કરીને શાનદાર જીત નોંધાવી. આ જીતનો શ્રેય જાય છે અભિષેક શર્મા અને શુભમન ગિલને, જેમણે પહેલી વિકેટ માટે માત્ર 49 બોલમાં 105 રન કરીને મેચનું પાસું પલટી દીધી.

આ મેચમાં ભારતીય ઇનિંગ્સની પાંચમી ઓવર દરમિયાન, અભિષેક શર્મા અને હરિસ રઉફે વચ્ચે દલીલ થતાં વાતાવરણ ગરમ થઈ ગયું. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે અમ્પાયર ગાઝી સોહેલે બંનેને રોકવા માટે દરમિયાનગીરી કરવી પડી. હરિસ રઉફ સાથે એકલા અભિષેક જ નહીં, શુભમન ગિલે પણ પૂરો સપોર્ટ કર્યો. થયું એવું કે જયારે ભારતીય ટીમ પાકિસ્તાની બોલરોને ધોઈ રહી હતી, ત્યારે પાકિસ્તાની ખેલાડીઓ ઉશ્કેરાઈ ગયા. જ્યારે ફાસ્ટ બોલર હરિસ રઉફ પાંચમી ઓવર નાખવા આવ્યો, ત્યારે અભિષેકે તેના પર ચોગ્ગો ફટકાર્યો, જેના પછી રઉફ કંઈક કહેવા લાગ્યો. એના પછી અભિષેકે પણ વળતો જવાબ આપ્યો, અને બંને વચ્ચે દલીલ શરૂ થઈ ગઈ. જે પછી અમ્પાયર ગાઝી સોહેલે વચ્ચે પડવું પડ્યું.

અભિષેક અને ગિલ હરિસ રઉફ સાથે બાખડી પડ્યા

અભિષેક અને હરિસ પહેલા જ એકબીજા સાથે શાબ્દિક દલીલ કરવાની શરૂ કરી દીધું હતું, પરંતુ આ બંને વચ્ચે વિવાદ ત્યારે વધી ગયો, જયારે તેના છેલ્લા બોલ પર બાઉન્ડ્રી માર્યા પછી શુભમન ગિલ પણ કૂદયા. તે રઉફને કંઈક કહેતો જોવા મળ્યો. હરિસ રઉફ પહેલા, ગિલ પણ શાહીન આફ્રિદી સાથે ઝઘડો કરતો જોવા મળ્યો હતો. ભારતીય ઇનિંગ્સના પહેલા જ બોલ પર અભિષેક શર્માની શાહીન આફ્રિદી સાથે બબાલ થતી જોવા મળી હતી, જ્યારે તેણે તેના બોલ પર સિક્સર ફટકારી હતી. જોકે, હરિસ સાથેના તેના ઝઘડાએ ભારત-પાકિસ્તાન મેચમાં ગરમી વધારી દીધી હતી.

vtv app promotion

મેચ પછી પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન, પ્લેયર ઓફ ધ મેચ અભિષેક શર્માએ કહ્યું, 'આજે બધું ખૂબ જ સરળ હતું. જે રીતે તેઓ કોઈ કારણ વગર અમારી સામે આવી રહ્યા હતા, તે મને ગમ્યું નહીં. તેથી જ હું તેમની સામે આક્રમક રીતે રમ્યો. મારો હેતુ ટીમ માટે પ્રદર્શન કરવાનો હતો. અમે (ગિલ અને અભિષેક) સ્કુલના દિવસોથી રમી રહ્યા છીએ, એકબીજાની કંપની એન્જોય કરીએ છીએ. આજે અમે નક્કી કરી લીધું હતું અને કરી બતાવ્યું. જે રીતે ગિલ જવાબ આપી રહ્યા હતા, મને એ ખૂબ જ સારું લાગ્યું. જ્યારે તમે કોઈને આવું રમતા જુઓ છો, તો એ જ મારો ઈરાદો હોય છે. હું ખૂબ જ સખત પ્રેક્ટિસ કરી રહ્યો છું અને જો તે મારો દિવસ છે તો હું ચોક્કસપણે મારી ટીમને જીત અપાવીશ.'

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા ફાઇનલમાં! પોઈન્ટ ટેબલમાં જીત સાથે મેળવી ટોપ પોઝિશન

જણાવી દઈએ કે પાકિસ્તાન સામેની સુપર-4 મેચમાં અભિષેક શર્માએ માત્ર 39 બોલમાં 74 રન ફટકાર્યા. 189.74ના સ્ટ્રાઇક રેટથી રમતા અભિષેકે આ ઇનિંગમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. જયારે શુભમન ગિલે 28 બોલમાં 47 રન કર્યા. આ જોડીએ માત્ર 49 બોલમાં પહેલી વિકેટ માટે 105 રન ઉમેરીને મેચનું પાસું ફેરવી દીધું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2025 IND vs PAK Abhishek Sharma

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ