બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:10 AM, 9 September 2025
એશિયા કપ 2025ની શરૂઆત 9 સપ્ટેમ્બરથી એટલે કે આજથી થવા જઈ રહી છે. ભારતનો પહેલો મુકાબલો 10 સપ્ટેમ્બરે UAE સામે છે. આ વખતે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવ સંભાળી રહ્યા છે અને સ્ક્વાડને ટૂર્નામેન્ટની સૌથી મજબૂત ટીમ માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ભારત માટે ખિતાબ જીતવો એટલો સરળ નથી. ભારતની ટક્કર પાકિસ્તાન સિવાય પણ અનેક ટીમ સાથે થશે. જેમાં રસાકસીનો માહોલ સર્જાશે.
આ વખતે એશિયા કપમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે, જેને 4-4ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. પ્રથમ મુકાબલા બાદ ભારતનો બીજો મુકાબલો પાકિસ્તાન સામે જ રહેશે. પરંતુ જે ટીમ ભારત માટે સૌથી મોટો ખતરો બની શકે છે, તે છે શ્રીલંકા.
ADVERTISEMENT
ભારત અને શ્રીલંકા
એશિયા કપના ઈતિહાસમાં અત્યાર સુધી ભારત અને શ્રીલંકા વચ્ચે કુલ 23 મુકાબલા રમાયા છે. જેમાં ભારતે 12 વાર જીત મેળવી છે, જ્યારે 11 વખત ભારતને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ આંકડાઓ દર્શાવે છે કે શ્રીલંકા હંમેશા ભારત માટે એક અઘરો પડકાર રહ્યું છે.
ADVERTISEMENT
માત્ર ઈતિહાસમાં જ નહીં, પરંતુ હાલની પરિસ્થિતિમાં પણ શ્રીલંકાની ટીમ મજબૂત દેખાઈ રહી છે. હેડ કોચ સનથ જયસૂર્યાના આવ્યાં બાદ ટીમે અનેક મેચમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. શ્રીલંકા ગ્રુપ ‘બી’માં છે, જેમાં તેમની સાથે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને હોંગકોંગની ટીમો સામેલ છે.
🚨 ALL UPDATE ON ASIA CUP 2025 🚨
— Tanuj (@ImTanujSingh) September 8, 2025
Venues - Dubai & Abu Dhabi.
Toss - 7.30 PM IST.
Match Start - 8 PM IST.
Telecast on TV - Sony Sports 1, 3, 4 & 5.
Telecast on Digital - Sony LIV.
Languages - Hindi, English, Tamil, Telegu. pic.twitter.com/ugq5obiyYw
ADVERTISEMENT
જો આંકડાઓની વધુ ચર્ચા કરીએ તો, ભારતે પાકિસ્તાન સામે એશિયા કપમાં કુલ 10 મુકાબલા જીતી લીધાં છે, જ્યારે માત્ર 6માં હાર મળી છે. બાંગ્લાદેશ સામે ભારતે 13 વખત જીત મેળવી છે અને માત્ર 2 મુકાબલા જ ગુમાવ્યાં છે.
વધુ વાંચો : આવતીકાલથી એશિયા કપનો પ્રારંભ, આ પ્લેટફોર્મ પરથી જોઈ શકાશે લાઈવ, જાણો ડિટેઈલ
ADVERTISEMENT
એશિયા કપ 2025 ભારત સ્ક્વાડ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (ઉપકેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જિતેશ શર્મા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ,વરુણ ચક્રવર્તી, અર્શદિપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.