બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડિયાની તોફાની ઈનિંગે પાકને રગદોળ્યું, 6 વિકેટે વિજય, ફાયરિંગ સેલિબ્રેશનનો જવાબ વિસ્ફોટક છગ્ગાથી
Last Updated: 11:59 PM, 21 September 2025
એશિયા કપ 2025 ના સુપર-ફોરના સૌથી રોમાંચક મુકાબલામાં ભારતે પાકિસ્તાન સામે શાનદાર જીત મેળવી છે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં પાકિસ્તાનએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 171 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 18.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 174 રન બનાવીને ટાર્ગેટ પૂરો કર્યો હતો.
ADVERTISEMENT
Abhishek Sharma said “chal bhosdike” after that 🔫#INDvsPAK https://t.co/bCP0vU9e9k pic.twitter.com/zlUX5qCNdP
— ᎪᏴᎻⵊ ⸙ (@T_Thakurain) September 21, 2025
ભારત તરફથી બેટિંગ કરવા ઉતરેલી ટીમે આ લક્ષ્ય સહેલાઈથી હાંસલ કરી લીધું. ભારતીય ઓપનર્સે જબરદસ્ત પ્રહાર કરી ટીમને મજબૂત શરૂઆત અપાવી. બંને ઓપનર્સે શાનદાર બેટિંગ કરીને પાકિસ્તાની બોલર્સને કોઈ તક જ આપી નહોતી.
ADVERTISEMENT
ભારતીય ઓપનર્સ શુભમન ગિલ અને અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરી હતી. અભિષેક શર્માએ 39 બોલમાં 74 રન ફટકારી પાકિસ્તાનને ધોળા દિવસે તારા દેખાડી દીધા હતા. જેમાં 6 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. જ્યારે શુભમન ગિલે 28 બોલમાં 47 રન ફટકાર્યા હતા. તો સૂર્યકુમાર યાદવે આજે નિરાશ કર્યા હતા અને શુન્ય રને આઉટ થઈ ગયો હતો. ભારત તરફથી હાર્દિક પંડ્યા અને કુલદિપ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી જ્યારે શિવમ દૂબેએ 2 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચોઃ IND vs PAK: હાથ શું નજર પણ ન મળાવી, સૂર્યકુમારે ફરી પાક કેપ્ટનને કર્યો અવગણ્યો, જુઓ VIDEO
ADVERTISEMENT
આ જીત સાથે ભારતે સુપર-ફોરમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે અને ફાઇનલમાં પહોંચવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.