બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / સ્પેનિશ ખેલાડીએ યાનિક સિનરનું સપનું તોડ્યું, મેન્સ સિંગલ્સમાં જીત્યો યુએસ ઓપનનો ખિતાબ

US Open 2025 / સ્પેનિશ ખેલાડીએ યાનિક સિનરનું સપનું તોડ્યું, મેન્સ સિંગલ્સમાં જીત્યો યુએસ ઓપનનો ખિતાબ

Priyankka Triveddi

Last Updated: 08:11 AM, 8 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર્લોસ અલ્કારાઝે ન્યુયોર્કમાં યુએસ ઓપનના ફાઇનલમાં યાનિક સિનરને 6-2, 3-6, 6-1, 6-4 થી હરાવીને બીજો યુએસ ઓપનનો એવોર્ડ અને કુલ મળીને છઠ્ઠો ગ્રાન્ડ સ્લેમ એવોર્ડ જીત્યો.

US Open Final 2025 Champion: વિશ્વના બીજા નંબરના પ્લેયર કાર્લોસ અલ્કારાઝે (Carlos Alcaraz) વર્લ્ડ નંબર વન પ્લેયર યાનિક સિનરને (Jannik Sinner) હરાવીને બીજી વા યુએસ ઓપનનું ટાઇટલ જીત્યું. પોતાનું છઠ્ઠી વારનું ગ્રાન્ડ સ્લેમ જીતતા અલ્કરાઝે ફરી સિનર પાસેથી વર્લ્ડ નંબર વનની રેન્કિંગ પાછી મેળવી. સપ્ટેમ્બર 2023 પછી તેઓ પહેલીવાર નંબર વન પ્લેયર બન્યા છે.

ફાઇનલમાં સ્પેનના 22 વર્ષીય અલ્કારાઝે ઇટાલીના 24 વર્ષીય સિનરને 6-2, 3-6, 6-1, 6-4 થી હરાવ્યો. આ જીત સાથે અલ્કારાઝે હાર્ડ-કોર્ટ ગ્રાન્ડ સ્લેમમાં સિનરની 27 મેચની જીતનો સિલસિલો પણ તોડી નાખ્યો. ભારતીય સમય મુજબ 7-8 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 3 વાગ્યે તે ચેમ્પિયન ઘોષિત થયો.

ટ્રમ્પ પણ પહોંચ્યા ફાઇનલ જોવા

બંને દિગ્ગજો વર્તમાન સિઝનમાં ત્રીજી વખત કોઈ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની ફાઇનલમાં એકબીજાની સામે હતા. જે ટેનિસના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ છે. યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ મેચ જોવા આવ્યા હતા. જેના કારણે ફાઇનલ વધુ રસપ્રદ બની હતી. શુક્રવારે રમાયેલી પહેલી સેમિફાઇનલમાં અલ્કારાઝે 24 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન નોવાક જોકોવિચને 6-4, 7-6 (4), 6-2 થી હરાવ્યો હતો. જ્યારે સિનરે ફેલિક્સ ઓગર-અલ્યાસિમને 6-1, 3-6, 6-3, 6-4 થી હરાવ્યો હતો.

સિનર ઇતિહાસ બનાવી શક્યો નહિ

જો યાનિક સિનર ફાઇનલ જીતી ગયો હોત તો તે છેલ્લા 17 વર્ષમાં સતત બીજી વખત યુએસ ઓપન જીતનાર પહેલો પ્લેયર બન્યો હોત. પરંતુ અલ્કારાઝે તેમ થવા દીધું નહિ. રોજર ફેડરરે 2008 માં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે તે સતત પાંચમી વખત ચેમ્પિયન બન્યો હતો.

સિનર-અલ્કારાઝ વચ્ચે જૂની દુશ્મનાવટ (Sinner vs Alcaraz)

બંને છેલ્લા કેટલાક સમયથી જોરદાર સ્પર્ધા કરી રહ્યા છે. જૂનમાં ફ્રેન્ચ ઓપનમાં અલ્કારાઝે સિનરને હરાવ્યો હતો. જુલાઈમાં વિમ્બલ્ડનમાં સિનરે બદલો લીધો હતો. સિનર 12 મહિના પહેલા યુએસ ઓપનથી શરૂ કરીને સતત પાંચ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પણ પ્રવેશ કરી ચૂક્યો છે. ફ્લશિંગ મીડોઝમાં પોતાનું છઠ્ઠું મુખ્ય ટાઇટલ જીતવાના પ્રયાસમાં અલ્કારાઝે એક પણ સેટ ગુમાવ્યો નથી. 2024 ની શરૂઆતથી સિનરનો અલ્કારાઝ સામે 1-6નો રેકોર્ડ હતો જ્યારે અન્ય ખેલાડીઓ સામે તેનો રેકોર્ડ 109-4 હતો.

વધુ વાંચો: દક્ષિણ આફ્રિકાની ODI ઈતિહાસમાં સૌથી શરમજનક હાર, ઈંગ્લેન્ડે 342 રનથી ધૂળ ચટાવી

vtv app promotion

ટ્રમ્પના કારણે મેચમાં થયું મોડું

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીને કારણે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવાની જરૂર પડી હતી જેના કારણે મેચ 30 મિનિટ મોડી શરૂ થઈ હતી. જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રગીત પહેલાં પહોંચ્યા ત્યારે પ્રેક્ષકોએ જયકાર અને હૂટિંગ એમ મિક્સ રિસ્પોન્સ આપ્યો. જ્યારે ફરીથી સ્ટેડિયમની સ્ક્રીન તેમને બતવાયા તો ત્યારે નકારાત્મક પ્રતિક્રિયા વધુ તીવ્ર બની. સુરક્ષા વ્યવસ્થાને કારણે 24,000 દર્શકોની ક્ષમતા ધરાવતું આર્થર એશ સ્ટેડિયમ મેચ શરૂ થઈ ત્યારે ફક્ત ત્રણ-ચતુર્થાંશ ભરેલું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Open Final 2025 Champion
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ