બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:48 AM, 22 September 2025
Asia Cup 2025 Super-4 Points Table: Asia Cup 2025ની 17 મી એડિશનના સુપર 4 રાઉન્ડ ચાલી રહ્યા છે. રવિવારે 21 સપ્ટેમ્બરના રોજ દુબઈ ખાતે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને ભારત માટે 172 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જે ટીમ ઇન્ડિયાએ 19 ઓવરમાં ચેઝ કરી લીધો. અભિષેક શર્મા (74) અને શુભમન ગિલ (47) એ પહેલી વિકેટ પહેલા સદીની ભાગીદારી (105) કરી. જેમાં તિલક વર્માએ અંતે 30 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. બાંગ્લાદેશે પણ સુપર 4 માં એક મેચ જીતી છે ત્યારેબદ હવે પોઈન્ટ ટેબલ શું કહે છે અને શું છે દરેક ટીમનો રન રેટ.?
ADVERTISEMENT
India cruise to a handsome victory! ✌️
— AsianCricketCouncil (@ACCMedia1) September 21, 2025
Abhishek & Shubman batted like men on a mission, killing the chase in the powerplay.
With cameos through the batting order, 🇮🇳 hunted down the target with relative ease. ✅#INDvPAK #DPWorldAsiaCup2025 #ACC pic.twitter.com/h5xT3hfvmY
અભિષેક શર્માએ ઇનિંગના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો અને શુભમન ગિલે તેને સારો સાથ આપ્યો. જે અગાઉની બે મેચમાં નિષ્ફળ રહ્યો હતો. અભિષેકે 39 બોલમાં 5 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 74 રન બનાવ્યા. ગિલે 28 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 47 રન બનાવ્યા. સૂર્યકુમાર યાદવને હરિસ રૌફે શૂન્ય રને આઉટ કર્યો. સંજુ સેમસને પણ ઘણી મહેનત કરી. તે 17 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો. તિલક વર્માએ 19 બોલમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકારીને 30* રન બનાવ્યા.
ADVERTISEMENT
એશિયા કપ 2025 સુપર 4 પોઈન્ટ ટેબલ
રવિવારની મેચમાં પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા સુપર 4 પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. શનિવારે શ્રીલંકાને હરાવનાર બાંગ્લાદેશ બીજા સ્થાને છે. ભારત અને બાંગ્લાદેશના 2-2 પોઈન્ટ છે. પરંતુ નેટ રન રેટના આધારે ટીમ ઈન્ડિયા (0.689) બાંગ્લાદેશ (0.121) થી આગળ છે. શ્રીલંકા અને પાકિસ્તાને તેમની શરૂઆતની સુપર ફોર મેચ હારી ગઈ. શ્રીલંકા -0.121 ના નેટ રન રેટ સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે પાકિસ્તાન 0.689 ના નેટ રન રેટ સાથે ચોથા ક્રમે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
એશિયા કપ 2025 ની આગામી મેચ ક્યારે?
સોમવારે એશિયા કપમાં કોઈ મેચ નથી. ટુર્નામેન્ટનો આગામી મુકાબલો પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે અબુ ધાબીમાં છે. જે 23 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે રમાશે. ભારતનો આગામી મુકાબલો 24 સપ્ટેમ્બરે દુબઈમાં બાંગ્લાદેશ સામે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.