ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:13 AM, 23 March 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
બોલિવુડ સિંગર સોનુ નિગમ ફરી એક વખત સમાચારોમાં આવ્યો છે, આ વખતે તેના વિવાદિત નિવેદનના કારણે નહીં, પરંતુ તેના પિતાના ઘરે ચોરી થવાના કરાણે. જી, હાં સોનુ નિગમના પિતાના ઘરે 72 લાખ રુપિયાની ચોરી થઇ છે. સિંગરના પિતાએ તેમના ડ્રાઇવર રેહાન પર ચોરી કરી હોવાની શંકા વ્યક્ત કરી છે. તો આવો જાણીએ શું છે મામલો....
સોનુના પિતાના ઘરે થઇ ચોરી
22 માર્ચના રોજ સોનુ નિગમની બહેન નિકિતાએ ડ્રાઇવર વિરુદ્ધ ચોરી કરી હોવાની ફરીયાદ નોંધાવી છે. સિંગરના પિતા અગમ કુમાર 76 વર્ષના છે. તે અંધેરી વેસ્તના ઓશિવારામાં વિંડસર ગ્રેંડ બિલ્ડિંગમાં રહે છે. સોનુ નિગમના પિતાએ પોલીસે આપેલા નિવેદનમાં ડ્રાઇવર રેહાન પર શંકા વ્યક્ત કરી છે. રેહાન પહેલા અગમ કુમાર નિગમને ત્યા કામ કરતો હતો.
ADVERTISEMENT
તેમના નિવેદનના આધારે રેહાન વિરુદ્ધ મુંબઇના ઓશિવારા પોલિસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી છે. પોલિસે રેહાન પર કલમ 380, 454 અને 457 હેઠળ ફરીયાદ નોંધી છે અને પોલીસ રેહાનની શોધમાં લાગી ગઇ છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, અગમ કુમાર અને નિકિતાએ તેમની સોસાયટીના સીસીટીવી ફૂટેજની તપાસ કરી, ફૂટેજમાં ડ્રાઇવર રેહાન બે દિવસ બેગ લઇને ફેલ્ટની તરફ આવતો જતો દેખાઇ રહ્યો હતો.
અગમ કુમારને શંકા છે કે રેહાન દુપ્લિકેટ ચાવીની મદદથી તેમના ફ્લેટમાં ઘુસી ગયો. ત્યાર બાદ તેમના બેડરુમના ડિજિટલ લોકરમાંથી 72 લાખ રુપિયા ચોરી લીધા. આ ચોરી 19 માર્ચથી 20 માર્ચની વચ્ચે બનેલી ઘટના છે.
ADVERTISEMENT
નિકિતાએ પોલીસની માંગી મદદ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સોનુ નિગમની નાની બહેન નિકિતા ચોરીની ફરીયદ નોંધાવવા બુધવારે પોલીસ સ્ટેશન આવી હતી. ફરીયાદ અનુસાર, રેહાન નામના એક ડ્રાઇવરે અગમ કુમાર પાસે લગભગ 8 મહિના કામ કર્યુ હતુ પરંતુ તેનુ કામ સારુ ન હોવાના કારણે તેને કામ પરથી હટાવી દીધો હતો.
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, અગમકુમારએ કહ્યું કે, તે 19 માર્ચના રોજ વર્સોવા વિસ્તારમાં નિકિતાના ઘરે ગયા હતા, થોડા સમય બાદ પાછા આવ્યા ત્યારે લાકડાના વોર્ડરોબમાં મુકેલ ડિજિટલ લોકરમાંથી 40 લાખ રુપિયા ગાયબ હતા. તેમણે નિકિતાને આ વાતની જાણકારી આપી અને બીજા દિવસે એક કામથી તે દિકરાના ઘરે ગયા ત્યારે ફરી 32 લાખ રુપિયા ગાયબ થયા બે દિવસમાં તેમના ઘરેથી 72 લાખ રુપિયાની ચોરી થઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT