બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / So will Alpesh Kathiria hold the hand of Congress? Big signal given after meeting MLAs

ગરમાવો / તો અલ્પેશ કથીરિયા કોંગ્રેસનો હાથ પકડશે? ધારાસભ્યોની મુલાકાત બાદ આપ્યા મોટા સંકેત

Published By: Mehul

Last Updated: 12:18 AM, 27 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ્પેશ કથીરિયા એ ગુજરાત કોન્ગ્રેસના ચાર ધારાસભ્યો સાથે મુલાકત કરી છે. કથીરિયાએ નિવેદન માં કહ્યું કે, અમારી માંગો સરકારે પુરી નથી કરી, કોંગ્રેસના આમંત્રણ પર આગામી સમયમાં નિર્ણય

 

  • અલ્પેશ કથીરિયાની કોંગી નેતાઓ સાથે મુલાકાત 
  • કોંગ્રેસનું અલ્પેશને જોડાવા માટે આમંત્રણ 
  • કથીરિયાનો એક જ રાગ' સરકારે વચન નથી પાળ્યું' 

ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમુદાય જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ,પોતાની જરૂરિયાતનો પવન કઈ તરફ છે તે જોઇને પીઠ ફેરવશે. કોંગ્રેસમાં જોડાયા પૂર્વે હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાની જોડીએ સમગ્ર સમાજનું ધ્યાન ખેંચ્યું હતું એટલું જ નહિ,હાર્દિક સાથે અલ્પેશે પણ સુરતના યુવા પાટીદારો પર બરોબરની પકડ બનાવી છે. અલ્પેશનો લાંબા સમયનો જેલ ગમન, તેમને થો સમય સક્રિય નાં રાખી શક્યો પણ હવે અલ્પેશ આવે છે ? તેવા સમીકરણ વહેતા થયા છે. અલ્પેશ કથીરિયા એ ગુજરાત કોન્ગ્રેસના ચાર ધારાસભ્યો સાથે મુલાકત કરી છે. કથીરિયાએ નિવેદન માં કહ્યું કે, અમારી માંગો સરકારે પુરી નથી કરી, આ વચ્ચે કોંગ્રેસના 4 ધારાસભ્યો સાથે મુલાકાત કરી છે અને કોંગ્રેસના આમંત્રણ પર આગામી સમયમાં નિર્ણય લેશું. 

અલ્પેશ કથીરિયા કોંગ્રેસમાં આવવાની અટકળો વહેતી થઇ છે. આ મુદ્દે પ્રતાપ દુધાતે નિવેદન આપ્યું છે કે,આંદોલનકારી રાજકરણમાં આવે એ જરૂરી છે અને સરકારે માંગ નાં સ્વીકાર્યાની  અલ્પેશની વાત પર દુધાતે કહ્યું કે, ભૂતકાળમાં પણ ભાજપે આવો જ વ્યવહાર કર્યો છે. અલ્પેશને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. તો ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ કહ્યું કે, સરકારે વચન નથી પાળ્યું. અગાઉ પણ પાસની ટીમે સરકાર પાસે રજૂઆત કરી છે. પણ સરકાર વચન આપીને ફરી ગઇ છે. આગામી વિધાનસભામાં અમે આ મુદ્દો પણ ઉઠાવીશું. 

અલ્પેશ પણ સમાજને પૂછશે ? 


ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજની જુના કેસો અંગેની માંગ સરકાર પાસે વારંવાર દોહરાવાઈ રહી છે. એક તરફ, નરેશ પટેલ કઈ બાજુ જશે તે હવે ખુદ નરેશ પટેલે સમય પર છોડ્યું છે. પણ નરેશ પટેલની રજૂઆત, ભરતસિંહ સોલંકીનું, પટેલને મળવું, પછી ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની પટેલ સાથે 'ચાય પે ચર્ચા' એ ગુજરાતની રાજનીતિની ધૂરામા કમ્પારો લાવી દીધો હતો. વળી, નરેશ પટેલે ખોડલધામ પાટોત્સવ પછી પોતાની જાહેરાતની ઘોષણા કરી. વળી, આ દિવસે પણ , નરેશ પટેલે સમયના તરાપા સાથે પોતાની હોડી, લાંગરી દીધી છે. હવે, કોંગ્રેસનાં ચાર ધારાસભ્યો, અલ્પેશને આમંત્રિત કરી રહ્યા છે. સૌની નજર એ છે કે, અલ્પેશ પણ સમાજની ઈચ્છા જાણીને નિર્ણય લેશે કે તુરંતમાં નિર્ણય લેશે.? કારણકે, રાજનીતિમાં હવે સમાજનું વધારે મહત્વ બન્યું છે. પછી  કુંવરજી બાવળીયા હોય, પરસોત્તમ સોલંકી- હીરા સોલંકી હોય, દેવજી ફતેપરા  હોય કે નરેશ પટેલ - અલ્પેશ કથીરિયા. શસ્ત્રની ધાર સમાજ કાઢે, પછી નેતા એ શસ્ત્ર લઈને મેદાનમાં ઉતરે છે. છેલ્લે ટીકીટ પણ સમાજ આધારિત હોય છે. પછી નેતા ભલે બદલાઈ જાય. ટીકીટ તો સમાજને મળી જ છે ને ?       

સંકળાયેલા મુદ્દાઓ

અલ્પેશ ક્થીરિયા આમંત્રણ કોંગ્રેસ ગુજરાત ધારાસભ્ય નિર્ણય માંગ સમાજ સરકાર ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ