બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપનો પ્રારંભ, આ પ્લેટફોર્મ પરથી જોઈ શકાશે લાઈવ મેચ, જાણો ડિટેઈલ

ક્રિકેટ / એશિયા કપનો પ્રારંભ, આ પ્લેટફોર્મ પરથી જોઈ શકાશે લાઈવ મેચ, જાણો ડિટેઈલ

Published By: Shilpa Parmar

Last Updated: 06:17 PM, 10 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2025 Free Live Streaming: એશિયા કપ 2025નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ક્રિકેટ રસિકો જાણી લો કઈ રીતે તમે ઘરે બેઠા ફ્રીમાં અને કયા પ્લેટફોર્મ પરથી જોઈ શકશો લાઈવ સ્ટ્રીમિંગ?

આવતીકાલથી એશિયા કપ 2025ની શરૂઆત થવા જઈ રહી છે. ટૂર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી અબુધાબીના શેખ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થશે. અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે પહેલો મુકાબલો રમાશે. આ વખતે કુલ 8 ટીમો ભાગ લેશે અને 19 મેચ રમાશે.

ફેન્સ પોતાનાં મનપસંદ ખેલાડીઓ અને ટીમની મેચ જોવા માટે આતુર છે. ચાલો જાણીએ કે ભારતમાં તથા અન્ય દેશોમાં આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ફ્રીમાં કઈ રીતે જોઈ શકાય?

ભારતમાં આ રીતે જોવો લાઈવ

ભારતમાં એશિયા કપ 2025નું અધિકૃત પ્રસારણ Sony Sports Network પર થશે. ટીવી પર જોવા માટે તમે સીધું સોની સ્પોર્ટ્સ ચેનલ લગાવી શકો છો. જો મોબાઈલ કે લેપટોપ પર લાઈવ સ્ટ્રીમિંગ જોવી હોય તો તમારે SonyLIV એપ ડાઉનલોડ કરવી પડશે.

ફ્રીમાં જોવા માટેની રીત

SonyLIVમાં અનેક પ્લાન ઉપલબ્ધ છે. જેમ કે –

  • 399 રૂપિયાનું પ્રીમિયમ મંથલી પેક,
  • 699 રૂપિયાનું મોબાઈલ-ઓનલી વાર્ષિક પેક,
  • 1499 રૂપિયાનું યરલી પ્રીમિયમ પેક.

જો તમે પૈસા ખર્ચવા નથી ઇચ્છતા, તો કેટલીક ટેલિકોમ કંપનીઓ રિચાર્જ પ્લાન સાથે SonyLIVનું ફ્રી સબ્સ્ક્રિપ્શન આપે છે. એ સિવાય કેટલાક OTT ઑફર્સ અને કાર્ડ પેમેન્ટ ઑફર્સ દ્વારા પણ તમને ફ્રીમાં મેચ જોવાનો મોકો મળી શકે છે.

અન્ય દેશોમાં લાઈવ મેચ કેવી રીતે જોવી?

  • પાકિસ્તાન – Tamasha અને Tapmad એપ, તેમજ Ten Sports ચેનલ
  • બાંગ્લાદેશ – Toffee એપ, Rabbithole અને T Sports
  • શ્રીલંકા – Peo TV, Channel Eye (SLRC), Dialog TV
  • અફઘાનિસ્તાન – Ariana TV
  • યુએઈ – StarzPlay અને Switch TV
  • યુનાઈટેડ કિંગડમ અને ન્યૂઝીલેન્ડ – Sky Go અને Sky Sports Cricket
  • અમેરિકા – Willow TV અને ESPN+
  • કેનેડા – Willow Canada અને Hotstar
  • ઑસ્ટ્રેલિયા – Kayo Sports અને Fox Sports

વધુ વાંચો : મોંઘીદાટ ઘડિયાળ પહેરી હાર્દિક પંડ્યાએ કરી પ્રેક્ટિસ, તસવીરો થઈ વાયરલ

તો તમે પણ આ રીતે ફ્રીમાં એશિયા કપ 2025નો આનંદ માણી શકો છો. એશિયા કપ 9 સપ્ટેમ્બરથી દુબઈમાં શરૂ થશે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરે પોતાનો પહેલો મુકાબલો રમશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2025 Free Live Streaming Sony Sports Network SonyLIV

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ