બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / રાજીનામાની ચેલેન્જ વચ્ચે AAPના પ્રવિણ રામનો દાવો, 'ગોપાલ ઇટાલિયાએ ક્યાંય પણ રાજીનામાની વાત...'
Last Updated: 12:45 PM, 14 July 2025
Gujarat Politics : ગુજરાતમાં તાજેતરમાં શરુ થયેલ ચેલેન્જની રાજનીતિમાં હવે મામલો ગરમાયો છે. વાસ્તવમાં રાજીનામાની ચેલેન્જ બાદ ગાંધીનગરમાં રાજનીતિનો હાઈવોલ્ટેજ ડ્રામા સજાયો છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સચિવાલય પહોંચ્યા છે. જોકે અહીં સૌથી મોટી અને ચોંકાવનારી વાત તો એ છે કે, કાંતિ અમૃતિયાએ હજુ સુધી વિધાનસભા અધ્યક્ષને મળવાનો સમય માંગ્યો નથી. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીનાં નેતા પ્રવીણ રામનું મોટું નિવેદન સામે આવ્યું છે. પ્રવીણ રામે કહ્યું છે કે, ગોપાલ ઈટાલીયાએ કયારેય રાજીનામું આપવાની વાત કરી જ નથી.
ADVERTISEMENT
શું કહ્યું આપ નેતા પ્રવીણ રામે ?
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીનાં નેતા પ્રવીણ રામે કહ્યું કે, ગુજરાતના રોડ રસ્તાની હાલત, ગંભીરા બ્રિજની ઘટના, નલ સે જલ અને મનરેગા યોજનામા ભ્રષ્ટાચાર પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે ભાજપે કાંતિ કાકાને કોન્ટ્રાક્ટ આપ્યો છે. કાંતિકાકા ગાંધીનગર જવા રવાના થયા એમને આપનેતા પ્રવીણ રામે નોટંકી ગણાવી અને હાલની સમસ્યાઓ અને ભ્રષ્ટાચારથી ધ્યાન ભટકાવવા માટે ભાજપ અને કાંતિકાકા નાટક કરી રહ્યા હોય એવો આક્ષેપ કર્યો છે.
ADVERTISEMENT
આખી સરકાર રાજીનામું આપી દો: પ્રવીણ રામ
આમ આદમી પાર્ટીનાં નેતા પ્રવીણ રામે જો રાજીનામાં જ આપવા હોય તો આખી સરકારનું રાજીનામું આપી દો અને ચૂંટણી કરાવો તેવી ચેલેન્જ આપી છે. આ સાથે તેમને સૌથી મોટું નિવેદન આપતા કહ્યું કે, ગોપાલભાઈ ઇટાલિયાએ પોતે રાજીનામું આપવાની વાત જ નથી કરી અને હજુ શપથ જ નથી થયા તો ગોપાલભાઈના રાજીનામાની વાત જ નથી આવતી. આ સાથે તેમણે ઉમેર્યું કે, કાંતિકાકા ગાંધીનગર જઈને વીડિયો બનાવીને જેમ વાઘ માર્યો હોય એમ નાટક કરશે અને ગુજરાતની જનતાનું ધ્યાન ભટકાવવાનું કામ કરશે.
ADVERTISEMENT
જાણો શું છે સમગ્ર મામલો ?
ADVERTISEMENT
મોરબીમાં વરસાદના લીધે ઉભી થયેલ પરિસ્થિતિ બાદ હાથ ધરાયેલ કામગીરીનું નિરીક્ષણ કરવા ગયેલા ધારાસભ્ય આપેલા નિવેદનથી રાજકીય ગરમાવો વધી ગયો છે. મોરબીના વીસીપરા, પંચાસર રોડ, નાની કેનાલ રોડ વિગેરે વિસ્તારમાં રાત્રિના સમયે થતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ધારાસભ્ય, કલેકટર અને કમિશનર પહોંચ્યા હતા. નોંધનીય છે કે, છેલ્લા દિવસોમાં થયેલ આંદોલનોમાં વિસાવદર વાળી કરવાની વારંવાર ચિમકી ઉચ્ચારી તે અંગેના પ્રશ્ન પૂછવામાં આવતા ધારાસભ્યએ જવાબ આપ્યો છે.

ADVERTISEMENT
સૌથી પહેલા કાંતિ અમૃતિયાએ શું કહ્યું તે જાણો
મોરબીના BJP ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ તાજેતરમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, 20 વર્ષ પહેલા મારી પત્નીએ ગોપાલ ઇટાલીયાને જવાબ આપ્યો હતો અને ચૂંટણી લડવી હોય તો હું રાજીનામું આપી દઈશ અને જો જીતી જાય તો બે કરોડ આપીશ.
20 વર્ષ પહેલા મારી પત્નીએ ગોપાલ ઇટાલીયાને જવાબ આપ્યો હતો અને ચૂંટણી લડવી હોય તો હું રાજીનામું આપી દઈશ અને જો જીતી જાય તો બે કરોડ આપીશ : કાંતિભાઈ અમૃતિયા #GujaratPolitics #KantiAmrutiya #GopalItalia #Morbi #Visavadar pic.twitter.com/iDOPRUhcHy
— Priykant Journalist (@Priykantnews) July 10, 2025
આ પછી ગોપાલ ઈટાલીયાએ સ્વીકારી ચેલેન્જ
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મોરબીના ધારાસભ્યની ચેલેન્જ સ્વીકારીને કહ્યું કે, મોરબીના ધારાસભ્ય બે દિવસમાં રાજીનામું આપે, હું તેમની સામે ચૂંટણી લડવા તૈયાર છું. અ સાથે તેમને કહ્યું કે, મોરબીના ધારાસભ્ય હિંમત બતાવીને 12 તારીખ સુધીમાં રાજીનામું આપે. ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે, ધારાસભ્યને ખબર છે કે કામની ચેલેન્જ મારી શકાય તેમ નથી કારણ કે કામ થયા નથી. મોરબીના અનેક પોશ વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જાય છે. 30 વર્ષના ધારાસભ્ય મને ચેલેન્જ મારે છે એ જ એમની સૌથી મોટી નિષ્ફળતા છે. 30 વર્ષ સુધી વોટ આપનાર જનતાએ મોરબીના ધારાસભ્યને સવાલ પૂછતા ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું. 30 વર્ષ સુધી જનતાએ વોટ આપ્યા ત્યારે જનતા તમને પસંદ હતી, પણ હવે જ્યારે લોકોએ રોડ, રસ્તા અને ચોમાસાના ભરાતા પાણી મુદ્દે સવાલ પૂછ્યા તો ધારાસભ્યને ગમતું નથી.
કાંતિ અમૃતિયાએ કહ્યું તાકાત હોય તો મોરબીમાં ચૂંટણી લડો, ગોપાલ ઈટાલિયાએ કહ્યું ચેલેન્જ સ્વીકાર#KantilalAmrutiya #GopalItalia #MorbiMLA #VisavadarMLA #BJPGujarat #AAPGujarat #ViralVideo #VTVDigital pic.twitter.com/ByKhQc3GWm
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 10, 2025
અને પછી કાંતિ અમૃતિયાએ કહ્યું આવી જાઓ સોમવારે રાજીનામું આપવા...
આ પછી કાંતિ અમૃતિયાનું ફરી નિવેદન આવ્યું કે, હું ગાંધીનગરમાં બેઠા બેઠા જોતો હતો કે, આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓ ગમે ત્યાં મોરબીની પ્રજાને ઉશ્કેરવાનું કામ કરી રહ્યા હતા. એક વિસાવદરની સીટ આવી એમાં તો ગોપાલભાઈ અહીં આવશે ને... આ પ્રકારના વિડીયો જોતા પછી મને એમ થયું કે, છેલ્લા ૨ વર્ષથી હું જોઉં છું.. ભાઈ શ્રી ગોપાલભાઈ ઈટાલીયા... તમે એમ કહો છે કાંતિભાઈનાં પેટમાં તેલ રેડાયું, તો ભાઈ કોઈ તેલ રેડાયું નથી. તમે એક વાર ચૂંટાણા હું સાત વાર લડ્યો છુ.
Video: મોરબી ચૂંટણી લડવા અંગે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે શાબ્દિક જંગ#KantilalAmrutiya #KantiAmrutiya #GopalItalia #MorbiMLA #VisavadarMLA #BJPGujarat #AAPGujarat #ViralVideo #VTVDigital pic.twitter.com/47COUnf6id
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 10, 2025
આ પણ વાંચો : કાંતિ અમૃતિયા તો સચિવાલય પહોંચી ગયા, તો ગોપાલ ઇટાલિયાનું સ્ટેટસ શું છે?
આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીને ત્યાં જઇ બંને આપણે બન્ને રાજીનામું આપી દઈએ. રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે, વિસાવદરની ચૂંટણીમાં અમારા અને તમારા કાર્યકર્તા લડશે અને અહીં મોરબીમાં તમે અને હું લડીશું. એટલે તમને ખબર પડી જાય કે અહીંયા ગોપાલભાઈના નામે ધમકી ના દે અને ઉશ્કેરવાનું બંધ થઇ જાય. આ સાથે કાંતિ અમૃતિયાએ કહ્યું હું તો જુબાનનો પાકો છું. મને મોરબીનાં કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ છે. તમારા આમ આદમી પાર્ટીનાં તમામ ભારતનાં નેતા આવે અને અહીં મોરબીનાં મારા ભાજપના કાર્યકર્તાઓ, મતદારો અને વેપારીઓ.... આપણે બંનેને ચૂંટણી લડવાની છે. કાંતિ અમૃતિયાએ કહ્યું એમાં તમે પાછા પડ્યા તો તમારા બાપમાં ફેર અને મારા પણ બાપમાં ફેર. આવતા સોમવારે તમે આવો શંકરભાઈને ત્યાં.. આપણે બન્ને રાજીનામું દઈએ. રાજીનામાં બાદ આપણે બંનેએ લડવાનું અને હું હારું તો મારે તમને બે કરોડ દેવાના. આ સાથે ગોપાલ ઈટાલીયા પર પ્રહાર કરતા કહ્યું કે, આ બધું બંધ કરો તમે... એક સીટ આવી એમાં તો કાર્યકર્તાઓએ ઉપાડો લીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.