ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાજપ-AAPની ચેલેન્જ વચ્ચે હવે કોંગ્રેસે ઝંપલાવ્યું, પરંતુ ઋષિકેશ પટેલ મૌન

વિરોધ / ભાજપ-AAPની ચેલેન્જ વચ્ચે હવે કોંગ્રેસે ઝંપલાવ્યું, પરંતુ ઋષિકેશ પટેલ મૌન

Last Updated: 01:15 PM, 14 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાં કોંગ્રે દ્વારા આક્રમક વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતાઓને વારંવાર અધિકારીઓએ સમજાવવાના પ્રયાસો ચાલુ કર્યા હતા.

ADVERTISEMENT

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા છે. તો બીજી તરફ મોરબીમા કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના નેતાઓને વારંવાર અધિકારીઓએ સમજાવવાના પ્રયાસો ચાલુ કર્યા છે. તમામ 25 લોકોને લઈને અંદર આવો અમે તમારી રજૂઆત સાંભળશું. કોગ્રેસના કાર્યકર્તા અને નેતાઓને એક જ માંગ છે. મોરબી મહાનગર પાલિકા કમિશ્નર અમારી સામે આવે અમે કમિશ્નર સાથે જ વાત કરીશું. મોરબી કમિશ્નર હાઈ હાઈના નારા લાગ્યા હતા. પોલીસ અને મોરબી કોંગ્રેસ વચ્ચે સતત ઘર્ષણ ચાલુ છે.

મનપામાં કોંગ્રેસ કાર્યકર્તાઓને પ્રવેશ આપ્યો

મોરબીમાં વિકાસને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવ્યો છે. મનપામાં કોંગ્રેસ કાર્યકર્તાઓને પ્રવેશ આપ્યો હતો. પોલીસની સમજાવટ બાદ 40 થી વધુ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. લલિત કગથરા, કિશોર ચિખલીયા સહિતના નેતાઓએ મહાનગર પાલિકા કમિશ્નરને રજૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ રાજીનામાની ચેલેન્જ વચ્ચે AAPના પ્રવિણ રામનો દાવો, 'ગોપાલ ઇટાલિયાએ ક્યાંય પણ રાજીનામાની વાત...'

ગુજરાતમાં ફક્ત વિકાસની રાજનીતિ ચાલી રહી છેઃઋષિકેશ પટેલ

ચેલેન્જ પોલિટિક્સ પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, ચેલેન્જની રાજનીતિ નથી, વિકાસની રાજનીતિ છે. ગુજરાતમાં ફક્ત વિકાસની રાજનીતિ ચાલી રહી છે. કાંતિ અમૃતિયા સાથે આ મુદ્દે વાત કરશે કે નહી તે મુદ્દે મૌન છે.

આ પણ વાંચોઃ કાંતિ અમૃતિયા તો સચિવાલય પહોંચી ગયા, તો ગોપાલ ઇટાલિયાનું સ્ટેટસ શું છે?

બંને ધારાસભ્યોએ લોકોના કામ કરવા જોઈએઃ શંકર ચૌધરી

તેમજ વિધાનસભા અધ્યક્ષે પણ આ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતુ કે, કાંતિ અમૃતિયા કે ગોપાલ ઈટાલિયાએ સંપર્ક કર્યો નથી. તેમજ મારી પાસે આવો કોઈ વિષય આવ્યો નથી. બંને ધારાસભ્યોએ લોકોના કામ કરવા જોઈએ. રાજીનામા અંગે બંનેમાંથી કોઈએ અધ્યક્ષનો સંપર્ક કર્યો ન હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kanti Amrutia MLA Kanti Amrutia Gopal Italia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ