બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Sonia Gandhi extends full support to central govt for COVID aids to citizens

નિવેદન / સોનિયા ગાંધીનું મોટું નિવેદન: કહ્યું કેન્દ્રના આ કામમાં કોંગ્રેસ આપશે સંપૂર્ણ સમર્થન

Published By: Shalin

Last Updated: 03:49 PM, 1 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારને કોરોના સંકટને ઉકેલવા કેટલીક રીતો સૂચવતો એક વીડિયો સંદેશ આપ્યો છે.

આ સાથે તેમણે તમામ રાજકીય પક્ષોની સંમતિથી એક રણનીતિ પણ ઘડવાની માંગ કરી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, તમામ રાજકીય પક્ષોની સંમતિથી કોરોનાના નિરાકરણ માટે રણનીતિ બનાવવી જોઈએ. કોંગ્રેસ પાર્ટી દેશને કોરોનાથી બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા દરેક પગલાનું સમર્થન કરશે.

સોનિયા ગાંધીએ કહ્યું, વર્તમાન પરિસ્થિતિ માનવતાને હચમચાવી રહી છે. ક્યાંક ઓક્સિજનનો અભાવ છે, દવાઓની તંગી છે, ઘણી હોસ્પિટલોમાં બેડ નથી. કોંગ્રેસ અધ્યક્ષે લોકોને અપીલ કરી છે કે આ કસોટીનો સમય છે, એકબીજાને મદદ કરો. જ્યારે જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળો.

"કેન્દ્ર સરકારે ગરીબો વિશે વિચારવું જોઇએ"

સોનિયા ગાંધીએ કહ્યું, "હવે સમય આવી ગયો છે કે સરકારો જાગૃત થાય અને પોતાની ફરજો બજાવે. કેન્દ્ર સરકારે ગરીબો વિશે વિચારવું જોઇએ અને સ્થળાંતર અટકે તે માટે કોરોના સંકટ સમાપ્ત ન થાય ત્યાં સુધી 6 હજાર રૂપિયા તેમના ખાતામાં મૂકવા જોઈએ. કોરોના ટેસ્ટિંગમાં વધારો થવો જોઈએ." 

"દવાઓની કાળાબજારી અટકાવવી જરૂરી"

તેમણે આગળ કહ્યું કે ઓક્સિજન, દવા અને હોસ્પિટલોનું સંચાલન યુદ્ધના ધોરણે થવું જોઈએ. મફત રસીકરણ થવું જોઈએ. કોરોના રસીના ભાવમાં તફાવત ન હોવો જોઈએ. જીવન બચાવવાની દવાઓની કાળાબજારી અટકાવવી જોઈએ. હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજન તુરંત પહોંચાડવાની વ્યવસ્થા થવી જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Oxygen Sonia Gandhi congress ઓક્સિજન કોરોના વાયરસ સોનિયા ગાંધી coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ