ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Single use plastic will soon be banned
ADVERTISEMENT
ADVERTISEMENT
કેન્દ્રિ સરકારે લીધો મહત્વનો નિર્ણય મહત્વનો નિર્ણય લીધો છે. ટુંક સમયમાં જ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાઈ શકે છે એટલે આગામી સપ્ટેમ્બર મહિનાથી પ્લાસ્ટિક ઉપયોગ કરવા પર સંપૂર્ણ રોક લાગી શકે છે. જેને લઈ સપ્ટેમ્બર મહિનામાં નવા નિયમો આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. 75 માઈક્રોન્સથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ આવશે અને 75 માઈક્રોન્સથી ઓછી જાડાઈ ધરાવતી પ્લાસ્ટિક બેગ પ્રતિબંધિત મુકવામાં આવશે. તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉત્પાદકો સામે GPCB દ્વારા પગલા લેવામાં આવશે.
પ્લાસ્ટિક લોકોના જીવનનો બન્યું ભાગ
વાત કરવામાં આવે તો પ્લાસ્ટિક લોકોના જીવનનો ભાગ બની ગઈ છે. બજારમાં વસ્તુની ખરીદી કરવાથી લઈને જીવન જરૂરી ચીજવસ્તુઓના ઉપયોગમાં પ્લાસ્ટિકનો વપરાશ વધી ગયો છે. સામાન અને વસ્તુઓ પેક કરવા સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ થયો હતો છે. ત્યારે કેન્દ્ર સરકારે સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે જેને લઈ કેન્દ્ર સરકાર પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે.

ADVERTISEMENT
સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે તવાઈ
દેશ અને રાજ્યમાં આગામી 1 જુલાઈ 2022 બાદ સિંગલ યૂઝ પ્લાસ્ટિકમાંથી બનનારા સામાન અને સ્ટોકમાં રાખવા તથા તેના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવશે. સરકારે Plastic Waste Management Amendment Rules, 2021 હેઠળ આગામી વર્ષ જુલાઈમાંથી પ્રતિબંધ થતી વસ્તુઓની એક યાદી જાહેર કરી.

ADVERTISEMENT
જેમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકમાંથી બનતી ઘણી ચીજ વસ્તુઓ સામેલ છે. આ વસ્તુઓનો ઉપયોગ આપણે દરરોજ જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓમાં કરીએ છીએ.
આ વસ્તુઓ પર મુકાશે પ્રતિબંધ
ADVERTISEMENT
સપ્ટેમ્બર મહિનાથી લાગુ થઈ શકે છે નવા નિયમ
પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી સુચના મુજબ, પ્લાસ્ટિક બેગની જાડાઈ 30 સપ્ટેમ્બર, 2021થી 50 માઈક્રોનથી વધારીને 75 માઈક્રોન અને 31 ડિસેમ્બર, 2022થી 120 માઈક્રોન સુધી કરવામાં આવશે.

ADVERTISEMENT
જોકે કમ્પોસ્ટેબલની મોટાઈની કોઈ સીમા નક્કી કરવામાં આવી નથી. પરંતુ તેના વેચાણ માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી મંજૂરી લેવી પડશે. મહત્વનું છે કે, વડાપ્રધાન મોદીએ જૂન 2018માં જાહેરાત કરી હતી કે તેમની સરકાર 2022 સુધી દેશમાં દરેક પ્રકારના સિંગલ યૂઝ પ્લાસ્ટિકને સમાપ્ત કરી દેશે તે બાદ હવે પ્લાસ્ટિકના વધુ પડતા ઉપયોગ બાદ સરકાર હવે આ નિર્ણય લેવા જઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ