બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મહાશિવરાત્રિ પર અપનાવો આ 3 સરળ ઉપાય, મળશે તમામ કષ્ટોથી મુક્તિ, જાણો માન્યતા

આસ્થા / મહાશિવરાત્રિ પર અપનાવો આ 3 સરળ ઉપાય, મળશે તમામ કષ્ટોથી મુક્તિ, જાણો માન્યતા

Last Updated: 12:00 PM, 22 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે. તેને ભગવાન ભોળાનાથની પૂજા -આરાધના કરવા માટે વિશેષ દિવસ ગણવામાં આવે છે. એક માન્યતા અનુસાર તે દિવસે ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

મહાશિવરાત્રિનો પાવન પર્વ શિવ-પાર્વતીની પૂજા માટે મનાવવામાં આવે છે. તે દિવસે ભગવાન ભોળાનાથ સાથે માતા પાર્વતીના લગ્ન થયા હતા. એટલે તે દિવસે મહાશિવરાત્રીનો પાવન પર્વે શિવ-ગૌરીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વર્ષે 26 ફેબ્રુઆરી 2025 ના દિવસે મહાશિવરાત્રિ છે. તે દિવસે શિવ ભક્તો જીવનના તમામ દુખોથી છુટકારો મેળવવા માટે વ્રત કરે છે. શિવલિંગ પર જળાભિષેક કરે છે અને શિવ-પાર્વતીની વિધિવત પૂજા કરે છે. મહાશિવરાત્રિના દિવસે વૈવાહિક જીવન, આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી દુવિધાઓથી છુટકારો મેળવવા ખાસ ઉપાય પણ કરવામાં આવે છે. માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવેલ કેટલાક ઉપાયોથી જીવનના બધા જ દુખ નાશ પામે છે. ચાલો જાણીએ મહશિવરાત્રીના દિવસે થતાં સરળ ઉપાય,

રુદ્રાભિષેક

મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દૂધ, દહીં, મધ અને ગંગાજળથી શિવલીંગ પર અભિષેક કરી શકાય છે. એક માન્યતા એવી છે કે રુદ્રાભિષેક કરવાથી સાધકને ભોળાનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તેનું જીવન સુખ- સમૃધ્ધિ અને ખુશીથી ભરાય જાય છે.

મહામૃત્યુંજયનો જાપ

હિંદુ ધર્મમાં મહામૃત્યુંજય મંત્રને ભગવાન શિવનો સૌથી વધારે શક્તિશાળી મંત્ર ગણવામાં આવે છે. જીવનના બધા રોગ અને દોષોથી છુટકારો લેવા માટે મહાશિવરાત્રિના દિવસે શિવજીના મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો.

800-450-Mahashivratri (1)

બીલીપત્ર

શિવજીને બીલીપત્ર અતિ પ્રિય છે. શિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથની મનથી પૂજા-આરાધના કરવી અને બીલીપત્ર અર્પિત કરવા. એક માન્યતા છે કે શિવજીને બીલીપત્ર ચઢાવવાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તની દરેક મનોકામના પૂરી કરે છે.

વધુ વાંચો: આજે કુંભ રાશિમાં અસ્ત થશે શનિદેવ, એટલે 38 દિવસ સુધી આ રાશિવાળા સતર્ક રહેજો!

ફૂલ

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમને પ્રિય એવા ફૂલ પણ ચઢાવી શકાય. શિવજીને કરેણ, આકડો, વગેરે ફૂલ અતિપ્રિય છે. એ ધ્યાનમાં રાખવું કે ભગવાનાને વાસી કે કાંટાળા ફૂલ ક્યારેક ના ચઢાવવા જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

સંકળાયેલા મુદ્દાઓ

Bhakti Lord Shiva Mahashivratri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ