બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / નવરાત્રિમાં સર્જાશે મહાલક્ષ્મી રાજયોગ, જે આ જાતકો પર કરશે રૂપિયાનો વરસાદ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:09 AM, 18 September 2025
1/6
જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે પણ કોઈ મોટો તહેવાર કોઈ ચોક્કસ ગ્રહ નક્ષત્રની યુતિ સાથે આવે ત્યારે તેનો પ્રભાવ વધી જતો હોય છે. આ વખતે નવરાત્રિ દરમિયાન ખૂબ જ દુર્લભ અને શક્તિશાળી યોગ બની રહ્યો છે, જેને મહાલક્ષ્મી રાજયોગ કહેવાય છે. આ યોગ ચોક્કસ રાશિઓ માટે ધન અને ખુશી લાવશે. કેમ કે,નવરાત્રિ દરમિયાન અનેક શુભ યોગ બની રહ્યા છે, જેમાંથી એક રવિ યોગ છે. આ યોગમાં કરવામાં આવેલ કોઈપણ કાર્ય સફળતા લાવે છે, અને ખરીદી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. સૂર્ય અને ચંદ્રના નક્ષત્રો ચોક્કસ સ્થિતિમાં હોય ત્યારે આ યોગ બને છે. જેમાં તમે સોનું, ચાંદી, નવું ઘર, જમીન અથવા કાર ખરીદી શકો છો.
2/6
નવરાત્રિ સામાન્ય રીતે 9 દિવસની હોય છે પરંતુ 2025 માં આ વખતે 10 દિવસની છે. જ્યોતિષ ગણતરી મુજબ શારદીય નવરાત્રિ આ વર્ષે 22 સપ્ટેમ્બર 2025 ના રોજ શરૂ થશે અને 2 ઓક્ટોબર, 2025 ના રોજ વિજયાદશમીના રોજ સમાપ્ત થશે. આ વર્ષે તૃતીયા તિથિ બે છે, જેના કારણે નવરાત્રિ 10 દિવસ સુધી ચાલશે. એવામાં નવરાત્રિ દરમિયાન 24 સપ્ટેમ્બરના રોજ ગ્રહોમાં મોટો ફેરફાર થવાનો છે. આ દિવસે ચંદ્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે, જ્યા મંગળ પહેલાથી જ બિરાજમાન હશે. જ્યારે આ બે ગ્રહો ભેગા થાય છે ત્યારે મહાલક્ષ્મી રાજયોગ રચાય છે. આ રાજયોગથી ત્રણ રાશિઓને સૌથી વધુ ફાયદો થશે. ચાલો તે રાશિ વિશે જાણીએ.
3/6
આ શુભ યોગ તુલા રાશિમાં બની રહ્યો છે તેથી તમને સૌથી વધુ ફાયદો થશે. કોઈપણ આર્થિક સમસ્યાઓનું નિરાકરણ આવશે. અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા રહેશે, અને અટવાયેલા પૈસા પણ પાછા મળશે. તમારી નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતા છે. વ્યવસાયમાં નવી ડીલ મળી શકે છે. પરિવાર અને મિત્રો સાથેના સંબંધોમાં સુધારો આવશે. તમારી લવ લાઇફમાં પણ પ્રેમ વધશે.
4/6
મકર રાશિના જાતકો માટે આ રાજયોગના કારણે તેમની મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. તમારા દરેક કામને ઓળખ મળશે અને તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો. તમારા બોસ અને ઉપરી અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે. કાર્યસ્થળ પર તમારું માન સન્માન વધશે. રોકાણ કરવા માટે આ સમય તમારા માટે ખૂબ જ શુભ સમય છે, જે ભવિષ્યમાં સારું વળતર પણ આપી શકે છે.
5/6
કુંભ રાશિના જાતકો માટે આ યોગ ભાગ્ય અને ધર્મના ઘરમાં બની રહ્યો છે જેથી તમને ભાગ્યનો સાથ મળશે. લાંબા સમયથી અટવાયેલા કાર્યો હવે પૂર્ણ થશે. તમારું નસીબ તમને સાથ આપશે. વિદેશ યાત્રા અથવા લાંબા અંતરની મુસાફરી તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. આ દરમિયાન તમે પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસ અનુભવશો.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ