ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:42 PM, 8 September 2025
ADVERTISEMENT
એશિયા કપ 2025ની શરૂઆત આવતીકાલે એટલે કે 9 સપ્ટેમ્બરથી થવા જઈ રહી છે. ભારતીય ટીમ પોતાનો પહેલો મુકાબલો 10 સપ્ટેમ્બરે UAE સામે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે.
ADVERTISEMENT
આ વખતે એશિયા કપ ટી-20 ફોર્મેટમાં રમાશે, કેમ કે વર્ષ 2026માં ટી-20 વર્લ્ડ કપ થવાનો છે. આ ત્રીજી વાર છે જ્યારે એશિયા કપ ટી-20 ફોર્મેટમાં યોજાઈ રહ્યો છે.
શું તમને ખબર છે કે અત્યાર સુધી રમાયેલા ટી-20 એશિયા કપના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ કયા બોલરે લીધી છે? ચાલો જાણીએ સૌથી વધુ વિકેટ ઝડપી લેનાર બોલર્સ કોણ છે?
ADVERTISEMENT

ભુવનેશ્વર કુમાર
ADVERTISEMENT
નંબર 1 પર ભારતના દિગ્ગજ બોલર અને ‘સ્વિંગના રાજકુમાર’ તરીકે ઓળખાતા ભુવનેશ્વર કુમારનું નામ પહેલા આવે છે. ભુવનેશ્વર કુમારે પોતાના ટી-20 એશિયા કપના કરિયરમાં રમાયેલા 6 મેચોની 6 ઇનિંગ્સમાં 5.34ના ઈકોનોમી રેટ સાથે 13 વિકેટ લીધી છે. આ દરમિયાન તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 25 રનમાં 5 વિકેટ મેળવવાનું રહ્યું છે.
અમજદ જાવેદ
ADVERTISEMENT
બીજા ક્રમે UAIના ઓલરાઉન્ડર અમજદ જાવેદ છે. તેમણે પોતાના કરિયરના 7 મેચોની 7 ઇનિંગ્સમાં 7.34ના ઈકોનોમી રેટ સાથે 12 વિકેટ મેળવી છે.
મોહમ્મદ નવીદ
ADVERTISEMENT
ત્રીજા ક્રમે પણ UAIનો બોલર મોહમ્મદ નવીદ છે. મોહમ્મદ નવીદે પોતાના કરિયરના 7 મેચોની 7 ઇનિંગ્સમાં 5.24ના ઈકોનોમી રેટ સાથે 11 વિકેટ લીધી છે.

ADVERTISEMENT
રાશિદ ખાન
ચોથા ક્રમે વિશ્વના નંબર 1 ટી-20 બોલર અને અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન છે. રાશિદે પોતાના કરિયરના 8 મેચોની 8 ઇનિંગ્સમાં 6.61ના ઈકોનોમી રેટ સાથે 11 વિકેટ ઝડપી છે.
હાર્દિક પંડ્યા
યાદીના પાંચમા અને છેલ્લાં સ્થાન પર ભારતના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છે. પંડ્યાએ પોતાના કરિયરના 8 મેચોની 8 ઇનિંગ્સમાં 7.01ના ઈકોનોમી રેટ સાથે 11 વિકેટ લીધી છે. આ દરમિયાન તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 8 રનમાં 3 વિકેટ મેળવવાનું રહ્યું છે.
વધુ વાંચો : ભારતીય ક્રિકેટમાં બીજી વખત બન્યો મહારેકોર્ડ! ટીમે ખડકી દીધા 600 રન
હવે આગળ જોવું રહ્યું કે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં આવતીકાલથી શરૂ થતાં એશિયા કપમાં ભારતીય ટીમનું પરફોર્મન્સ કેવું રહે છે?
સંકળાયેલા મુદ્દાઓ