બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ક્યારેક હાથી, તો ક્યારેક ઘોડા, જાણો નવરાત્રિએ કઇ રીતે નક્કી થાય છે માતાજીની સવારી?

નવરાત્રિ 2025 / ક્યારેક હાથી, તો ક્યારેક ઘોડા, જાણો નવરાત્રિએ કઇ રીતે નક્કી થાય છે માતાજીની સવારી?

Nirav Kumar

Last Updated: 12:58 PM, 18 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રિમાં માતા દુર્ગાને અલગ અલગ સવારી કરતા દર્શાવાય છે. પણ શું તમે તેના જ્યોતિષીય આધાર વિષે જાણો છો? આ સવારી કેવી રીતે નક્કી થાય છે ?

ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર ખુબ ધૂમધામથી ઉજવાય છે. જેમાં દુર્ગા માતાના નવ સ્વરૂપોની પૂજા પણ કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં આ નવરાત્રિનું ખૂબ મહત્વ છે. દર વર્ષે નવ દિવસ સુધી ચાલતો તહેવાર દુર્ગા માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરાય છે. જેમાં દુર્ગા માતા જે વાહન પર સવાર હોય છે તેનું પણ વિશેષ મહત્વ છે. જેમાં તેઓ ઘણીવાર હાથી, ઘોડા અથવા અન્ય કોઈ પ્રાણી પર સવારી કરતા જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સવારી  કેવી રીતે નક્કી થાય છે? ચાલો તેના રહસ્ય વિષે  જાણીએ.

  • દુર્ગા માતાની સવારીનો જ્યોતિષીય આધાર
    નવરાત્રિ દરમિયાન, દુર્ગા માતાની સવારી દિવસ (વાર) દ્વારા નક્કી કરવામાં આવે છે. નવરાત્રિ કયા દિવસે શરૂ થાય છે તે દિવસથી સવારી નક્કી થાય છે.
  1. સોમવાર (શશી) અને રવિવાર (સૂર્ય): જો આ દિવસોમાં નવરાત્રિ શરૂ થાય તો દેવી દુર્ગા માતા હાથી (ગજ) પર સવારી કરીને આવે છે. હાથી પર આગમન સુખ, સમૃદ્ધિ અને સારા વરસાદનું પ્રતીક મનાય છે.
  2. શનિવાર (શનિ) અને મંગળવાર (ભૌમ): આ દિવસોમાં જ્યારે નવરાત્રિ શરૂ થાય ત્યારે દુર્ગા માતા ઘોડા (તુરંગ) પર સવારી કરીને આવે છે. ઘોડા પર સવારી કરવી એ ઘણીવાર યુદ્ધ, રાજકીય અસ્થિરતા અથવા કુદરતી આફતોનું પ્રતીક મનાય છે.
  3. ગુરુવાર (ગુરુ) અને શુક્રવાર (શુક્ર): આ દિવસોમાં જ્યારે નવરાત્રિ શરૂ થાય છે ત્યારે દુર્ગા માતા પાલખી (ડોલા) પર સવારી કરીને આવે છે. પાલખી પર સવારી કરવાને સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.
  4. બુધવાર (બુધ): જો આ દિવસે નવરાત્રિ શરૂ થાય તો દુર્ગા માતા હોડી (નૌકા) પર સવારી કરીને આવે છે. હોડી પર સવારી કરવી શુભ માનવામાં આવે છે, જે ભક્તોની ઇચ્છાઓની પરિપૂર્ણતા અને સારા પરિણામોનું પ્રતિક હોય છે.
  • દેવીની પ્રસ્થાન સવારી
    જેમ દુર્ગા માતાની આગમન સવારી મહત્વની છે તેમ તેમની પ્રસ્થાન સવારી (પરત ફરવાની સવારી) પણ મહત્વની છે. નવરાત્રિના છેલ્લા દિવસે મતલબ કે, વિજયાદશમીના રોજ દુર્ગા માતા પ્રસ્થાન કરે છે તે દિવસ તેમના પ્રસ્થાન સવારી નક્કી થાય છે.
  1. રવિવાર અને સોમવાર: ભેંસ પર પ્રસ્થાન.
  2. મંગળવાર અને શનિવાર: કૂકડા પર પ્રસ્થાન.
  3. બુધવાર અને શુક્રવાર: હાથી પર પ્રસ્થાન.
  4. ગુરુવાર: પુરુષ વાહન (પાલખી) પર પ્રસ્થાન.

ઉલ્લેખનીય છે કે, આ પ્રસ્થાન સવારીઓ પણ ભવિષ્યના સંકેતો દર્શાવે છે, જેમ કે ભેંસ પર પ્રસ્થાનથી દુઃખ અને રોગનો સંકેત મળે છે, જ્યારે હાથી પર પાછા ફરવાથી સુખ અને સમૃદ્ધિનો સંકેત મળે છે.

  • આ વર્ષે દુર્ગા માતા કઈ સવારી કરશે?

કેલેન્ડર મુજબ, 2025 માં શારદીય નવરાત્રિ સોમવાર 22 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે, આથી દુર્ગા માતા હાથી પર સવાર થઈને આવશે.  મતલબ કે, આ વર્ષે પુષ્કળ વરસાદ અને સમૃદ્ધિના સંકેત છે.

વધુ વાંચો : નવરાત્રિમાં સર્જાશે મહાલક્ષ્મી રાજયોગ, જે આ જાતકો પર કરશે રૂપિયાનો વરસાદ

  • પૌરાણિક કથાઓમાં સવારીનું મહત્વ
    દુર્ગા માતાની સવારી પાછળ પૌરાણિક માન્યતાઓ પણ જોડાયેલી છે. દુર્ગા માતાના દરેક સ્વરૂપ અને તેમની સવારીનો પોતાનો ખાસ અર્થ છે. દુર્ગા માતાનું મુખ્ય વાહન સિંહ શક્તિ અને હિંમતનું પ્રતીક છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન બદલાતી સવારીઓ બ્રહ્માંડના ચક્ર અને પ્રકૃતિના બદલાતા સ્વરૂપને દર્શાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

સંકળાયેલા મુદ્દાઓ

Ambe Mata Goddess Durga Navratri 2025
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ