બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:34 AM, 1 January 2026
ITC And Godfrey Phillips Share Price: નવા વર્ષ પર શેર બજારમાં સિગારેટ બનાવતી કંપનીઓને મોટો ઝટકો લાગ્યો છે. આઇટીસી અને ગોડફ્રે ફિલિપ્સના શેર આજે લગભગ 8ટકા ઘટ્યા છે.
ADVERTISEMENT
નવા વર્ષના પહેલા દિવસે સિગારેટ પીનારાઓ અને તમાકુ કંપનીઓને મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવાર 1 જાન્યુઆરીએ શેરબજાર ખુલતાની સાથે સિગારેટ સંબંધિત કંપનીઓમાં ભારે ઘટાડો થવા લાગ્યો. આઇટીસી અને ગોડફ્રે ફિલિપ્સના શેર 8 ટકા સુધી ઘટ્યા. કેન્દ્ર સરકારે સિગારેટ પર એક્સાઇઝ ડ્યુટી લાદવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેની સીધી અસર ધૂમ્રપાન કરનારાઓ અને સિગારેટ ઉત્પાદકો બંનેના નફા પર પડશે.

ADVERTISEMENT
સિગારેટ પર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો
બુધવારે મોડી રાત્રે નાણા મંત્રાલય દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ આદેશમાં સરકારે સિગારેટની લંબાઈના આધારે પ્રતિ હજાર સ્ટીક પર 2,050 થી 8,500 સુધીની એક્સાઇઝ ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે. આ નવો નિયમ આવતા મહિને એટલે કે 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. આનો અર્થ એ થયો કે સિગારેટના દરેક પેકેટ પર ટેક્સનો બોજ વધશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ પ્રોપર્ટી ટેક્સ ભરનારને મોટી રાહત! આજથી 31 માર્ચ સુધી વ્યાજ માફી સ્કીમ અમલી
ADVERTISEMENT
આવતા મહિનાથી 40 ટકાના દરે GST લાગશે
આ નવી એક્સાઇઝ ડ્યુટી જીએસટી દરો ઉપર વસૂલવામાં આવશે. અત્યાર સુધી આ પ્રોડક્ટસ પર જે કંપેંસેશન સેસ વસુલાતો હતો આ નવી ડ્યુટી તેની જગ્યા લેશે. અહેવાલો અનુસાર સિગારેટ અને તમાકુ સંબંધિત ઉત્પાદનો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દર આવતા મહિનાથી 40 ટકા થશે. સરકારના આ પગલાને આવક વધારવા અને સિન ગુડ્સ પર લગામ કસવાના માર્ગ તરીકે જોવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
શેર 8 ટકા સુધી ઘટ્યા
નોંધનીય છે કે ગુરુવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર ITC શેર 4.14ટકા ઘટીને રૂ. 386.30 ની નીચી સપાટીએ પહોંચ્યા. દરમિયાન ગોડફ્રે ફિલિપ્સના શેર 8ટકાના ભારે ઘટાડા સાથે રૂ. 2540.15 પર આવી ગયા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.