બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવેથી WhatsApp પર પણ સરળતાથી બની જશે તમારું આયુષ્માન કાર્ડ, જાણો પ્રોસેસ
5 ફોટો ગેલેરી
Last Updated: 12:23 AM, 9 July 2026
1/5
કેન્દ્ર સરકાર અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. જેનાથી લોકોને સહાય મળે છે. જેમાં આયુષ્માન કાર્ડથી પાત્ર લોકોને મફત સારવાર મળે છે. પણ ઓછા લોકો જાણે છે કે, આયુષ્માન કાર્ડ WhatsApp થી પણ મેળવી શકાય છે. મતલબ કે તમારે આયુષ્માન કાર્ડ માટે હવે ક્યાંય જવાની જરૂર નથી. ચાલો જાણીએ કે WhatsApp દ્વારા આયુષ્માન કાર્ડ કેવી રીતે મેળવી શકાય છે.
2/5
સરકારે 'આયુષ્માન સારથી' નામનું એક ખાસ WhatsApp ચેટબોટ શરૂ કર્યું છે. આ ચેટબોટથી તમે 'આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' ની અનેક મુખ્ય સેવાઓનો 24 કલાક લાભ લઈ શકો છો. આ ચેટબોટ NHA દ્વારા વિકસાવવામાં આવ્યું છે. યોજનાની ડિજિટલ સિસ્ટમ સાથે API-બેસ્ડ ઈન્ટીગ્રેટેડનો ઉપયોગ કરીને તે WhatsAppથી PM-JAY સેવાઓની સુરક્ષિત અને રીઅલ-ટાઇમ ઍક્સેસ આપે છે.
3/5
4/5
5/5
"આયુષ્માન સારથી" પર તમે આયુષ્માન કાર્ડ માટે તમારી પાત્રતા ચેક કરી શકો છો તેના માટે અરજી કરી શકો છો અને તેને ડાઉનલોડ કરી શકો છો. અહીંયા તમે e-KYC પૂરી કરી શકો છો અને તમારા આધારને લિંક કરી શકો છો. PM-JAY કાર્ડને લોક કે અનલોક કરી શકો છો. તમે "આયુષ્માન વય વંદના કાર્ડ" સંબંધિત સર્વિસનો લાભ લઈ શકો છો. આ યોજનામાં નોંધાયેલ હોસ્પિટલો સર્ચ કરી શકો છો. ફરિયાદો કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ