બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:07 PM, 8 September 2025
એશિયા કપ 2025 આવતીકાલ એટલે કે 9 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. એશિયા કપ શરૂ થાય તે પહેલા જ ભારતીય ટીમના ઓલરાઉન્ડર એવા હાર્દિક પંડ્યા ફરી એકવાર ચર્ચાઓ વિષય બન્યા છે. જોકે આ વખતે કારણ ક્રિકેટ નહીં પરંતુ તેમની ઘડિયાળ છે.
ADVERTISEMENT
હાર્દિક પંડયા ફરી એક વાર ચર્ચા
ભારતીય ટીમ 4 સપ્ટેમ્બરે દુબઈ પહોંચી ગઈ હતી અને 5 સપ્ટેમ્બરથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. પ્રેક્ટિસ દરમિયાન હાર્દિક પંડ્યા પોતાના નવા હેરસ્ટાઈલ અને લુકને કારણે પણ ચર્ચામાં હતા. તેમણે તેમના આખા વાળમાં ગ્રે કલર કરાવ્યો છે. દુબઈની ICC એકેડમી ખાતે તેમને જોવા મોટી સંખ્યામાં ફેન્સ પહોંચ્યા હતા.
ADVERTISEMENT
હાર્દિક પંડયાની 20 કરોડની ઘડિયાળ
હાર્દિક પંડયા તેમની 20 કરોડની ઘડિયાળને કારણે ચર્ચામાં છે. પ્રેક્ટિસ દરમિયાન હાર્દિકે રિચર્ડ મિલે RM 27-04 (Richard Mille RM27-04) પહેરી હતી. આ ઘડિયાળ વિશ્વના ટોચના ટેનિસ ખેલાડીઓ પહેરે છે, જેમાં રાફેલ નડાલ પણ સામેલ છે. દુનિયામાં માત્ર 50 લોકો પાસે જ આ ઘડિયાળ છે. હાર્દિકે પોતાની પ્રેક્ટિસની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી અને કૅપ્શનમાં Back to Business લખ્યું હતું. આ પોસ્ટમાં તેમના હાથમાં દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળોમાંની એક રિચર્ડ મિલે જોવા મળી હતી.
ADVERTISEMENT
એશિયા કપથી 10 ગણો વધારે ભાવ ઘડિયાળનો
હાર્દિક પંડ્યાની ઘડિયાળની કિંમત આશરે 20 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. બીજી તરફ, આ વર્ષે એશિયા કપ જીતનાર ટીમને માત્ર 3 લાખ અમેરિકન ડોલર એટલે કે 2.6 કરોડ રૂપિયા જ મળશે. હાર્દિકની ઘડિયાળ એ પ્રાઈઝ મની કરતાં લગભગ 10 ગણી વધારે કિંમતી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એક વેબસાઈટ મુજબ, તેની કિંમત 22,50,000 અમેરિકન ડોલર એટલે કે અંદાજે 20 કરોડ રૂપિયા છે. આ ઘડિયાળ ખાસ સ્પેનના મહાન ટેનિસ ખેલાડી રાફેલ નડાલ માટે જ બનાવાઈ હતી. તેનું વજન માત્ર 30 ગ્રામ છે અને તે 12,000 જી-ફોર્સથી પણ વધારે દબાણ સહન કરી શકે છે. રિચર્ડ મિલેની આ લિમિટેડ એડિશન ઘડિયાળ ફક્ત 50 લોકો માટે જ બનાવવામાં આવી છે.
વધુ વાંચો: T20 એશિયા કપમાં આ બોલરે લીધી સૌથી વધુ વિકેટો, યાદીમાં ભારતીયોનો દબદબો
ADVERTISEMENT
9 સપ્ટેમ્બરથી શરૂ થશે એશિયા કપ
એશિયા કપ 2025, 9 સપ્ટેમ્બરથી દુબઈમાં શરૂ થશે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરે પોતાનો પહેલો મુકાબલો રમશે. પહેલી મેચ UAE સામે, બીજો મુકાબલો 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે અને ત્રીજો મુકાબલો ઓમાન સામે રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.