ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / વિરાટની એક ભૂલ, બની 23 વર્ષીય એક્ટ્રેસ માટે વરદાન! કહ્યું 'બસ પ્રેમ મળતો રહે'
Last Updated: 03:58 PM, 26 August 2025
ADVERTISEMENT
ક્રિકેટના બાદશાહ એવા વિરાટ કોહલી તેમની શાનદાર બેટિંગને કારકે અવારનવાર ચર્ચામાં હોય છે. એક વાર વિરાટ કોહલીએ 23 વર્ષીય એક્ટ્રેસ અવનીત કૌરના એક ફોટો પર લાઇક કરી હતી. આ વાત સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની હતી.
ADVERTISEMENT
ત્યાર બાદ વિરાટ કોહલીને તેની સ્પષ્ટતા પણ આપવી પડી હતી. હાલમાં એક ઇવેન્ટમાં એક્ટ્રેસ અવનીત કૌરને પણ વિરાટ કોહલીના લાઇક બાબતે સવાલ કરવામાં આવ્યો હતો. જાણો શું હતી ઘટના?
અવનીત કૌર
ADVERTISEMENT
અવનીત કૌર ખૂબ જ ટૂંક સમયમાં ફિલ્મ લવ ઇન વિયેતનામમાં જોવા મળશે. થોડા દિવસ પહેલા જ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું હતું. ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં અવનીત પણ હાજર રહી હતી.
પીળા રંગના ડ્રેસમાં અવનીત ખૂબ જ સુંદર લાગી રહી હતી. હાલમાં બધે અવનીતની જ ચર્ચા થઈ રહી છે. આ ટ્રેલર લોન્ચ દરમિયાન મીડિયા દ્વારા જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે વિરાટ કોહલીએ તેમનો ફોટો લાઈક કર્યો હતો, તો તેમણે શું કહ્યું?
ADVERTISEMENT
અવનીત કૌરનો પ્રતિસાદ
અવનીતે સ્મિત સાથે જવાબ આપ્યો
ADVERTISEMENT
“ બસ પ્રેમ મળતો રહે... બીજું શું બોલું હું?”
જણાવી દઈએ કે વિરાટ કોહલીએ અવનીત કૌરની એક પોસ્ટ પર લાઈક કરી હતી. આ પોસ્ટમાં અવનીત લીલા રંગના ટોપ અને પ્રિન્ટેડ સ્કર્ટમાં દેખાઈ રહી હતી. વિરાટના લાઈક બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ થઈ હતી. ત્યાર બાદ વિરાટે ખુદ સોશિયલ મીડિયા પર આ અંગે સ્પષ્ટતા આપી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
વિરાટ કોહલીની સ્પષ્ટતા
વિરાટે લખ્યું હતું
“હું આ સ્પષ્ટ કરી દેવા માગું છું કે મારી ફીડ ક્લીન કરતી વખતે લાગે છે કે એલ્ગોરિધમે ભૂલથી કોઈ ઈન્ટરેક્શન રજીસ્ટર કરી દીધું હશે. તેના પાછળ મારો કોઈ ઈરાદો ન હતો. વિનંતી છે કે કોઈ પણ ગેરસમજ ન કરે. સમજવા બદલ આભાર.”
અવનીત કૌરની કારકિર્દીની સફર
અવનીત કૌરની વાત કરીએ તો તેઓ બાળપણથી જ એક્ટિંગ સાથે જોડાયેલા રહ્યા છે. તેમણે ઘણા લોકપ્રિય શો અને અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને મર્દાની, કરીબ કરીબ સિંગલ, એકતા, મર્દાની 2, ચીડીયા ખાના, ટીકુ વેડ્સ શેરુ,લવ કી અરેન્જ મેરેજ જેવી ફિલ્મોમાં જોઈ શકાય છે.
વધુ વાંચો: ફ્રી..ફ્રી..ફ્રી..., ફેન્સ માટે ખુશખબરી, 2025ની તમામ મેચની ટિકિટ મળશે મફતમાં!
ટેલીવિઝન શોમાં તેમણે ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ, મેરી મા, ઝલક દિખલા જા 5, સાવિત્રી–એક પ્રેમ કહાની, ટ્વિસ્ટ વાલા લવ, ક્રાઈમ પેટ્રોલ સતર્ક, અલાદીન જેવા શો કર્યા છે. છેલ્લે તેઓ 2020માં ટીવી પર જોવા મળ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ