ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ક્યાં અને ક્યારે જોઇ શકશો ભારત-પાકિસ્તાનની Live મેચ? એક ક્લિકમાં જુઓ લિસ્ટ

Asia Cup 2025 / ક્યાં અને ક્યારે જોઇ શકશો ભારત-પાકિસ્તાનની Live મેચ? એક ક્લિકમાં જુઓ લિસ્ટ

Published By: Shilpa Parmar

Last Updated: 01:57 PM, 11 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2025 live streaming : ગઈકાલથી એશિયા કપ 2025ની શરૂઆત થઈ ચૂકી છે. જો તમે પણ ક્રિકેટના શોખીન છો તો જાણી લો ઘરે બેઠાં ક્યારે અને ક્યાં જોઈ શકશો એશિયા કપની બધી જ મેચ?

ADVERTISEMENT

9 સપ્ટેમ્બરથી એશિયા કપ 2025નો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વખતે એશિયા કપમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, UAE, અફઘાનિસ્તાન, હૉંગ કૉંગ, શ્રીલંકા અને ઓમાન સામેલ છે. ચાલો જાણીએ કે આ વખતે ક્યારે અને ક્યાં જોઈ શકશો એશિયા કપ 2025ની દરેક લાઈવ મેચ?

એશિયા કપ 2025

એશિયા કપની શરૂઆત ગઈકાલ 9 સપ્ટેમ્બરથી થઈ ચૂકી છે. આ વખતનો એશિયા કપ ટી20 ફૉર્મેટમાં રમાશે. એશિયા કપ 2025માં બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે. ટુર્નામેન્ટનો પ્રથમ મુકાબલો ગ્રુપ Bની ટીમો, અફઘાનિસ્તાન અને હૉંગ કૉંગ વચ્ચે અબુ ધાબીમાં રમાશે. ભારત પોતાનો પહેલો મુકાબલો 10 સપ્ટેમ્બરે એટલે કે આજે UAI સામે થયો હતો. જેમાં ભારતે શાનદાર જીત મેળવી છે.

એશિયા કપમાં ભારતની મેચ

UAI સામે જીત બાદ ભારતનો બીજો અને સૌથી મહત્વપૂર્ણ મુકાબલો 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રહેશે. ગ્રુપ સ્ટેજનો અંતિમ મુકાબલો ભારત 19 સપ્ટેમ્બરે ઓમાન સામે રમશે. ત્યાર બાદ સુપર-ફોર તબક્કાની મેચ શરૂ થશે.

ભારત vs પાકિસ્તાન

14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એશિયા કપ 2025નો ધમાકેદાર મુકાબલો રમાશે. આ હાઈવોલ્ટેજ મેચ પર સમગ્ર ક્રિકેટ જગતની નજર રહેશે. 2007 પછી અત્યાર સુધી ભારતે પાકિસ્તાન સામે કુલ 13 ટી20 મેચ રમી છે. જેમાંથી ભારતે 9 મેચ જીતી, 3 હાર્યા અને 1 મુકાબલો ડ્રો રહ્યો. ભારતે છેલ્લા 10 મુકાબલામાંથી 7માં જીત મેળવી છે. પાકિસ્તાને છેલ્લે ભારતને 4 સપ્ટેમ્બર 2022ના રોજ ટી20માં હરાવ્યું હતું.

ભારત vs પાકિસ્તાનની લાઈવ મેચ

એશિયા કપ 2025ના તમામ મેચનો પ્રસારણ અધિકાર Sony Sports Network પાસે છે. તમામ મેચ Sony Sports ના ચેનલ પર ટેલિકાસ્ટ થશે અને ઑનલાઇન સ્ટ્રીમિંગ SonyLIV એપ અને વેબસાઈટ પર જોઈ શકાશે.

લાઈવ ટેલિકાસ્ટ:

  • સોની Ten 1 (અંગ્રેજી)
  • સોની Ten 3 (હિન્દી )
  • સોની Ten 4 (તમિલ)
  • સોની Ten 4 (તેલુગુ)
  • સોની Ten 5 (English)
  • SonyLIV એપ અને વેબસાઈટ

ભારતનો સ્ક્વોડ

  • કેપ્ટન : સૂર્યકુમાર યાદવ
  • ઉપકેપ્ટન : શુભમન ગિલ
  • સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જિતેશ શર્મા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ
  • રિઝર્વ ખેલાડીઓ: પ્રસિધ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, યશસ્વી જયસ્વાલ

વધુ વાંચો : પાકિસ્તાન જ નહીં, એશિયા કપમાં આ ટીમ છે ભારત માટે જોખમકારક, આંકડા ડરામણા!

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો અને અન્ય મેચ Sony Sports Network ના ચેનલો પર ટેલિકાસ્ટ અને SonyLIV એપ તથા વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમિંગ થશે.તમે ઘરે બેઠા તેનો આનંદ માણી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2025 schedule India vs Pakistan Asia Cup 2025 Asia Cup 2025 live streaming

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ