બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / VIDEO : પદમા બાદ જાહલ ગીત વાયરલ! જાણો ભવ્ય ગાથા, સિંધના કામાંધ રાજાની કેદમાંથી કેવી રીતે છૂટ્યાં?
એક ભાઈએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બેનડીની લાજ બચાવી તેવી ભાઈ-બહેનના અમર પ્રેમની આ ગાથા છે. માતાપિતાને ઘેર જુનાગઢના ભાવી રાજા સાથે મોટા થવાનું જેને સદભાગ્ય સાંપડ્યું એ જાહલ, આજે ભાઈ-બહેનના અમર પ્રેમની ગાથા ઉખેડવી છે અને કેવી રીતે રાજાએ દુશ્મનના હાથમાંથી પોતાની વહાલી બેનડીને છોડાવી.
ADVERTISEMENT
પદમા ગીત બાદ જાહલ સોંગ વાયરલ
ADVERTISEMENT
ગુજરાતી ગાયક પંકજ મિસ્ત્રીના પદમા ગીત બાદ હવે જાહલ સોંગ પણ 'પ્રગતિ'ને પંથે છે. પદમા બાદ હવે લોકો પર જાહલનો 'રંગ' ચઢી રહ્યો છે. ગીતને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ત્યારે સહેજે સવાલ થાય છે કે આ જાહલ કોણ છે? અને તેઓ શા માટે 'બચાવો'નો પોકાર પાડી રહ્યા છે. તેઓ કોણ હતા, અને કોણ તેમના રુપમાં આંધળો બન્યો અને તેમણે કોને બચાવવા માટેનો પોકાર પાડ્યો. આ બધા સવાલના જવાબ પહેલાં આજથી 1000 વર્ષ પહેલાના ઈતિહાસમાં ડોકિયું કરવું પડશે અને તો જ આખી વાત ભેજામાં ઉતરશે. હકીકતમાં જાહલ જુનાગઢના ચુડાસમા રાજવંશના રાજા રા' નવઘણના લાડકવાયા (પિત્રાઈ બહેન) બહેન હતા અને સિંધનો સરદાર હમીર સૂમરો જાહલ (જાહલ ખુબ સુંદર હતા)ના રુપ પર મોહિત થયો હતો અને તેને રાણી બનાવવા માગતો હતો તેથી તેણે જાહલને કેદમાં લીધી હતી ત્યારે જાહલે ખાનગીમાં એક ચિઠ્ઠી લખીને વીર રા નવઘણને પોતાની રક્ષા કરવાનો પોકાર કર્યો હતો. મૂળ વાત આટલી પરંતુ એક રાજા ઉઠીને અને તે પણ પોતાની સગી નહીં એવી બહેનની રક્ષા કાજે હમીર સૂમરા જેવા કદ્દાવર દુશ્મન સામે પડ્યાં, તે ભારે ભેદભરમની વાત છે.
પાટણ અને જુનાગઢ વચ્ચે વેર
ADVERTISEMENT
સન 1025માં જુનાગઢના શાસક રા દયાસે પાટણના શાસક દુર્લભસેન સોલંકીની રાણીની જુનાગઢ યાત્રા પર કર નાખ્યો હતો આને કારણે દુર્લભસેને ચઢાઈ કરીને જુનાગઢને પાડી નાખ્યું અને રાજા રા દયાસ નાનકડા દીકરા રા નવઘણને લઈને ભાગી ગયાં. નવઘણની માતા રાણી સોમલ દે' સતી થયા અને તેમની દાસી વાલબાઈએ છૂપા વેશે નવઘણને લઈ જઈ ને ચુડાસમા રાજના વફાદાર આહિર દેવાયત બોદર (અડીદર-બોડીદર)ને સોંપ્યાં. આ બાજુ જુનાગઢના રાજાને ખબર પડી કે રા દયાસનો વંશ જીવ છે અને તેમણે શોધ કે જો જાણવા મળ્યું કે નાનકડો રા નવઘણ દેવાયત બોદરને આશરે ઉછરી રહ્યો છે બસ પછી આદેશ છૂટ્યાં કે દેવાયત બોદરને કચેરીમાં હાજર કરો, જે પછી દેવાયત બોદર આવ્યાં કે તેમને કહેવામાં આવ્યું કે સાંભળ્યું છે કે તમારે ત્યાં નવઘણ ઉછરી રહ્યો છે ત્યારે આ વફાદારે નોકરે હા પાડી અને એક ચાલી ચલી, આહિરાણીને સંદેશ મોકલ્યો કે રા, રાખીને વાત કરજો, આહિરાણી સમજી ગયાં કે રાને (નવઘણ) રાખીને તેમના પોતાના દીકરા ઉગાને મોકલી દીધો અને જ્યારે ઉગો આવ્યો ત્યારે રાજાએ આદેશ કર્યો કે જો આ નવઘણ હોય તો ઉઠાવો તલવાર અને તેના કટકાં કરી નાખો, દેવાયત બોદરે જરા પણ વિચાર ન કર્યો અને રાને બચાવવા માટે પોતાના સગા દીકરાના તલવારથી કટકાં કરી નાખ્યાં અને સ્વામિભક્તિને જીવતી રાખી. જોકે કથા તો લાંબી છે પરંતુ પાછળથી હાથ મજબૂત બનતાં દેવાયત બોદર આહિરો સાથે મળીને જુનાગઢ પર ચઢાઈ કરીને સોલંકીઓના શાસનનો કાંટો કાઢી નાખ્યો અને પછી યુવાન રા નવઘણને સોરઠની ગાદીએ બેસાડ્યો. આ પછી રા નવઘણ જુનાગઢના રાજા બન્યાં.
દેવાયત બોદરને ઘેર નવઘણ અને જાહલ સાથે ઉછર્યાં
ADVERTISEMENT
દુશ્મન સોલંકીઓથી બચીને જ્યારે રા નવઘણ એકદમ ખાનગીમાં દેવાયત બોદરને ઘેર મોટા થઈ રહ્યાં હતા ત્યારે તે વખતે આહિરના દીકરી જાહલ પણ ઉછરી રહ્યાં હતા અને જાહેલ નવઘણનો પોતાનો ભાઈ મા્ન્યો અને સગા ભાઈ કરતાં પણ વિશેષ રાખ્યો. હવે આ બાજુ જુનાગઢ તાબામાં દુષ્કાળ પડતાં આહિરો ઢોર-ઢાંખર લઈને સિંધમાં ઉછરી પડ્યાં, આહિરોના કાફલમાં જાહલ પણ હતા. તે કાળે સિંધના હમીર સૂમરાનું રાજ હતું અને જાહલના રુપથી અંજાયો અને તેના પર મોહિત થયો અને તેની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો, હમીર સુમરાએ તેની સાથે પરણવા માટે થઈને તેનું અપહરણ કર્યુ પરંતુ જાહલે વ્રતનું બહાનું કાઢીને 6 મહિના સુધી ટાળ્યું અને આ 6 મહિનામાં તેણે રા નવઘણને એક છાનોમાનો પત્ર લખીને પોતાની વહારે આવવાનું કહ્યું.
ADVERTISEMENT
જાહલની ચિઠ્ઠી
હમીર સૂમરાની કેદમાં રહેતાં જાહલે પોતાની વીર ભાઈ રા નવઘણને ચિઠ્ઠી લખી હતી જેના ગીતના શબ્દો આ પ્રમાણે છે.
ADVERTISEMENT
લખે કાગળિયું વીરને બેનડી
નવઘણ વેલેરો આવ વીરા મારા
જાહલ જોવે તારી વાટ
સંઘ મલકમાં મને સુમરાએ રોકી
હાલવા ન દે હમીર, વીરા ભાઈ
બેનડી તારી વાટ
હોં માથે આભેને હેઠે ધરતી
ચારે કોર ભાલા અણીદાર
વીરા જાહલ જોવે તારી વાટ
નવઘણ તને જીવાડવા સગો ભાઈ વળાવિયા
રાખજે તું પરમાણ, વીરા મારા બેનડી જુઓ તારી વાટ
ચિઠ્ઠી વાંચીને ઘોડે પલાણે માંડજે
જાહલ જોવે તારી વાટ
કાંતો આ સૂમરાને નથી તારી ખબર
જાહલ જોવે તારી વાટ
વરુડી માતાની કૃપાથી રા નવઘણ જીત્યાં
ત્યાર બાદ રા નવઘણે પોતાની બહેનની રક્ષા કાજે મોટું લશ્કર લઈને સિઁધ પર ચઢાઈ કરી અને હમીર સુમરાને મારી નાખીને જાહલને છોડાવીને લઈ આવ્યાં હતા અને પોતાના રાજમાં જીવ્યાં ત્યાં સુધી પોતાની સગી બહેન કરતાં પણ વિશેષ સ્થાન આપ્યું. એક વાયકા મુજબ પાટણના વરુડી માએ રા નવઘણને જીતના આશીર્વાદ આપ્યાં હતા.
પદમા ગીત પણ થયું હતું વાયરલ
ઉલ્લેખનીય છે પંકજ મિસ્ત્રીનું આ પહેલાં પદમા ગીત પણ વાયરલ થયું હતું. ગીતના શબ્દોમાં લોક હૈયામાં કોતરાઈ ગયાં હતા. જે પછી હવે જાહલનો પોકાર પણ લોકોના હૃદયમાં વાગ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.