બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પ્રોપર્ટી ટેક્સ ભરનારને મોટી રાહત! આજથી 31 માર્ચ સુધી વ્યાજ માફી સ્કીમ અમલી
Last Updated: 09:51 AM, 1 January 2026
AMC Tax Interest Waiver Scheme: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 જાન્યુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી પ્રોપર્ટી ટેકસમાં વ્યાજ માફી સ્કીમનું અમલીકરણ કરવામાં આવ્યું છે. પરંતુ આ સ્કીમ વર્ષ 2025-26ના બીલ ઉપર લાગુ પડશે નહીં. જાન્યુઆરી મહિનામાં રેસિડેન્શિયલ મિલકતો માટે વ્યાજમાં 85% તથા કોમર્શિયલ મિલકત માટે વ્યાજમાં 65% જેટલી માફી ટેકસપેયર્સને મળશે. આ સ્કીમથી કોર્પોરેશનને રૂપિયા 500 કરોડથી વઘુ આવક થશે તેવો અંદાજો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જો વાત કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદમાં કુલ 15 લાખથી વઘુ રેસિડેન્શિયલ અને 7 લાખથી વઘુ કોમર્શિયલ મિલકતો આવેલી છે. આમ કુલ મળીને 22 લાખથી વઘુ મિલકતોના ધારકોને જુની અને નવી ફોર્મ્યુલા મુજબ પ્રોપર્ટી ટેકસના વ્યાજમા અલગ અલગ સ્લેબમાં છૂટ આપવાનો નિર્ણય AMC દ્વારા લેવાયો છે જે 31 માર્ચ સુધી અમલી રહેશે. જો કે આ વ્યાજમાફી સ્કીમ અંતર્ગત ચાલી અને ઝૂંપડાવાળી મિલકત ધારકોને વ્યાજમાં 100% એટલે કે સંપૂર્ણ માફી આપવામાં આવશે. જુની ફોર્મ્યુલા અંતર્ગત 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 સુધી રહેણાંક અને કોમર્શિયલ બંને પ્રકારની મિલકત માટે વ્યાજમાં 100% માફી આપવામાં આવશે. ખાસ એ વાત ધ્યાનમાં રહે કે આ વ્યાજ માફી સ્કીમ વર્ષ-2025-26ના બાકી પ્રોપર્ટી ટેકસ માટે લાગૂ પડશે નહીં.દર મહિને વ્યાજ માફીના ટેક્સમાં પાંચ ટકા ઘટાડો થશે.
ADVERTISEMENT

જો કે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા બાકી રહેલા પ્રોપર્ટી ટેક્સ પર 18% વ્યાજ વસૂલ કરવામાં આવે છે. જેની કુલ રકમમાં (વર્ષ 2025-26 સિવાય) રાહત આપવામાં આવી છે. અમદાવાદમાં કુલ 25.89 લાખ ટેક્સ ધારકો છે જેમાં 6.52 લાખ કોમર્શિયલ જ્યારે 19.37 લાખ રહેણાંક મિલકત ધારકો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.