ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:27 PM, 26 August 2025
ADVERTISEMENT
મેન્સ હોકી એશિયા કપ 2025નું આયોજન આગામી 29 ઓગસ્ટથી બિહારના રાજગીરથી શરૂ થવા જઈ રહ્યું છે, જ્યાં દરેક ટીમો બિહાર પહોંચી ગઈ છે. ભારતીય હોકી ટીમનો પહેલો મુકાબલો 29 ઓગસ્ટે ચીન સાથે છે. આ પહેલા હોકી ઇન્ડિયાએ મોટી જાહેરાત કરીને ફેન્સને સારા સમાચાર આપ્યા છે. આ એશિયા કપ મેચોની ટિકિટ ફ્રી રહેશે. જ્યાં ફેન્સ સ્ટેડિયમમાં જઈ શકશે અને કોઈપણ મેચને ફ્રીમાં જોઈ શકશે.
ADVERTISEMENT
હોકી ઈન્ડિયાએ આ જાહેરાત કરતા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "હિરો મેન્સ એશિયા કપ રાજગીર, બિહાર 2025ની દરેક મેચોમાં એન્ટ્રી ફ્રી રહેશે. 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર 2025 સુધી રાજગીર હોકી સ્ટેડિયમમાં રમાનારી આ ટુર્નામેન્ટ બિહારના દિલ (રાજગીર)માં હોકીનો એક ભવ્ય ઉત્સવ હોવાનો વાયદો કરે છે."
𝙄𝙉𝘿𝙄𝘼, 𝘼𝙍𝙀 𝙔𝙊𝙐 𝙍𝙀𝘼𝘿𝙔!!! 🤩
— Hockey India (@TheHockeyIndia) August 26, 2025
The Hero Asia Cup, Rajgir, Bihar 2025 is almost here — and your seat is waiting! 🙌
RSVP now and secure your complimentary entry to witness the best in Asia in action. 🏑✨
📲 Download the Hockey India App & book your tickets… pic.twitter.com/Ydnoi8zjQj
ADVERTISEMENT
હોકી ફેન્સ wwe.ticketgenie.in અથવા હોકી ઈન્ડિયાની એપ પર જઈને ફ્રી ટિકિટ બુક કરી શકે છે. અહીંયા પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ તમને વર્ચ્યુઅલ ટિકિટ મળશે. ટિકિટ બુક કરવાની રીત સરળ રાખવામાં આવી છે. વર્ચ્યુઅલ ટિકિટ ફેન્સ માટે સરળ બનાવશે અને દરેક વ્યક્તિ સરળતાથી તેમની સીટ સુધી પહોંચી શકશે.
ADVERTISEMENT
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે નવી દિલ્હીમાં હોકી મેન્સ એશિયા કપ 2025 ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. આ ટુર્નામેન્ટની 12મુ એડીશન છે, જે 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન બિહારના રાજગીરમાં યોજાશે.
ADVERTISEMENT
(2/2) pic.twitter.com/uNW3ULv77c
— Hockey India (@TheHockeyIndia) August 25, 2025
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ભારતની ટીમનો પૂલ 'A'માં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં તેની સાથે ચીન, જાપાન અને કઝાકિસ્તાન છે. પૂલ 'B'માં ચાઇનીઝ તાઇપેઈ, મલેશિયા, દક્ષિણ કોરિયા અને બાંગ્લાદેશ છે. પાકિસ્તાને આ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું, ત્યારબાદ તેની જગ્યાએ બાંગ્લાદેશનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ