બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સ્મોલ સેવિંગ સ્કીમ્સ કે FD? જુઓ શેમાં છે સૌથી વધારે કમાણી, આ રહ્યું લિસ્ટ
Last Updated: 04:14 PM, 1 January 2026
સરકારે 1 જાન્યુઆરી 2026 થી શરૂ થતી PPF અને NSC સહિતની સ્મોલ સેવિંગ સ્કીમ્સ માટે સતત સાતમા ત્રિમાસિક ગાળા માટે વ્યાજ દરમાં કોઈ બદલાવ નથી કર્યો. નાણા મંત્રાલયે એક નોટિફિકેશનમા જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2025-26 ના ચોથા ત્રિમાસિક ગાળા માટે સ્મોલ સેવિંગ સ્કીમ્સ પરના વ્યાજ દરો નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં લાગુ પડતા વ્યાજ દરો જેવા જ રહેશે. એવામાં આપણે સમજીએ કે આમાંથી કઈ સેવિંગ સ્કીમ્સ વધુ વ્યાજ દર આપશે.
ADVERTISEMENT
સરકારની સ્મોલ સેવિંગ સ્કીમ્સ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રકમ પર 8.2 ટકા વ્યાજ દર આપશે, જ્યારે ત્રણ વર્ષની મુદતની રકમ પરનો વ્યાજ દર વર્તમાન ત્રિમાસિક ગાળામાં 7.1 ટકા રહેશે. આ રીતે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ સ્કીમ માટે વ્યાજ દરો અનુક્રમે 7.1 ટકા અને 4 ટકા રખાયો છે. આ સિવાય કિસાન વિકાસ પત્ર (KVP) પર વ્યાજ દર 7.5 ટકા રહેશે અને રોકાણ 115 મહિનામાં ચૂકવાશે.
તો જાન્યુઆરી-માર્ચ ક્વોર્ટર માટે નેશનલ સેવિંગ સર્ટિફિકેટે (NSC) પર વ્યાજ દર 7.7 ટકા રહેશે. વર્તમાન ક્વોર્ટરની માફક માસિક આવક યોજના પણ ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વોર્ટર દરમિયાન રોકાણકારોને 7.4 ટકા રિટર્ન આપશે. આ સિવાય પોસ્ટ ઓફિસ અને બેંકોની સ્મોલ સેવિંગ સ્કીમ્સ પરના વ્યાજ દર સાતમા ક્વોર્ટરમાં પણ યથાવત રખાયા છે. પહેલા સરકારે 2023-24 ના ચોથા ક્વોર્ટરમાં અમુક યોજનાઓ પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો હતો.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, RBI ના વ્યાજ દરમાં ઘટાડા બાદ અનેક સરકારી અને પ્રાઇવેટ બેંકોએ તેના FD દરોમાં સુધારો કર્યો છે. ચાલો તેના લેટેસ્ટ દરો પર નજર કરીએ.
એક રિપોર્ટ મુજબ, દેશની સૌથી મોટી સરકારી બેંકોમાંની એક SBI, 7 દિવસથી 10 પ્રતિ વર્ષ સુધીના પિરિયડ માટે સામાન્ય લોકો માટે વાર્ષિક 3.05%-6.45% અને સિનિયર સિટઝન્સને વાર્ષિક 3.55%-6.95% FD વ્યાજ દર આપે છે. વાર્ષિક પ્રતિ વર્ષ રીતે FD સામાન્ય લોકોને 6.05% અને સિનિયર સિટઝન્સને વાર્ષિક 7.05% ટેક્સ સેવિંગ વ્યાજ દર આપે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.