બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Skymet Weather Forecasts Normal Monsoon at 98% For India In 2022

વરસાદના વરતારા / દેશ સહિત ગુજરાતમાં આ વર્ષે કેવું રહેશે ચોમાસું? હવામાન સંસ્થા સ્કાયમેટે કરી મોટી આગાહી, જાણી લો પૂર્વાનુમાન

Published By: Vishnu

Last Updated: 10:11 PM, 12 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટની આગાહી મુજબ દેશમાં સંપૂર્ણ પણે 98 ટકા વરસાદ પડી શકે છે, જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ભારતાં 880.60 મીમી વરસાદની શક્યતા

  • આગામી ચોમાસાને લઇને સ્કાયમેટની આગાહી
  • સ્કાયમેટને આગામી ચોમાસાને લઇ કર્યું પૂર્વાનુમાન
  • વર્ષ 2022નું ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા- સ્કાયમેટ

હવામાન વિભાગની આગાહી કરનારી પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટ ચોમાસાને ખુશી સમાચાર આપ્યા છે. આગામી ચોમાસાને પ્રથમ પૂર્વાનુમાન સ્કાયમેટે કર્યુ છે. સ્કાયમેટની આગાહી મુજબ વર્ષ 2022નું ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા છે. આ વર્ષે 4 મહિનામાં વરસાદ 98 ટકા રહેવાની શક્યતા છે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ભારતાં 880.60 મીમી વરસાદની શક્યતા છે. તેમજ દેશમાં સંપૂર્ણ પણે 98 ટકા વરસાદ પડી શકે છે. આ રિપોર્ટ સ્કાયમેટે 21 ફેબૃઆરી જારી કર્યો હતો. સ્કાઇમેટ તરફથી ફરી આ આગાહીનું ફરી પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે.

ક્યાં રાજ્યમાં કેવું રહેશે ચોમાસુ ? 

  • મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં સામાન્યથી વધુ વરસાદ થશે
  • ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે
  • પૂર્વોત્તર વિસ્તાર નાગાલેન્ડ, મણીપુર, મઝોરમ અને ત્રિપુરામાં સિઝનમાં ઓછો વરસાદ થશે
  • કેરળ અને કર્નાટમાં જૂલાઇ, ઓગસ્ટમાં થશે વરસાદ
  • જૂન માસથી સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઇ

કેટલા વરસાદનું અનુમાન ? 

  • જૂનમાં સરેરાશ 6.6 ઇંચના પ્રમાણે 107 ટકા વરસાદ થશે
  • જૂનમાં 70 ટકા સામાન્ય, 20 ટકા વધુ અને 10 ટકા ઓછા વરસાદની શક્યતા
  • જૂલાઇમાં સરેરાશ 11.4 ઇંચના પ્રમાણે 100 ટકા વરસાદ થશે
  • જૂલાઇમાં 65 ટકા સામાન્ય, 20 ટકા વધુ અને 15 ટકા ઓછા વરસાદની શક્યતા
  • ઓગસ્ટમાં સરેરાશ 10.32 ઇંચના પ્રમાણે 95 ટકા વરસાદ થશે
  • ઓગસ્ટમાં 60 ટકા સામાન્ય, 10 ટકા વધુ અને 30 ટકા ઓછા વરસાદની શક્યતા
  • સપ્ટેમ્બરમાં સરેરાશ 6.8 ઇંચના પ્રમાણે 90 ટકા વરસાદ થશે
  • સપ્ટેમ્બરમાં 20 ટકા સામાન્ય, 10 ટકા વધુ અને 70 ટકા ઓછા વરસાદની શક્યતા

દેશમાં થતાં વરસાદ પૈકીનો 70 ટકા વરસાદ નૈઋત્યના ચોમાસા જ થાય છે 
સ્કાયમેટેની આગાહી અનુસાર જૂનમાં શરૂ થતાં નૈઋત્યના વરસાદની અવધી દરમિયાન સરેરાશ 880.60 મી.મી વરસાદ પડવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ચોમાસાના આગમનના સમયગાળા અને વરસાદ બંધ થવાના અલગ અલગ સમય હોય છે. વર્ષે વર્ષે તેમાં ફેરફારો ખતાં હોય છે. પરંતુ ચાર મહિનાના ચોમાસા માટે આગાહી કરી શકાય તેવા પુર્વ લક્ષણો પણ હોય છે.  ભારતના ચોમાસાને અલ નીનો પ્રભાવ ખુબ જ પ્રભાવિત કરે છે. અલ નીનો વર્ષો પૈકીના 80 ટકા કિસ્સામાં દેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોધાય છે. આ પૈકીના 60 વર્ષ દરમિયાન તૌ સ્પષ્ટપણે દુકાળ જેવી સ્થિતી પ્રવર્તી રહી હતી. જૂનમાં શરૂ થઈને સપ્ટેમ્બરમાં પુરુ થનારું નૈઋત્યનું વાવાઝોડું ભારતીય કૃષિની જીવાદોરી છે. સમગ્ર દેશમાં થતાં વરસાદ પૈકીનો 70 ટકા વરસાદ નૈઋત્યના ચોમાસા દરમિયાન જ થતો હોય છે.  

સંકળાયેલા મુદ્દાઓ

India Monsoon Skymet gujarat weather Forecast આગાહી ગુજરાત ચોમાસું દેશ ભારત વરસાદ સ્કાયમેટ હવામાન આગાહી હવામાન સંસ્થા Skymet Weather Forecasts

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ