ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કાંતિ અમૃતિયા તો સચિવાલય પહોંચી ગયા, તો ગોપાલ ઇટાલિયાનું સ્ટેટસ શું છે?

ચેલેન્જ પોલિટિક્સ / કાંતિ અમૃતિયા તો સચિવાલય પહોંચી ગયા, તો ગોપાલ ઇટાલિયાનું સ્ટેટસ શું છે?

Last Updated: 12:42 PM, 14 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીના ધારાસભ્યએ ગોપાલ ઈટાલીયાને આપેલ ચેલેન્જ બાદ હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયા સચિવાલય પહોંચ્યા છે. ત્યારે હવે ગોપાલ ઈટાલિયા સચિવાલય આવશે કે નહી તેને લઈ અનેક ચર્ચાઓએ જોર પક્ડ્યું છે.

ADVERTISEMENT

રાજીનામાની ચેલેન્જ બાદ ગાંધીનગરમાં રાજનીતિનો હાઈવોલ્ટેજ ડ્રામા સજાયો હતો. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સચિવાલય પહોંચ્યા છે. પરંતુ હજુ સુધી વિધાનસભા અધ્યક્ષને મળવાનો કાંતિ અમૃતિયાએ સમય માંગ્યો નથી.

આજે રાજીનામું આપવાની કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ આપી હતી. કાંતિ અમૃતિયા તો સચિવાલય પહોંચી ચૂક્યા છે. પરંતું હજુ સુધી આપના ધારાસભ્ય સચિવાલય ન પહોંચતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

12.30 વાગ્યા સુધી હું તડકે બેસીને ગોપાલભાઈની રાહ જોઉ છું

ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે, 97 માં મે જ્યારે લડાઈ કરી. ત્યારે મને ખબર હતી કે મારૂ ધારાસભ્ય પદ જશે. જેલમા જવું પડશે તો પણ મે લડાઈ હતી. ગોપાલ ઈટાલિયાના ન આવવા મુદ્દે ધારાસભ્યએ જણાવ્યું હતુ કે, હું માઈન્ડથી સ્ટ્રોગ છું. તેમજ મને મરવાની બીક લાગતી નથી. મારી સાથે આવેલા તમામ લોકો ઉમંગથી આવ્યા છે. હું ગોપાલ ઈટાલિયાની રાહ જોઉ છું. હજુ સુધી ગોપાલ ઈટાલિયા ગાંધીનગર ન આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. તેમજ મારા શબ્દ એક જ છે. આ મારી પોતાની લડાઈ છે. 12.30 વાગ્યા સુધી હું તડકે બેસીને ગોપાલભાઈની રાહ જોઉ છું.

કાંતિ અમૃતિયાએ એવી શરત મુકી છે કે જો પદનામિત MLA ગોપાલ ઇટાલીયા ત્યાં આવશે, તો જ તેઓ રાજીનામું આપશે. જો ગોપાલ ઇટાલીયા હાજર નહીં થાય, તો અમૃતિયા પોતાનું રાજીનામું નહીં આપે. કાંતિ અમૃતિયાના આ પગલાથી રાજકીય ગરમાવો વધ્યો છે અને સોમવારનો દિવસ રાજકીય દ્રષ્ટિએ મહત્વનો બની રહેશે.

આ પણ વાંચોઃ ઉ.ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર સુધી તાંડવ મચાવશે મેઘરાજા, નોંધી લેજો અંબાલાલની આ તારીખો

મહત્વનું છે કે કાંતિ અમૃતિયાએ સૌથી પહેલા ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકી હતી કે તે મોરબીથી ચૂંટણી જીતી બતાવે તો હું તેને 2 કરોડ રૂપિયા આપીશ.. ગોપાલ ઇટાલિયાએ આ ચેલેન્જ સ્વીકારતા કહ્યું હતું કે મને ચેલેન્જ સ્વીકાર્ય છે.. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે હવે કાંતિ અમૃતિયા રાજીનામું આપે .. કાંતિ અમૃતિયાએ કહ્યુ હતું કે હું પણ રાજીનામું આપું અને ગોપાલ ઇટાલિયા પણ રાજીનામું આપે અને બન્ને મોરબીથી ચૂંટણી લડીએ .જો હું હારુ તો જે પ્રમાણે બોલ્યો છું તે પ્રમાણે 2 કરોડ રૂપિયા ગોપાલ ઇટાલિયાને આપીશ.. તેમણે એમ પણ કહ્યું કે હવે જો ગોપાલ ફરે તો એના બાપમાં ફેર અને હું ફરું તો મારા બાપમાં ફેર .હવે કાંતિ અમૃતિયાએ સોમવારે રાજીનામું આપવા જવાની વાત કરી છે, અને કહ્યું છું કે હું વિધાનસભા ગેટ પર ગોપાલ ઇટાલિયાની 30 મિનિટ સુધી રાહ જોઇશ.

આ પણ વાંચોઃ ઉ.ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર સુધી તાંડવ મચાવશે મેઘરાજા, નોંધી લેજો અંબાલાલની આ તારીખો

અમૃતિયાએ પોતાના મોરબીના કાર્યકર્તાઓ પર પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો, ને કીધું કે, "તમે અહીં આવો, તમારા આપના દેશના તમામ નેતાઓ આવે ને આપણે ચૂંટણી લડીએ." એમણે આપ પાર્ટી પર કટાક્ષ કરતા કીધું કે, "વિસાવદરમાં એક સીટ જીત્યા એટલે આપના કાર્યકરોએ ને નેતાઓએ આટલો બધો ઉપાડો લીધો છે!"

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MLA Gopal Italia Kanti Amrutia MLA Kanti Amrutia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ