બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Sonia Gandhi speaks on corona crisis - not the system, but the Modi government has failed

PM મોદીની નિંદા / કોરોના સંકટ પર સોનિયા ગાંધીનું મોટું નિવેદન, કહ્યું- સિસ્ટમ નહીં પરંતુ મોદી સરકાર નિષ્ફળ થઈ છે

ParthB

Last Updated: 06:11 PM, 7 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મનમોહન સિંહ, રાહુલ ગાંધી, મમતા બેનર્જી બાદ હવે સોનિયા ગાંધીએ મોદી સરકારના કામને લઈને ઉઠાવ્યા પ્રશ્નો

  • કોંગ્રેસ સંસદીય દળની વર્ચ્યુઅલ મિટિંગ કરી
  • આ "સરકાર વિરુદ્ધ" ની લડાઈ નથી. પણ આ "કોરોના વિરુદ્ધ"ની લડાઈ છે.
  • 35,000 કરોડ રૂપિયા રસી માટે ફાળવ્યા હોય તો રાજય સરકાર શા માટે રસીનો ખર્ચ ભોગવે?  

 
કોંગ્રેસ સંસદીય દળની વર્ચ્યુઅલ મિટિંગ કરી 
દેશમાં ચાલી રહેલ કોરોના મહામારીની પરિસ્થિતિ વચ્ચે સોનિયા ગાંધીએ શુક્રવારે કહ્યું કે કોઈ સિસ્ટમ નિષ્ફળ નથી ગઈ કારણકે ભારત પાસે ઘણી તાકાત અને સંસાધનો છે. ગાંધીએ કોંગ્રેસ
સંસદીય દળની વર્ચ્યુઅલ મિટિંગમાં કહ્યું હતું કે મોદી સરકાર આ સંસાધનોનો રચનાત્મક રીતે ઉપયોગ કરવામાં નિષ્ફળ રહી છે. ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં હમણાં જ યોજાયેલ ચૂંટણીનાં પરિણામો પર સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ કાર્ય સમિતિ ચુંટણી પરિણામનું વિશ્લેષણ કરશે. 

આ "સરકાર વિરુદ્ધ" ની લડાઈ નથી. પણ આ "કોરોના વિરુદ્ધ"ની લડાઈ છે. 
મનમોહન સિંહ, રાહુલ ગાંધી દ્વારા PM નરેન્દ્ર મોદીને લખવામાં આવેલા પત્રોનો ઉલેખ્ખ કરતાં કહ્યું કે, પાર્ટી અધ્યક્ષે જણાવ્યું કે એવું લાગે છે કે આ બધા જ ઉપયોગી સૂચન બહેરા લોકોનાં કાન પાસે કર્યા હોય તેવું લાગે છે કારણકે તે પત્રો પર કોઈ સાર્થક પ્રતિક્રિયા આવી નથી. તેમણે કહ્યું કે આ "સરકાર વિરુદ્ધ" ની લડાઈ નથી. પણ આ "કોરોના વિરુદ્ધ"ની લડાઈ છે. સોનિયાએ કહ્યું કે કોંગ્રેસ સ્થાનિક સમિતિની બેઠકની માંગણી કરે છે. આ સંકટમાંથી બહાર નીકળવા માટે સક્ષમ, શાંત, અને દૂરદર્શી નેતૃત્વની જરૂર પડે છે.


 
35,000 કરોડ રૂપિયા રસી માટે ફાળવ્યા હોય તો રાજય સરકાર શા માટે રસીનો ખર્ચ ભોગવે?
મોદી સરકારની ઉદાસીનતા અને અક્ષમતાને કારણે આજે આખું રાષ્ટ્ર ડૂબી રહ્યું છે. વધુ માં તેમણે કહ્યું કે, અમારા માટે પોતાનાં લોકોને ભેગા કરવાનો અને તેમની સેવા માટે સમર્પિત થવાનો સમય છે. વેક્સિનને લઈને સરકારની નિંદા કરતાં આગળ કહ્યું કે સરકારે 2021નાં બજેટમાં 35,000 કરોડ રૂપિયા રસી માટે ફાળવ્યા હતા, તેમ છતાંય રસીકરણનાં ત્રીજા ચરણમાં રાજ્ય સરકારોને રસીનો ખર્ચ ભોગવવાનું કહેવામાં આવી રહ્યું છે. સોનિયા એ કહ્યું "મોદી સરકારની રસીકરણ માટેની આ નીતિ લાખો દલિતો, આદિવાસીઓ, અન્ય વર્ગો સાથે સાથે ગરીબોને હાંસિયાની બહાર ધકેલી દેશે. મોદી સરકાર પોતાની નૈતિક ફરજો અને લોકો પ્રત્યેનું કર્તવ્ય ભૂલી એ ઘણું ચોંકાવનારું છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Narendra Modi Niramala Sitharaman PM modi Sonia Gandhi Vaccination coronavirus India કોરોના વાયરસ Sonia Gandhi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ