બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Asia Cup 2025: પ્લેઇંગમાં 11માં આ ઓલરાઉન્ડર ખેલાડીનું સ્થાન નિશ્ચિત! કૉચના સંકેતથી સૌ ચોંક્યા

સ્પોર્ટ્સ / Asia Cup 2025: પ્લેઇંગમાં 11માં આ ઓલરાઉન્ડર ખેલાડીનું સ્થાન નિશ્ચિત! કૉચના સંકેતથી સૌ ચોંક્યા

Published By: Shilpa Parmar

Last Updated: 09:15 AM, 9 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2025 India : આજથી એશિયા કપની શરૂઆત થવા જઈ રહી છે. ટીમ ઇન્ડિયા જીત માટે સખત તૈયારી કરતી જોવા મળે છે. આ વખતે ટીમનો જબરદસ્ત માસ્ટર પ્લાન જોવા મળશે. કોચના નિવેદને બધાને ચોંકાવ્યા. જાણો શું કહ્યું ટીમ ઇન્ડિયાના કોચએ?

ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપમાં પોતાનો પહેલો મુકાબલો 10 સપ્ટેમ્બરે UAE સામે રમશે. હાલ ટીમ ઈન્ડિયાનું ધ્યાન જીત મેળવવા માટેની તૈયારી પર છે.

મેચ પહેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીર સામે પ્લેઇંગ-11ને લઈને મોટું સંકટ ઉભું થયું છે. ટીમ પાસે એટલા વિકલ્પો છે કે કોઈને બહાર રાખવું સહેલું નથી. UAE સામે મેચ શરૂ થવાના બે દિવસ પહેલા બોલિંગ કોચ મોર્ને મોર્કલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે ઈશારો કર્યો છે કે વધુ એક ઓલરાઉન્ડર આ મેચમાં રમતા જોવા મળી શકે છે.

મોર્કલે શું કહ્યું?

મોર્કલનું માનવું છે કે મુંબઈનો ઓલરાઉન્ડર શિવમ દુબે આગામી ટી20 વર્લ્ડ કપ પહેલા એક બેક-અપ મીડિયમ પેસ બોલર તરીકે તૈયાર થવો જોઈએ. આ વાત મુખ્ય કોચ ગૌતમ ગંભીરની તે વ્યૂહરચના સાથે મેળ ખાય છે, જેમાં તેઓ મલ્ટી-ટેલેન્ટેડ ખેલાડીઓને ટીમમાં જગ્યા આપવા માંગે છે. મોર્કલે આઇસીસી અકેડમીમાં ટીમના નેટ સેશન દરમિયાન ભારતીય મીડિયાને કહ્યું,

"મારા માટે એ જોવું ખૂબ મહત્વનું છે કે શિવમ જેવો ખેલાડી ચાર ઓવર બોલિંગ કરી શકે. હું હંમેશા ઓલરાઉન્ડરને બંને કૌશલ્ય પર મહેનત કરવા માટે પ્રોત્સાહિત કરું છું. ક્યારેક ખેલાડીઓ પ્રેક્ટિસમાં મસ્તી કરે છે અને ફક્ત એક જ કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અહીં આ વાતાવરણમાં અમે કોઈ કચાશ રાખવા માંગતા નથી."

શા માટે બેક-અપ ઓલરાઉન્ડરની જરૂર?

મોર્કલનું કહેવું છે કે ઘણી વખત એવો દિવસ આવી શકે છે જ્યારે છઠ્ઠા કે સાતમા બોલિંગ ઓપ્શનની જરૂર પડે. ટી20 ફોર્મેટનું એ સ્વરૂપ છે, જ્યાં શ્રેષ્ઠ બોલર પણ સરળતાથી રન આપી શકે. બોલિંગ કોચે કહ્યું,

"જો અમને ક્યારેક કોઈ બીજા પાસેથી ઓવર કરાવવાની જરૂર પડે, તો તે તૈયાર હોવો જોઈએ. શક્ય છે કે પરિસ્થિતિ તેના માટે બીજા કરતા વધુ અનુકૂળ હોય. અમારે માટે આ પ્રોફેશનલ બનવાની વાત છે."
kuldeep-yaadv

કુલદીપ વિશે કોચનું મોટું નિવેદન

ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ભારતે ચાર સ્પેશ્યાલિસ્ટ સ્પિનર સાથે મેચ રમી હતી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા. પરંતુ એ માર્ચનો સમય હતો. મોર્કલે યાદ અપાવ્યું કે સપ્ટેમ્બરમાં દુબઈ સ્ટેડિયમની પિચ વધુ ભીની રહે છે. તેઓ સમજે છે કે ઈંગ્લેન્ડમાં કુલદીપ યાદવને મેચ રમવાનો મોકો ન મળવો કેટલું કઠિન હતું, પરંતુ તેઓએ આગલા મેચોમાં આ ડાબા હાથના સ્પિનરને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.

મોર્કલે કુલદીપ વિશે કહ્યું,

"તે ખૂબ જ પ્રોફેશનલ ખેલાડી છે. ઈંગ્લેન્ડથી પરત આવ્યા પછી પણ તેણે પ્રેક્ટિસમાં ઘણી ઓવરો ફેંકી છે. મારા માટે કુલદીપે પોતાના કરિયરમાં ઘણી ઓવરો ફેંકી છે. તે જાણે છે કે ટી20 ક્રિકેટ માટે પોતાને કેવી રીતે તૈયાર કરવું. કુલદીપે તાજેતરમાં દિલીપ ટ્રોફીમાં 35 ઓવર બોલિંગ કરી હતી. મને વિશ્વાસ છે કે દુબઈની પરિસ્થિતિઓ કુલદીપ માટે અનુકૂળ રહેશે. મેદાનો મોટા છે, વિકેટ પણ તેની માટે મદદરૂપ બની શકે છે. તેથી મને લાગે છે કે કુલદીપ એશિયા કપમાં ખૂબ જ સારું પ્રદર્શન કરશે."

વધુ વાંચો : પાકિસ્તાન જ નહીં, એશિયા કપમાં આ ટીમ છે ભારત માટે જોખમકારક, આંકડા ડરામણા!

હવે જોવું રહ્યું કે મોર્કલે ના નિવેદન બાદ ટીમ ઈન્ડિયાના માસ્ટર પ્લાન માં શું બદલાવ આવે છે અને ટીમ આગળ કેવું પરફોર્મન્સ કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Today match Asia Cup 2025 India INDIAN CRICKET TEAM

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ