ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / Solar power will convert to electrical energy: IIT Mandi Research

સંશોધન / હવે એક ટકા પણ ઊર્જા નહીં થાય બરબાદ, સૌર ઉર્જા કરાશે વીજળીમાં રૂપાંતર

Published By: Dhruv

Last Updated: 03:28 PM, 23 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવી દિલ્હીઃ ઊર્જાની વધતી માગને જોતાં દુનિયાભરમાં ઊર્જાના વૈકલ્પિક સ્રોતની તલાશ કરવામાં આવી રહી છે. સૌર ઊર્જાથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, પરંતુ વધતી જરૂરિયાતોને જોતાં આ પ્રયાસ પર્યાપ્ત નથી. ઊર્જા ઉત્પાદન માટેની આવી રીત પર જોર આપવામાં આવી રહ્યું છે, જેના કારણે પર્યાવરણને નુકસાન ન પહોંચે. હવે આ દિશામાં આઇઆઇટી મંડીના સંશોધકોને મોટી સફળતા હાથ લાગી છે. તેમને ઉષ્માને વધુ સક્ષમતાથી વીજળીમાં બદલવા માટે થર્મો ઇલેક્ટ્રિકલ મટીરિયલ વિકસાવ્યું છે.

ADVERTISEMENT

Solar Power

એવો દાવો કરાઇ રહ્યો છે કે હવે તેની મદદથી એક ટકો પણ ઊર્જા બરબાદ નહીં થાય. ઘણાં સમયથી સૌર ઊર્જાનો વીજળી ઉત્પાદનના રૂપમાં ઉપયોગ કરવા પર ભાર અપાઇ રહ્યો છે. ઊર્જાના અન્ય સ્રોતમાં પણ કેટલીક શક્યતાઓ છે, જ્યારે એ અંગે જાણકારી ઓછી છે. ગરમીમાંથી વીજળી તૈયાર કરવી એક આકર્ષક સંભાવના છે, કેમ કે ઉદ્યોગ, વીજળી સંયંત્ર, ઘરેલુ ઉપકરણ અને ઓટોમોબાઇલના સંચાલન વગેરે વિવિધ સ્રોતોથી ગરમી ઉત્પન્ન થાય છે, પરંતુ તેનાથી વધુ બરબાદ પણ થાય છે.

IIT Mandi

આઇઆઇટી મંડીના સ્કૂલ ઓફ બેઝિક સાયન્સના એસોસિયેટ પ્રો. ડો. અજય સોનાની નેતૃત્વમાં સંશોધકોની એક ટીમે એવા મટીરિયલ વિકસાવ્યાં છે, જે વધુ ક્ષમતા સાથે ગરમીને વીજળીમાં બદલી શકે છે. આ માટે ટીમના થર્મો ઇલેક્ટ્રિકલ મટીરિયલ પર વ્યાપક સંશોધન કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમી દુનિયામાં ફોક્સવેગન, વોલ્વો અને ફોર્ડ અને બીએમડબ્લ્યુ જેવી ઓટોમોબાઇલ કંપનીઓ વ્યર્થ જતી ઊર્જાને ફરી મેળવવાની પ્રક્રિયા વિકસાવી રહી છે. તેનાથી ઇંધણ ખપતમાં ૩થી ૫ મિનિટ સુધી સુધારાની શક્યતા છે.

electrical energy

થર્મો ઇલેક્ટ્રિકલ એનર્જી હાર્વેસ્ટિંગના અન્ય સંભવિત ઉપયોગોમાં વધુ વીજળી વાપરનારા ઉપકરણોને ઇલેક્ટ્રોનિક્સ, હવાઇ જહાજ અને અંતરિક્ષ યાનથી ઉત્પન્ન ગરમી પણ સામેલ છે. દુનિયાની લગભગ ૬૫ ટકા ઊર્જા ગરમીના રૂપમાં બરબાદ થાય છે અને તે તાપ પર્યાવરણમાં પહોંચીને ગ્લોબલ વોર્મિંગનું એક કારણ બને છે. આ રીતે વ્યર્થ જતી ગરમીને બચાવીને તેને વીજળીમાં બદલવાથી દેશને ઊર્જા, આત્મનિર્ભરતા અને પર્યાવરણ સંરક્ષણનો બેવડો લાભ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Solar power Technology electrical energy lifestyle વીજળી ઉર્જા સૌર ઉર્જા IIT Research

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ