બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:02 AM, 8 September 2025
Duleep Trophy 2025: ભારતની હોમ ક્રિકેટમાં Duleep Trophy 2025ની સેમિફાઇનલ મેચ સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન વચ્ચે રમાઈ હતી. મેચમાં બંને ટીમ તરફથી રનનો વરસાદ થયો જોવા મળ્યો. વેસ્ટ ઝોનની ટીમે પહેલા બેટિંગ કરીને 438 રન બનાવ્યા ત્યારબાદ સેન્ટ્રલ ઝોને પહેલા જ દાવમાં 600 રનનો સ્કોર બનાવ્યો.
ADVERTISEMENT
સેન્ટ્રલ ઝોન ટીમ માટે બેટ્સમેનોએ શાનદાર ગેમ રમી અને ટીમે 600 રનનો સ્કોર બનાવ્યો. જે ખૂબ મોટો સ્કોર હતો. સેન્ટ્રલ ઝોન માટે શુભમ શર્માએ સૌથી વધુ 96 રન બનાવ્યા. યુવા દાનિશ માલેવરે 76 રન બનાવ્યા. કેપ્ટન રજત પાટીદાર (77 રન), ઉપેન્દ્ર યાદવ (87 રન), હર્ષ દુબે (75 રન) અને સરંશ જૈન (63 રન) એ પણ અડધી સદીની ઇનિંગ્સ રમી. આ ખેલાડીઓના કારણે જ સેન્ટ્રલ ઝોન ટીમ મોટા સ્કોર સુધી પહોંચી શકી. જો કે ટીમ માટે કોઈ બેટ્સમેન સદી ફટકારી શક્યા નહીં. ખાસ વાત એ છે કે ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ બીજી વાર બન્યું છે જ્યારે કોઈ ટીમે સદી ફટકારી નથી અને છતાં 600 કે તેથી વધુ રન બનાવ્યા છે. આ પહેલા 1998-99માં રણજી ટ્રોફી મેચમાં મધ્યપ્રદેશની ટીમે હરિયાણા સામે 605 રન બનાવ્યા હતા. તે સમયે મધ્યપ્રદેશના કોઈ પણ બેટ્સમેન સદી ફટકારી શક્યા ન હતા અને જેપી યાદવ 90 રન બનાવીને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા.
ADVERTISEMENT
Central Zone will play in the 2025/26 Duleep Trophy final! They secured their spot with a first-innings lead over West Zone, fueled by a massive 600 total and strong performances from Saransh Jain & Harsh Dubey. #DuleepTrophy #CentralZone pic.twitter.com/MRtfbSpOBo
— MAHI-7 (@MAHI83926) September 8, 2025
વધુ વાંચો: સ્પેનિશ ખેલાડીએ યાનિક સિનરનું સપનું તોડ્યું, મેન્સ સિંગલ્સમાં જીત્યો યુએસ ઓપનનો ખિતાબ
ADVERTISEMENT

ADVERTISEMENT
Duleep Trophy 2025
— SPORTS WIZ (@mysportswiz) September 7, 2025
South Zone 🆚 Central Zone
The grand finale begins September 11th!https://t.co/7Wm3X0Tlrs#ProKabaddi #BCCI #Zidane #CatalanGP #KylianMbappé #SanjuSamson #Rice #Hakimi #AsiaCup2025 #ShubmanGill #ENGvsSA #DuleepTrophy #ZIMvSL #T20I2025 #TeamIndia #Sportswiz pic.twitter.com/SEyzZRVXwG
વેસ્ટ ઝોનની ટીમે પોતાની પહેલી ઇનિંગમાં 438 રન બનાવ્યા હતા. આ પછી સેન્ટ્રલ ઝોનની ટીમે પહેલી ઇનિંગમાં 600 રન બનાવ્યા અને 162 રનની લીડ મેળવી. જે ફાઇનલમાં પહોંચવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ. આ પછી વેસ્ટ ઝોનની ટીમે બીજી ઇનિંગમાં 216 રન બનાવ્યા. ત્યારબાદ મેચ ડ્રો થઈ. પરંતુ પ્રથમ ઇનિંગમાં મળેલી લીડના આધારે સેન્ટ્રલ ઝોનની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.